• search

ટ્રાવેલ ફોટોગ્રાફીના શોખીનો માટે મક્કા છે આપણું ભારત, જુઓ તસવીરો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  શું આપ ફોટોગ્રાફીના શોખીન છો? શું આપે ક્યારેય ટ્રાવેલ ફોટોગ્રાફી કરી છે? શું આપે ક્યારેય ફોટો લેવા દરમિયાન ઠંડી હવાઓને તમારા ગાલોને સ્પર્સથી અનુભવી છે? શું આપે ક્યારે જંગલી ફૂલોની સુગંધ માણી છે? શું આપે ક્યારેય એવી તસવીરો લીધી છે જેને જોઇને પ્રકૃતિ પણ શરમાઇ જાય. જો આપ ટ્રાવેલ ફોટોગ્રાફી અંગે ના જાણતા હોવ તો આગળ વધતા પહેલા આપને જણાવી દઇએ કે ટ્રાવેલ ફોટોગ્રાફી, ફોટોગ્રાફીનો એ ભાગ છે જ્યાં આપ તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા દ્વારા કેટલીક સુંદર પળોને કેમેરામાં કેદ કરી લો છો.

  આજના અમારા આ લેખમાં તમામ આકસ્મિક ફોટોગ્રાફર્સ હોય કે ટ્રાવેલ ફોટોગ્રાફર તેમના ઘણું બધું છે. અત્રે આપને કેમેરામાં કેદ કરવા માટે ઘણા નજારા મળી જશે જેને આપ કેમેરા અથવા એલસીડી સ્ક્રીન પર જોવું આપના માટે રોમાંચક અનુભવ બની રહેશે.

  ભારતમાં જ્યાં એક તરફ આપને સુંદર લેંડસ્કેપ દેખાશે તો બીજી તરફ અત્રેના પહાડ, તળાવ, ઝરણા, વૃક્ષો, ફૂલ અને વન્યજીવન પણ આપનું મન મોહી લેશે. આજે અમારી આ ટ્રાવેલ ફોટોગ્રાફીની પહેલી સીરીઝમાં અમે આપને બતાવીશું કેટલીક એવી તસવીરો જે આપનું મન મોહી લેશે. તો આવો હવે એન્જોય કરીએ આ શાનદાર ટ્રાવેલ ફોટોગ્રાફીને...

  તમિલનાડુ

  તમિલનાડુ

  આ સુંદર તસવીર છે સ્પેનની બુલ ફાઇટિંગની યાદ અપાવતી તમિલનાડુના એક સુંદર લોકપ્રિય અને ખતરનાક તહેવાર જલ્લિકટ્ટૂની.

  રાજસ્થાન

  રાજસ્થાન

  આ સુંદર તસવીર છે રાજસ્થાનની જ્યાં એક વણઝારો પોતાના ઊંટની સાથે રણમાં જઇ રહ્યો છે.

  દુનિયાનું સૌથી મોટું ધોબીઘાટ

  દુનિયાનું સૌથી મોટું ધોબીઘાટ

  શું એક ધોબીઘાટ એક ટૂરિસ્ટ સ્પોટ હોઇ શકે છે લગભગ આપનો જવાબ ના હશે, પરંતુ આ મુંબઇમાં આવેલું સૌથી મોટું ધોબીઘાટ છે, જેને જોવા લોકો દૂર-દૂરથી આવે છે.

  કુંભનો મેળો

  કુંભનો મેળો

  દર 12 વર્ષે મનાવવામાં આવતા કુંભના મેળો આખી દુનિયામાં જાણીતો છે. આ મેળાની ખાસિયત એ છે કે કરોડો લોકો અહીં એક સાથે એકઠા થાય છે. તો કુંભની કેટલીક સારી તસવીરો આપને હરિદ્વાર, નાસિક ઉજ્જૈન અને ઇલાહાબાદમાં મળી શકે છે.

