For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનનું પવિત્ર અને આનંદી સ્થળ, બરન

|
Google Oneindia Gujarati News

બરન પહેલા કોટા રાજ્યનો ભાગ હતું, 10 એપ્રિલ 1991માં તેને રાજસ્થાનના જિલ્લાની માન્યતા મળી. 14 અને 15મી સદીમાં અહીં રાજપૂતોનું શાસન રહ્યું. આ પ્રાંત સાગવાન, ખેર, સાલન અને ગર્ગ્સરીના ગાઢ જંગલોથી ઘેરાયેલું છે અને તેની વચ્ચે કાલીસિંઘ નદીનો પ્રવાહ છે.

બરનમાં અનેક એવા પ્રવાસન સ્થળ છે, જે વિશ્વ ભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. જેમાં સિતાબરી પોતાના ધાર્મિક અને ઐતિહાસિક કારણો માટે શ્રેષ્ઠ છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર, ભગવાન રામની પત્ની સીતા મૈયાએ પોતાના બન્ને પુત્ર લવ અન કુશ અહી જ જન્મ થયો હતો. એવી માન્યતા છેકે અયોધ્યા છોડ્યા બાદ સીતા પોતાના બન્ને પુત્રો સાથે અહી રહેતા હતા. અહી સીતા મૈયા સમર્પિત એક મંદિર છે, જેના દર્શન પ્રવાસી કરી શકે છે. તેની આસપાસ અનેક પાણીના કૂંડ આવેલા છે. દર વર્ષે સીતાબરી મેળાનું અહી આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત કાકોની, બિલાસ્ગર અને શાહબાદ કિલ્લો અન્ય પ્રવાસન સ્થળ છે.

ભાંડ દેવરા મંદિર, બ્રાહ્મણી માતાજી મંદિર અને મનિહાર મહાદેવ મંદિર બરનનું મુખ્ય ધાર્મિક સ્થળ છે. બરનના અતરૂ તહશીલમાં યાત્રી ગઢગછના અનેક અવશેષ જોવા મળે છે. જેમાં કેટલાક 9મી તો કેટલાક 13મી સદીમાં બનેલા પ્રાચીન મંદિર છે. ભાંડ દેવરા મંદિર બરનનું પ્રમુખ મંદિર છે. બરનથી 40 કિ.મી દૂર રામગઢના પર્વતો પર સ્થિત આ મંદિરને રાજસ્થાનનું ખજુરાહો પણ કહેવામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિરનું નિર્માણ 10મી સદીમાં થયું હતું. આ પર્વત સુપ્રસિદ્ધ કિસ્ને અને અન્નપૂર્ણ દેવીનું મંદિર પણ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ બરનને.

મહનિહારા મંદિર

મહનિહારા મંદિર

બરનમાં આવેલું મનિહારા મહાદેવ મંદિર

બ્રાહ્મણી માતાજી મંદિર

બ્રાહ્મણી માતાજી મંદિર

બરનમાં આવેલું બ્રાહ્મણી માતાજી મંદિર

ભાંડ દેવરા મંદિર

ભાંડ દેવરા મંદિર

બરનમાં આવેલું ભાંડ દેવરા મંદિર

શાનદાર કોતરણી

શાનદાર કોતરણી

ભાંડ દેવરા મંદિરમાં જોવા મળતી શાનદાર કોતરણી

કાકુની સ્મારક

કાકુની સ્મારક

બરનમાં આવેલું કાકુની સ્મારક

કાકુની

કાકુની

બરનમાં આવેલા કાકુનીની અન્ય એક તસવીર

English summary
Baran, a popular district in the state of Rajasthan was carved out of Kota District on 10th April, 1991. The place is covered with forests of Sagavan, Kher, Salan, and Gargsari and the River Kalisindh flows through the region. It was ruled by the Solanki Rajputs during the 14th and 15th centuries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X