For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવલ્લીની ગોદમાં એક રત્ન, અજમેર

|
Google Oneindia Gujarati News

અજમેર રાજસ્થાનના અજમેર જિલ્લામાં સ્થિત છે, જે રાજ્યનું સૌથી મોટું પાંચમું શહેર અને પાટનગર જયપુરથી 135 કિ.મી દૂર સ્થિત છે. આ પહેલા તેને અજમેરે અથવા અજયમેરુના નામથી ઓળખાતું હતું. આ શહેર અરવલ્લી શ્રેણી પાસે આવેલું છે. દેશના સૌથી જૂના પર્વતિય કિલ્લામાંથી એક તારાગઢ કિલ્લો અજમેર શહેરની રક્ષા કરે છે. આ શહેરની સ્થાપના અજયરાજ સિંહ ચૌહાણે 7મી સદીમાં કરી હતી અને ચૌહાણ રાજવંશે અનેક દશકાઓ સુધી અહીં રાજ કર્યુ, જેમાં પૃથ્વીરાજ ચૌહાણ સૌથી વધારે પ્રસિદ્ધ શાસક હતા.

1193માં મોહમ્મદ ગોરીએ અજમેરમાં વિજય પ્રાપ્ત કર્યો, જોકે વિજેતાને મોટી માત્રામાં શુલ્ક આપ્યા પછી ચૌહાણ શાસકોને શાસન કરવાની અનુમતિ આપવામાં આવી હતી. બાદમાં 1365માં અજમેર પર મેવાડના શાસકોએ કબજો કર્યો, જેના પર 1532માં મારવાડે કબજો કર્યો હતો. વર્ષ 1553માં હિન્દુ શાસક હેમ ચંદ્ર વિક્રમાદિત્ય જેમને હેમુના નામથી ઓળખવામાં આવતા હતા, તેમને અજમેરમાં વિજય પ્રાપ્ત કર્યો, તે 1556ની પાણીપતની બીજી લડાઇમાં માર્યા ગયા. વર્ષ 1559માં અજમેર મોગલ બાદશાહ અકબરના નિયંત્રણમાં આવ્યું અને 18મી સદીમાં મરાઠાઓ પાસે જતું રહ્યું.

1818માં અંગ્રેજોએ 50 હજાર રૂપિયામાં અમજેર તેમને સોંપી દેવા કહ્યું અને તેથી અજમેર, મેવાડ પ્રાંતનો ભાગ બની ગયું. વર્ષ 1950માં તે અજમેર રાજ્ય બન્યુ, જે એ નવેમ્બર 1956માં રાજસ્થાન રાજ્યનો ભાગ બની ગયું. તારાગઢ કિલ્લો અજમેર શહેરનો એક પ્રમુખ કિલ્લો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રાજસ્થાનના અજમેરને.

મેયો કોલેજ અને સંગ્રહાલય

મેયો કોલેજ અને સંગ્રહાલય

અજમેરમાં આવેલી મેયો કોલેજ અને સંગ્રહાલય

ફોય સાગર ઝીલ

ફોય સાગર ઝીલ

અજમેરમાં આવેલી ફોય સાગર ઝીલ

અના સાગર ઝીલ

અના સાગર ઝીલ

અજમેરમાં આવેલી અના સાગર ઝીલની તસવીર

મનોરમ દ્રશ્ય

મનોરમ દ્રશ્ય

અજમેરમાં આવેલી અના સાગર ઝીલનું મનોરમ દ્રશ્ય

શ્રી નિમ્બર્ક પીઠ

શ્રી નિમ્બર્ક પીઠ

અજમેરમાં આવેલું શ્રી નિમ્બર્ક પીઠ

પુરાતત્વ સંગ્રહાલય

પુરાતત્વ સંગ્રહાલય

અજમેરમાં આવેલું પુરાતત્વ સંગ્રહાલય

સેનાની તોપ

સેનાની તોપ

અજમેરના પુરાતત્વ સંગ્રહાલયમાં સેનાની તોપ

દરગાહ શરીફનું ગુંબદ

દરગાહ શરીફનું ગુંબદ

અજમેરની દરગાહ શરીરનું ગુંબદ

દરગાહ શરીફ

દરગાહ શરીફ

અજમેરમાં આવેલી દરગાહ શરીફનુ અંદરનું દ્રશ્ય

English summary
Ajmer, located in the Ajmer District of Rajasthan is the 5th largest city of the state, and is located at a distance of 135 km from the capital city of Jaipur. It was formerly known as Ajmere or Ajaymeru. The city is flanked by the Aravalli Ranges. One of the oldest hill forts of the country, Taragarh Fort, guards the city of Ajmer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X