  પુષ્કરનો પશુ મેળો

  પુષ્કરનો પશુ મેળો

  પુષ્કર, વિશ્વ પ્રસિદ્ધ પશુમેળા માટે જાણીતો છે. પ્રત્યેક વર્ષે નવેમ્બર મહીનાની કાર્તિકેય પૂર્ણિમા દરમિયાન આ પશુમેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુ પુષ્કરમાં પધારે છે અને પવિત્ર પુષ્કર તળાવમાં પાવન ડુબકી લગાવે છે.

  ગંગામાં સ્નાન

  ગંગામાં સ્નાન

  આ સુંદર તસવીર હરિદ્વારની છે. અત્રે શ્રદ્ધાળુઓ પોતાના પાપ ધોવા અને મોક્ષપ્રાપ્તિ માટે આવે છે.

  નાગાલેંડ

  નાગાલેંડ

  આ તસવીર નાગાલેંડની સંસ્કૃતિને બખૂબી દર્શાવી રહી છે. નાગાલેંડ સુંદર પહાડોની વચ્ચે ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું એક નાનકડું રાજ્ય છે.

  ફીયરફુલ હમ્પી

  ફીયરફુલ હમ્પી

  આ સુંદર તસવીર કર્ણાટક રાજ્યના એક શહેર હમ્પીની છે. હમ્પી એક પ્રાચીન શહેર છે અને તેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે અને ઇતિહાસકારો અનુસાર તેને કિષ્કિન્ધાના નામથી બોલાવવામાં આવતું હતું.

  હેવલોક દ્વીપ

  હેવલોક દ્વીપ

  આ તસવીર હેવલોક દ્વીપની છે. આ સુંદર સ્થાનનું નામ અંગ્રેજ હુકુમતના પ્રધાન હેનરી હેવલોકના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ અંદમાનનું પ્રમુખ પર્યટન સ્થળ છે.

  વીજાપુર, ડેક્કનનો તાજમહેલ

  વીજાપુર, ડેક્કનનો તાજમહેલ

  શું આપ જાણો છો કે ભારતમાં એક નહીં પરંતુ બે તાજમહેલ છે. બીજો તાજમહેલ આપને વીજાપુરમાં જોવા મળી જશે.

  મેઘાલય

  મેઘાલય

  મુખ્યરુપે ખાસી જયંતિયા અને ગારો જનજાતિઓનું ઘર મેઘાલય ભારતનું એક ખૂબ જ સુંદર રાજ્ય છે.

  મહાબળેશ્વર

  મહાબળેશ્વર

  કોઇ સ્વર્ગથી ઓછું નથી મહાબળેશ્વર. મહાબળેશ્વરને પાંચ નદીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે.

  બાળપણમાં લઇ જાય છે ટોય ટ્રેન

  બાળપણમાં લઇ જાય છે ટોય ટ્રેન

  બાળપણમાં પોતાના પ્રાણીસંગ્રહાલય અથવા પાર્કોમાં ટોય ટ્રેનની યાત્રા ચોક્કસ કરી હશે. પરંતુ આ ટ્રેન છે શિમલા અને દાર્જલિંગમાં.

  ઇંડિયન રેલવે

  ઇંડિયન રેલવે

  ભારતીય રેલવેને ભારતના પ્રાણ કહેવામાં આવે છે. ભારતની રેલવેમાં દરેક પ્રકારના લોકો મુસાફરી કરે છે.

  પાંગોંગ ત્સો તળાવ

  પાંગોંગ ત્સો તળાવ

  હિમાલયમાં એક તળાવ છે પાંગોંગ ત્સો તળાવ, જેની ઊંચાઇ લગભગ 4500 મીટર છે. આ 134 કિમી લાંબી છે અને ભારતના લદ્દાખથી તિબ્બત પહોંચે છે.

  તાજમહેલ

  તાજમહેલ

  તાજમહેલ દેશ-દુનિયામાં તેની બનાવટને કારણે પ્રસિદ્ધ છે. અને લોકો તેને માણવા માટે દુરસુદુરથી આવી પહોંચે છે.

