For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવા ઝરણા જ્યાં ભીંજાઇને અભિનેત્રીઓ બની વધુ હોટ

|
Google Oneindia Gujarati News

શૂટિંગ, જેવું આ નામ આપણા મગજમાં આવે છે, અનેકગણા કેમેરા હીરો, હીરોઇન, ખુરશી પર બેસેલા ડિરેક્ટર, દોડાદોડી કરતા પ્રોડ્યુસર, હીરોના ઓટોગ્રાફ લેતી સુંદર યુવતીઓ જેવી અનેક વાતો જાતે જ તમારા મનમાં ઘર કરવા લાગે છે. જો અમે તમને પૂછીએ કે શું તમે ક્યારે કોઇ ફિલ્મનું શૂટિંગ જોયું છે? તો કદાચ તમારો જવાબ હશે હા અથવા તો ના. જો તમે શૂટિંગ જોઇ હશે તો તમે તને બીજી વખત અવશ્ય જોવા માગશો અને જો આ નહીં જોઇ હોઇ તો તમારી ઇચ્છા હશે કે એક વાર શૂટિંગ જોઉ.

તમે તમારા પસંદીદા સિતારાઓ જેમ કે શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ, બિપાશા બાસુ, કેટરીના કેફ, કરીના કપૂરને તમારી સામે થિરકતા જોવા માગશો અને જો તક મળે તો તેની સાથે વાતો કરવા પણ ઇચ્છશો. આજે પણ ભારતમાં અનેક લોકો એવા છે, જે કોઇ હોટ ગીતની વચ્ચે પોતાના પંસદીદા અભિનેતા અભિનેત્રિઓને જોઇને સિનેમા હોલેને પોતાની તાળીઓના ગડગડાટથી ભરી દે છે.

આજે ભારતમાં અનેક સ્થળ એવા છે છે. માત્ર બૉલીવુડના કારણ જે જાણીતા બન્યા છે. આજે અમે તમને તસવીરો થકી એવી ઝરાણાઓ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેને બૉલીવુડ દ્વારા ફિલ્મોમાં શાનદાર રીતે દર્શાવવામાં આવ્યો છે.

અથિરાપ્પિલ્લી ફોલ

અથિરાપ્પિલ્લી ફોલ

અથિરાપ્પિલ્લી ઝરણુ ચલાકુદ્ય નદી જે પશ્ચિમી ઘાટના સ્ત્રોતમાંથી નિકળે છે. આ શાનદાર ઝરણુ, નિયાગ્રા ફોલ્સ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ચલાકુદ્ય દની વાજચુલા વન વિભાગમાંથી વહે છે. આ ઝરણુ 24 મીટરની ઉંચાઇ પરથી પડે છે અને નીચે નદીમાં સામેલ થાય છે.

અથિરાપ્પિલ્લીમાં બૉલીવુડ

અથિરાપ્પિલ્લીમાં બૉલીવુડ

અથિરાપ્પિલ્લી વોટરફોલમાં બૉલીવુડની અનેક ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવે છે. જો આ સ્થાન પર શૂટિંગની શરૂઆત અંગે વાત કરવામાં આવે તો, અહીં સૌથી પહેલાં નિર્દેશક મણિરત્નમે પોતાની ફિલ્મ દિલ સેનું શૂટિંગ કર્યું હતું. તાજેતરમાં ફિલ્મ રાવણનુ ગીત બહને દે આ સ્થળે શૂટ કરવામાં આવ્યું છે. જાણીતા સિનેમેટોગ્રાફર રાજીવ મેનને પોતાના કેમેરામાં અનેકવાર આ સ્થળને કેદ કર્યું છે.

 હોગેનક્કલ ફોલ

હોગેનક્કલ ફોલ

હોગેનક્કલ ઝરણું બેંગ્લોરથી 135 કિમી દૂર તમિળનાડુની ધરમપુરી જિલ્લાની કાવેરી નદી પર સ્થિત છે. આ ઝરણું પોતાના પાણીના ઔષધીય ગુણો માટે ઘણું પ્રસિદ્ધ છે. તમે શાહરુખ ખાન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ અશોકાના અનેક ગીતો આ ઝરણા પાસે જોયા હશે.

દૂધસાગર ઝરણુ

દૂધસાગર ઝરણુ

જો દૂધ સાગરનો શાબ્દિક અર્થ જોવામાં આવે તો તેનો અર્થ થાય છે દૂધનો સમુદ્ર. આ ઝરણુ ગોવા-કર્ણાટક સીમા પર આવેલું છે, જેનું નિર્માણ મંડોવી નદીમાં થયું છે. આ સ્થળે તમે માત્ર ટ્રેનના માધ્યમથી જઇ શકો છો. તાજેતરમાં આવેલી ચેન્નાઇ એક્સપ્રેસ ફિલ્મમાં આ ઝરણું દર્શાવવામાં આવ્યું છે.

નૂરાનંગ ફોલ

નૂરાનંગ ફોલ

શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત અભિનીત ફિલ્મ કોયલા જુઓ, તેમાં તમને એક સુંદર ઝરણું જોવા મળશે, જી હાં, આ છે નૂરાનંગ ફોલ. અરૂણાચલ પ્રદેશના તવાંગમાં આવેલા ઝરણાનો સમાવેશ ભારતના શ્રેષ્ઠ ઝરણાઓમાં થાય છે.

English summary
bollywood s favourite waterfalls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X