
બિલાસપુરઃ મંદિર અને પ્રાકૃતિક સ્થળોની યાત્રા
બિલાસપુર છત્તીસગઢનું બીજો સૌથી મોટો અને ત્રીજો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. આ ભારતમાં વિદ્યુત ઉત્પાદનનું કેન્દ્ર છે. બિલાસપુર રેલવેના માધ્યમથી સૌથી વધુ રાજસ્વ ઉત્પન્ન કરનારા સ્થળોમાંનુ એક છે. છત્તીસગઢ રાજ્યનું ઉચ્ચ ન્યાયાલય અહીં સ્થિત છે. ભિલાઇ, રાયપુર, કોરબા અને રાયગઢની સાથો-સાથ, બિલાસપુર આપણા દેશમાં સ્ટીલ નિર્માણ માટે પણ જાણીતું છે.
ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત, અન્ય અનેક એવી વાતો છે, જે બિલાસપુરમાં છે, જેમાં કેરી, સમોસા, કોસા સિલ્ક સાડી, સુંઘદિત દૂબરાજ ચાવલ. આ ક્ષેત્રની સાડીઓ સારી અને વિવિધ રંગોની હોય છે. હાથથી બનાવાયેલી સાડી બિલાસપુરની રંગીન સંસ્કૃતિ દર્શાવે છે. બઘેલી અને ભરિઆ અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. રાવત નાચ મહોત્સવ રાવત જનજાતિઓ દ્વારા મનાવવામાં આવતો બિલાસપુરનો લોક નૃત્ય ઉત્સવ છે.
શહેરનું નામ બિલાસપુર સત્તરમી સદીમાં માછલી પકડનાર મહિલા બિલાસા પરથી પડ્યું છે. આ સ્થળ ક્યારેક માછીમારોનો અડ્ડો હતું. અહીં લાતેર મરાઠા શાસન કરતા હતા, તેમન શાસન ઇસ્ટ ઇન્ડિયા કંપની આવવાથી ખતમ થઇ ગયું.
બિલાસપુરમાં વિભિન્ન પુરાતાત્વિક સ્થળ અને મંદિર વિશ્વ ભરના પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર છે. અચાનકમાર વન્યજીવ અભ્યારણ્ય છત્તીસગઢમાં પ્રસિદ્ધ પારિસ્થિતિક પ્રવાસન સ્થળમાનું એક છે. હસદેવ બાંગો બાંઘ બિલાસપુરથી 105 કિમી દૂર છે. મલ્હાર અને રતનપુર પુરાતત્વનું કેન્દ્ર રહ્યાં છે. પ્રાચીન મંદિરોથી લઇને કિલ્લાના અવશેષ અહીં જોવા મળે છે.
તાલાગ્રામ દેવરાણી-જેઠાણી મંદિર માટે પ્રસિદ્ધ છે. બુલબુલા દ્વીપ અને રાધિકા પાણી પાર્ક, આ એ પાર્ક છે, જે સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓના મનને રમણીય બનાવી દે છે. બેલપાનમાં એક વિશાળ તળાવ સાથે જ એક સમાધી છે. ખુટાઘાટ એક દર્શનીય સ્થળ છે અને પ્રકૃતિ પ્રેમીઓનું મનપસંદ.
ખૂટાઘાટની આસપાસ વન, બાંઘ અને પર્વતો છે. કબીર ચબૂતરા બિલાસપુરથી 41 કિમી દૂર મહાત્મા અને સંતો માટે એક કેન્દ્ર છે. બિલાસપુર મુખ્ય નદી આપરાના તટ પર સ્થિત છે. લીલાગર અને મનિયારી, જિલ્લાની અન્ય નાની નદીઓ છે. સોનમુડા વધુ એક પ્રવાસન આકર્ષણ છે, જે ઘાટીઓ, પર્વતો અને જંગલનું એક મનોરમ દ્રશ્ય છે. સોન નદી સોનમુડાથી ઉત્પન્ન થઇ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ બિલાસપુરને.

બિલાસપુર શહેર
બિલાસપુર શહેરની તસવીર

બિલાસપુરમાં મંદિર
બિલાસપુરમાં આવેલા મંદિરની તસવીર

દિવાલ પર મૂર્તિઓ
બિલાસપુરમાં દિવાલો પર મૂર્તિઓ

બિલાસપુરની મૂર્તિઓ
આ તસવીરમાં બિલાસપુરમાં આવેલી મૂર્તિઓ જોઇ શકાય છે.

મનોરમ દ્રશ્ય
બિલાસપુરનું મનોરમ દ્રશ્ય

રોક મૂર્તિકળા
બિલાસપુરમાં રોક મૂર્તિકળા

ઐતિહાસિક સ્મારક
બિલાસપુરમાં આવેલુ ઐતિહાસિક સ્મારક

જંગલનો ભાગ
બિલાસપુરના જંગલનો ભાગ

બિલાસપુરમાં આવેલું જંગલ
આ તસવીર બિલાસપુરમાં આવેલા જંગલની છે.

દેવીની તસવીર
બિલાસપુરમાં આવેલા દેવીની તસવીર

બિલાસપુરના હરણ
આ તસવીર બિલાસપુરમાં આવેલા હરણની છે.

બિલાસપુરનું પુરાતત્વ
આ તસવીર બિલાસપુરના પુરાતત્વની છે.

પુરાતાત્વિક સ્મારક
બિલાસપુર પુરાતાત્વિક સ્મારક

અદ્બૂત મૂર્તિ
બિલાસપુરની અદ્ભૂત મૂર્તિ

સુંદર મંદિર
બિલાસપુરનું સુંદર મંદિર

અચાનકમાર વન્યજીવ અભ્યારણ્ય
બિલાસપુરમાં આવેલું અચાનકમાર વન્યજીવ અભ્યારણ્ય

અભ્યારણ્યમાં વાઘ
બિલાસપુર અભ્યારણ્યમાં આવેલા વાઘ

બાઇસન
બિલાસપુર અચાનકમાર વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા બાઇસન

તાલાગ્રામમાં પ્રતિમા
બિલાસપુરના તાલાગ્રામમાં આવેલી પ્રતિમા

દેરાણી જેઠાણી મંદિર
બિલાસપુરના તાલાગ્રામમાં આવેલું દેરાણી જેઠાણી મંદિર

મંદિરની મૂર્તિઓમાં કોતરણી
મંદિરની મૂર્તિઓમાં કોતરણી

રતનપુરની દિવાલ
બિલાસપુરના રતનપુરની દિવાલ

રતનપુરની મૂર્તિઓ
બિલાસપુરની રતનપુર મૂર્તિઓ

રતનપુરમાં કિલ્લો
બિલાસપુરના રતનપુરમાં કિલ્લો

રતનપુરમાં આવેલો કિલ્લો
બિલાસપુરના રતનપુરમાં આવેલો કિલ્લો