  રાજસ્થાન ફરીથી

  રાજસ્થાન ફરીથી

  રાજસ્થાનમાં એક ટૂરિસ્ટ માટે એ બધુ જ છે જેની તેને તલાશ છે. અહીં આપને એક તરફ સુંદર મહેલો અને બીજી તરફ વિશાળ કિલ્લાઓને પણ જોઇ શકો છો.

  મગર

  મગર

  આ તસવીર ચેન્નાઇના ક્રોકોડાઇલ બેંકની છે. આ ક્રોકોડાઇલ બેંકની ગણતરી એશિયાના પહેલા ક્રોકોડાઇલ બ્રીડિંગ સેટંર તરીકે પણ થાય છે.

  જળમહેલ

  જળમહેલ

  જયપુરના એક તળાવની વચ્ચે આવેલું છે આ જળમહેલ. આ મહેલને રાજા-મહારાજા અને તેમના પરિવારો માટે શિકાર લોજ તરીકે બનાવવામાં આવ્યું હતું.

  દુનિયાના સૌથી ઊંચાઇવાળા સ્થાનની યાત્રા

  દુનિયાના સૌથી ઊંચાઇવાળા સ્થાનની યાત્રા

  આ સુંદર તસવીર છે ખાર્દૂંગ લા દર્રેની. જે 18,380 ફુટની ઊંચાઇ પર સ્થિત છે. જે દુનિયાનું સૌથી ઊંચું ગાડી ચલાવવા યોગ્ય સ્થળ છે.

  ખુશિયોનું શહેર

  ખુશિયોનું શહેર

  ઇન્દોરની નજીક આવેલું માંડૂ-માંડવગઢ અથવા શાદિયાબાદને જુના જમાનાથી ખુશિયોની ભૂમિ કહેવાય છે.

  કાશ્મીર

  કાશ્મીર

  કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે, તેમજ શ્રીનગરના ડલ તળાવને કાશ્મીરનો દાગીનો કહેવામાં આવે છે.

  રોયલ્ટીની ઝલક

  રોયલ્ટીની ઝલક

  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થાનના લોકપ્રિય હોવા ઉપરાંત પણ ગુજરાતમાં ઘણું બધું છે, જો આપ ગુજરાત આવશો તો વડોદરાના અલગ અલગ મહેલો જેવા કે લક્ષ્મી વિલાસ મહેલને જોવાનું ભૂલતા નહીં.

  જ્યા દેખાય છે પ્રકૃતિ

  જ્યા દેખાય છે પ્રકૃતિ

  જો આપ પ્રકૃતિને નજીકથી જોવા માંગતા હોવ તો કર્ણાટના નાગરહોલ આવો. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટેનું પસંદગીનું સ્થળ છે.

  ગાર્ડને જે હૃદયને ટચ કરી લે

  ગાર્ડને જે હૃદયને ટચ કરી લે

  આગરાના મહેતાબ બાગની ગણતરી એ ગાર્ડનોમાં થાય છે જે કોઇનું પણ મન મોહી લે છે. મહેતાબ બાગનો અર્થ થાય છે ચાંદની રોશનીવાળો બગીચો.

  10 મિલિયનનું અજબ ગજબ રહસ્ય

  10 મિલિયનનું અજબ ગજબ રહસ્ય

  ઉનકોટીનો શાબ્કિક અર્થ છે એક કરોડમાં એક ઓછું. કોઇને નથી ખબર કે ત્રિપુરામાં આ ભગવાન શિવ અને અન્ય દેવતાઓને સમર્પિત કલાકૃતિઓનું નિર્માણ કોણે કર્યું છે.

  આ નિયાગ્રા તો નથી ને?

  આ નિયાગ્રા તો નથી ને?

  આ સુંદર તસવીર તમિલનાડુના હોગેનક્કલ ઝરણાની છે. હોગેનક્કલ ઝરણા બેંગલુરથી 135 કિમી. દૂર તમિલનાડુના ધરમપુરી જિલ્લામાં કાવેરી નદી પર સ્થિત છે.

  English summary
  Have you ever dabbled in travel photography?This is part 1 of a two part series.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more