Photos માં કંઇ આવી રીતે કેદ થઇ દુનિયાની સૌથી સુંદર ઇમારત
વિશ્વની સાત અજાયબીમાં તાજ મહેલ સૌથી પહેલા સ્થાન પર છે. આ અજયબીની અનેક તસવીરો જેમા તાજમહેલને જોઇ તમે પણ બોલી જશે. પ્રેમનું સ્વર્ગ એટલે તાજ મહેલ.
ભલે લોકો તાજમહેલને પ્રેમના પ્રતીક તરીકે જોતા હોય પણ પ્રેમના પ્રતીકની સાથે જ તાજ મહેલ સ્થાપત્ય કળાનો પણ અદ્ધભૂત અને બેનમૂન પ્રતીક છે. તાજ મહેલ, વિષે કોઇ ના જાણતું હોય તેવું ભાગ્યે જ બને. વિશ્વની સાત અજાયબીમાં તાજ મહેલ સૌથી પહેલા સ્થાન પર છે. કહેવાય છે કે, મુગલ બાદશાહ શાહજંહાએ તેમની પત્ની મુમતાઝની યાદમાં આ મહેલ બનાવવામાં આવ્યો હતો. તાજમહેલ ભારતીય, પર્સિયન અને ઇસ્લામિક વાસ્તુશિલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. આજે પણ લોકો તેને એક પ્રેમનું પ્રતીક માને છે. દેશ દુનિયાના અનેક લોકો તેની મુલાકાતે આવે છે. તો ચાલો આપણે પણ તાજ મહેલની કેટલીક બેનમૂન તસવીરોની સફરે જઇએ.

વાહ 'તાજ'
તાજમહેલ બનાવવાનું કામ ઇ.સ.1632ની શરૂઆતમાં કરવામાં આવ્યુ હતું. 21 વર્ષ સુધી હજારો કારીગરો, શિલ્પકારો દ્વારા તેને બનાવવામાં આવ્યો. તાજ મહેલ દરેક ઋતુ અને તહેવારે કંઇક અલગ લાગે છે. આ તસવીરને તમે જોશો તો તમને તાજ મહેલ દૂર છે તેવું લાગશે. પરંતુ ધ્યાનથી દેખશો તો તમને તે નીચે પાણીમાં તમારી ઘણી નજીક છે એવો અહેસાસ થશે.

સુર્યાઅસ્તે તાજ મહેલ
સફેદ આરસ પર સુરજની પહેલી કિરણ પડતા જે રીતે તે પીળા રંગોથી જગમગી ઊંઠે છે તે રીતે જ સૂર્યાઅસ્ત સમયે પણ સૂર્યનો કેસરી રંગ તેને તરબોળ કરી નાખે છે. આ ફોટોમાં તમે યમુના કિનેરે થતા સુર્યાઅસ્ત અને તાજમહેલને જોઇ શકો છો.

પ્રાર્થનામાં તાજ
ઇ.સ. 1653માં તૈયાર થયેલ આ તાજમહેલનું મુખ્ય આકર્ષણ મુમતાઝ મહેલનો મકબરો છે. જેને સફેદ આરસમાંથી બનાવવામાં આવ્યો હતો. ઊંચા ઘુમટ અને વક્રાકાર ગેટ લોકોને પોતાની તરફ વધારે ને વધારે ખેચે છે. આ તાજમહેલની પાસેથી યમુના નદી પસાર થાય છે. ત્યાંનાં લોકો અવારનવાર અહીં બંદગી કરવા માટે તાજ મહેલ પાસેના ઘાટે જતા હોય છે. તેની આ સુંદર તસવીર છે.

બકરી ઇદની રોનક
તાજ મહેલની બીજી ઓળખ તેના 40 મીંટર ઊંચા મીનારા પણ છે. મહેલના ચારે ખુણે આવેલા આ મીનારાઓ તાજમહેલને વધારે સુંદર બનાવે છે. આ મીનારાઓ ત્રણ ભાગોમાં વહેચાયેલા છે. મુસ્લિમ લોકોની મસ્જીદોમાં પણ આવા મીનીરા રાખવામાં આવે છે. આ તસવીર બકરી ઇદની છે. આ દિવસે લોક નમાજ અદા કરી રહ્યા હતા તેની ખુબ જ સુંદર તસવીર છે. જેમા પાછળ તાજમહેલ દેખાઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
