કોલકતાની સુંદરતાથી છવાઇ ગઇ બૉલીવુડની આ ફિલ્મો

કોલકતા નાઇટ રાઇડર્સે આઇપીએલ 7નો ખિતાબ જીત્યા બાદ કોલકતા ફરી એકવાર લાઇમ લાઇટમાં આવી ગયું છે. જોકે આ શહેર માત્ર ક્રિકેટના કારણે જ નહીં પરંતુ બૉલીવુડ ફિલ્મોના કારણે પણ સતત લાઇમ લાઇટમાં રહે છે. અમે આ એટલા માટે નથી કહી રહ્યાં કે કોલકતા સાથે શાહરુખ ખાન જોડાયેલો છે(કોલકતા નાઇટ રાઇડર્સ ટીમનો માલિક) પરંતુ અનેક બૉલીવુડ હિટ્સ ફિલ્મોમાં આ સાંસ્કૃતિક શહેરને દર્શાવવામાં આવ્યું છે. અહીનું આર્કિટેક્ટ, સુંદરતા વિગેરેને અનેક હિટ ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યું છે.

કોલકતાને બૉલીવુડમાં ફિલ્મ નિર્માતાઓ દ્વારા રી ડિસ્કવર્ડ કરવામાં આવ્યું છે, તેમ કહીએ તો પણ ચાલે, જેમકે બૉલીવુડ ફિલ્મ્સ, દેવદાસ, કહાની, પરિણીતા, ગુંડે, લૂટેરા સહિતની અનેક ફિલ્મોનું શૂટિંગ કોલકતામાં કરવામાં આવ્યું છે. જેમાની કેટલીક ફિલ્મો તો આ શહેર પર આધારિત સ્ટોરી પરથી જ બનાવવામાં આવી છે અને ફિલ્મમાં કોલકતાને અત્યંત સુંદર રીતે દર્શાવવામાં પણ આવી રહ્યું છે, જેમકે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ'ને જોયા બાદ તમે કોલકતાના પ્રેમમાં પડી જશો. આ ફિલ્મ બિમલ રોયની દેવદાસની રીમેક હતી, જે શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નોવેલ આધારિત હતી. એટલું જ નહીં કેટલીક ફિલ્મોમાં આપણને બંગાળી ભાષાનો પણ ઉપયોગ જોવા મળે છે, જેમકે ભૂલ ભૂલૈયા અને અતિથિ તુમ કબ જાઓગે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કે કઇ કઇ ફિલ્મનું શૂટિંગ કોલકતામાં કરવામાં આવ્યું છે.

દેવદાસ

દેવદાસ

સંજય લીલા ભણસાલીની દેવદાસ ફિલ્મનું શૂટિંગ પણ કોલકતામાં કરવામાં આવ્યું છે. બેંગોલી સંસ્કૃતિની સાથોસાથ આ ફિલ્મમાં આપણે વિંટેજ કાર્સ પણ જોઇ શકીએ છીએ.

પરિણીતા

પરિણીતા

પ્રદીપ સરકારની પરિણીતા ફિલ્મનું શૂટિંગ કોલકતામાં કરવામાં આવ્યું છે, જેમાં ટ્રામ, હારવા બ્રીજ, દાર્જલિંગની ટોય ટ્રેન અને કોલકતાને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમજ ધુનિ ડાન્સ પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.

ગુંડે

ગુંડે

ગુંડે ફિલ્મનું શૂટિંગ પણ કોલકતામાં કરવામાં આવ્યું છે. જેમાં કાલી મંદિર, દક્ષિણેશ્વર, ગંગા નદી, હારવા બ્રીજ અને દૂર્ગા પૂજા દર્શાવવામાં આવી છે.

યુવા

યુવા

યુવા ફિલ્મનું શૂટિંગ પણ કોલકતામાં કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેડિશનલ રિક્ષા પુલર, હારવા બ્રીજ, પ્રેસિડેન્સી કોલેજ, તેમજ વિદ્યાસાગર સેતુ દર્શાવવામાં આવ્યા છે.

ધ નેમસેક

ધ નેમસેક

જંપા લહિરીની બેસ્ટ સેલિંગ નોવેલ પર આધારિત ફિલ્મ ધ નેમસેકનું શૂટિંગ કોલકતામાં કરવામાં આવ્યું હતું.

લવ આજકલ

લવ આજકલ

સૈફ અલી ખાન અને દીપિકા પાદૂકોણ અભિનિત ફિલ્મ લવ આજકલનું શૂટિંગ પણ કોલકતામાં કરવામાં આવ્યું હતું. જેમાં હારવા બ્રીજ દર્શાવવામાં આવ્યો છે.

બરફી

બરફી

અનુરાગ બાસુની ફિલ્મ બરફીમાં કોલકતા અને ડાર્જલિંગને રચનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

કહાની

કહાની

આ ફિલ્મથી કોલકતા ફરી લાઇમલાઇટમાં આવ્યું હતું. આ ફિલ્મને સાઉથ કોલકતામાં શૂટ કરવામાં આવી હતી. જેમાં વિદ્યા બાલન અભિનેત્રી હતી.

લૂટેરા

લૂટેરા

ઓ. હેનરીની ધ લાસ્ટ લીફ પરથી પ્રેરિત થઇને બનાવવામાં આવેલી ફિલ્મ લૂટેરાનું શૂટિંગ પણ કોલકતામાં થયું હતું, જેમાં 50ના દશકાનું બંગાળ દર્શાવવામાં આવ્યું છે.

ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી

ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી

આ ફિલ્મનું શૂટિંગ કોલકતામાં થઇ રહ્યું છે. આ ફિલ્મનો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X