For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કહેવાય છે, દેવી સતીનું હૃદય પડ્યું હતું ગુજરાતના આ પવિત્ર શહેરમાં!

|
Google Oneindia Gujarati News

અંબાજી પ્રાચીન ભારતનું સૌથી પૌરાણિક અને પવિત્ર તીર્થ સ્થળ છે. એ શક્તિની દેવી સતીને સમર્પિત બાવન શક્તિપીઠોમાનું એક છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત ગબ્બર પર્વતો પર અંબાજી માતા સ્થાપિત છે. અંબાજીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે, ખાસ કરીને ભાદ્રપદ પૂર્ણિમા અને દિવાળી પર. આ સ્થળ અરવલ્લી પર્વતોના ગાઢ જંગલોથી ઘેરાયેલુ છે. આ સ્થળ પ્રવાસીઓ માટે પ્રાકૃતિક સુંદરતા અને આધ્યત્મનો સંગમ છે.

ગબ્બર પર્વતો પર કૈલાશ હિલ સૂર્યાસ્ત બિન્દુ જેવું સ્થળ છે, જ્યાંથી પ્રવાસી માત્ર પ્રાકૃતિક સુંદરતાનો જ આનંદ નથી લઇ શકતા પરંતુ રોપવેમાં ફરી પણ શકે છે. ગબ્બર પર્વતો પર કેટલાક ધાર્મિક સ્થળો છે, જ્યાં તીર્થયાત્રીઓ અવાર નવાર આવે છે. મુખ્ય મંદિરની પાછળ માન સરોવર નામનું એક કુંડ છે. પવિત્ર કુંડની બન્ને તરફ બે મંદિર સ્થિત છે, એક મહાદેવજીને અને બીજું અંબાજીની બહેન અજય દેવીને સમર્પિત છે.

શ્રી કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર અંબાજી મંદિરથી 8 કિ.મી દૂર સ્થિત છે અને વેદિક નદી સરસ્વતીના કિનારે છે. આ સરસ્વતી નદી અને ગૌમુખના પવિત્ર કુંડ સાથે જોડાયેલું છે. અંબાજી ભારતનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે, જે અસંખ્ય ભક્તોનું પ્રિય છે અને વિભિન્ન પ્રકારની ધાર્મિક માન્યતાઓવાળા તીર્થયાત્રીઓ અહી આવે છે. ગબ્બર પર્વતો સમુદ્રતટથી 1600 ફૂટની ઉંચાઇ પર અરવલ્લીની દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત આરાસુર પર્વતો પર વૈદિક નદી સરસ્વતીના કિનારે સ્થિત છે. ગબ્બર પર્વતોની ખાડી પર ચઢવું કઠીણ છે. તીર્થયાત્રીઓને નીચેથી પથ્થરની 300 સીડીઓ ચઢવી પડે છે, જે જોખમી રસ્તા તરફ લઇ જાય છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે આ સીડીઓ ચઢવી જરૂરી છે.

અંબાજી મંદિરને ભારતના પ્રમુખ શક્તિપીઠોમાનું એક માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર દેવી સતીનું હૃદય ગબ્બરના પર્વતો પર પડ્યું હતું. આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં, જેમ કે આ આરાસુર પર્વત પર સ્થિત છે, પાવન દેવીની કોઇ મૂર્તિ નથી. શ્રી વીસા યન્ત્રની જ મુખ્ય મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. યન્ત્રને ખુલી આખે જોઇ શકાતું નથી. આ શ્રી વીસા યન્ત્રની પૂજા કરવા માટે આંખો પર પટ્ટી બાંધવી પડે છે. ભાદ્રપદ મહિનાની પૂર્ણીમામાં એક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં જુલાઇ મહિનામાં મા અંબાજીની આરાધના માટે દેશભરમાંથી લોકો આવે છે. ચાલો તસવીરોમાં જોઇએ અંબાજીને.

ગબ્બર હિલ

ગબ્બર હિલ

ગબ્બર હિલની અંદરનું દ્રશ્ય

અંબાજી માતાનું મંદિર

અંબાજી માતાનું મંદિર

ગબ્બર હિલમાં અંબાજી માતાનું મંદિર

મંદિરનો રાત્રીનો સમય

મંદિરનો રાત્રીનો સમય

અંબાજી મંદિરનો રાત્રીનો સમય

રાત્રીનો સમય

રાત્રીનો સમય

ગબ્બર હિલમાં આવેલા અંબાજી મંદિરનો રાત્રીનો સમય

દૂરનું દ્રશ્ય

દૂરનું દ્રશ્ય

ગબ્બર હિલનું દૂરનું દ્રશ્ય

કોટેશ્વર મંદિર

કોટેશ્વર મંદિર

અંબાજીમાં આવેલા કોટેશ્વર મંદિરનું સામેનું દ્રશ્ય

ભગવાન શિવને સમર્પિત મંદિર

ભગવાન શિવને સમર્પિત મંદિર

કોટેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે

મંદિરની અન્ય એક તસવીર

મંદિરની અન્ય એક તસવીર

અંબાજીમાં આવેલા કોટેશ્વર મંદિરની અન્ય એક તસવીર

સુંદર ગાર્ડન

સુંદર ગાર્ડન

માંગલ્ય વન અને કૈલાશ ટેકરીમાં આવેલું સુંદર ગાર્ડન

ટેકરીનો પ્રવેશ દ્વાર

ટેકરીનો પ્રવેશ દ્વાર

માંગલ્ય વન અને કૈલાશ ટેકરીનો પ્રવેશ દ્વાર

ગાર્ડનમાં ઓમ

ગાર્ડનમાં ઓમ

માંગલ્ય વન અને કૈલાશ ટેકરીમાં બનેલો ઓમ

English summary
Ambaji is one of the oldest and most revered pilgrimage centers of ancient India. It is one of the fifty two Shakti Pethas which are consecrated to Sati, the goddess Shakti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X