ભારતમાં દરિયામાં રમતી ડોલ્ફિન જોવી હોય, તો જાવ અહીં...

Posted By:
Subscribe to Oneindia News

ડોલ્ફિન એ હમેશા સૌનાં આકર્ષણ અને કુતુહલનું કેદ્ર હોય છે. કારણ કે ડોલ્ફિન વિષે આપણે ઘણા કિસ્સા-કહાનીયો વાંચતા રહ્યે છીએ પણ આજે આપણે ડોલ્ફિનનાં મેહમાન બનવું હોય તો ક્યાં જવું તેની વાતો કરીશું. ડોલ્ફિન વિષે સૌથી રસપ્રદ વાત એ છે કે તેને મજ્જા પડી જાય તેવા નખરા કરવા માટે ટ્રેનીંગ આપવામાં આવે છે. ક્યારેક તે ફૂટબોલ રમે તો ક્યારેક કુદરતી રીતે જ કુદાકુદ કરી આપણા મન મોહી લે છે. હવે તમે જ કહો આવી નખરાળી ડોલ્ફિનને તેના કુદરતી નિવાસસ્થાન પર જોવા કોનું મન ઉત્સુક ન હોય?

ટ્રાવેલ: ઓડિસ્સાના "હાઇડ એન્ડ સીક" બીચનું રહસ્ય

ભારતની રાષ્ટ્રીય જલીય પશુ ગણાતી ડોલ્ફિન ગંગા અને બ્રમ્હપુત્ર નદીમાં કુદાકુદ કરતી નજરે પડે છે. આ ઉપરાંત કેટલાક દરિયાઈ કિનારા પર પણ ડોલ્ફિન, પર્યટકોનું ધ્યાન ખેચે છે. તો તૈયાર છો ને ડોલ્ફિનની જળક્રીડાનો લુત્ફ ઉઠાવવા માટે?

કલાન્ગુટે બીચ

કલાન્ગુટે બીચ

કલાન્ગુટે બીચમાં ડોલ્ફીન્સ જોવી ખુબ જ મજેદાર છે. અહીં પર્યટકો ડોલ્ફીન્સ જોવા માટે ખાસ બોટ્સની સવારી કરે છે. ગોવામાં અનેક એવા બીચ અને નદીઓ છે જ્યાં ડોલ્ફીન્સ જોવા મળે છે. અને તેના માટે સૌથી બેસ્ટ છે કલાન્ગુટે બીચ, જ્યાં આપ ડોલ્ફિનનાં ગલ-ગોથીયાની મજા માણી શકો છો. સમુદ્રમાં નૌકા વિહાર કરતા હોય અને આસપાસ ડોલ્ફીન્સ ગોથા ખાતી હોય આવા દ્રશ્યની કલ્પના જ રોમાંચિત કરી દે છે. આ ઉપરાંત માંડોવી રીવર, કેનડોલીમ બીચ જેવા સ્થળો પર પણ ડોલ્ફિનની ક્રિયાઓની મજા માણી શકો છો.

તારકર્લી બીચ

તારકર્લી બીચ

મહારાષ્ટ્રનો સમુદ્રી કિનારો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે જ. અનેક બીચ સ્પોર્ટ્સની સાથે ઘણા બીચ એવા છે જે ડોલ્ફીનનું ઘર પણ છે. તેમનું એક છે તારકર્લી બીચ, જે સિંધુદુર્ગ નું એક અસામાન્ય બીચ છે, જ્યાં આપ ડોલ્ફીનોની ક્રિયાઓનો લુત્ફ ઉઠાવી શકો છો. અહીં નાં બંધ અને સી બીચ ડોલ્ફીન્સની સાથે એક સુંદર દ્રશ્ય નિર્માણ કરે છે.

સાતપાડા ચિલ્કા ઝીલ

સાતપાડા ચિલ્કા ઝીલ

સાતપાડા ચિલ્કા ઝીલ માટે એ કેહવું જરાય અતિશયોક્તિ નથી કે આ ઝીલ પોતાનાં વિશાળ ફલક માટે લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. અનેક યાયાવર પક્ષીઓની સાથે જ અહીં ડોલ્ફીનોનો પણ વાસ છે. આ પાણીના પ્રવાહમાં હોળીની સવારી કરવી તો મજેદાર છે જ પણ એનાથી પણ વધુ મજાનું છે ડોલ્ફીનોને પોતાની આસપાસ રમતી જોવી...

વિક્રમ શીલા ડોલ્ફિન ગંગા અભ્યારણ

વિક્રમ શીલા ડોલ્ફિન ગંગા અભ્યારણ

ગંગા નદી બિહારમાં સુલતાનગંજથી કહલગાંવ સુધી વહે છે. અહીં જોવા મળતી ડોલ્ફીનો માટે જ તેનું નામ વિક્રમ શીલા ડોલ્ફિન ગંગા અભ્યારણ પડ્યું છે. રસપ્રદ વાત તો એ છે સમગ્ર એશિયામાં આ એક માત્ર ગંગા નદીની ડોલ્ફીનો માટે સંરક્ષિત ક્ષેત્ર બનાવેલું છે. તો ઓક્ટોબરથી જુન મહિના સુધીમાં નીકળી પાડો ડોલ્ફિન અભ્યારણની મજા માણવા અને આ ખુશનુમા ડોલ્ફીનોની ખુશીમાં શામેલ થઇ જાઓ.

નોર્થ બટન આઈલેન્ડ

નોર્થ બટન આઈલેન્ડ

નોર્થ બટન આઈલેન્ડ નેશનલ પાર્ક એ અંદામાન નિકોબારનો એવો આઈલેન્ડ છે જે અનેક સમુદ્રી પ્રજાતિ અને પોતાની વિશેષતા માટે જાણીતો છે. અહીં આવીને તમારી આ યાત્રા સફળ યાત્રા કેહવાશે. આ આઈલેન્ડ મુખ્યત્વે ડોલ્ફીનો અને ડુંગોંગ માટે વધુ પ્રસિદ્ધ છે.

અગત્તી દ્વીપ

અગત્તી દ્વીપ

અગત્તી દ્વીપ અદભુત રહસ્યમયી લક્ષદ્વીપ આઈલેન્ડ છે, જે સફેદ રેતીનાં બીચ અને લીલા-વાદળી પાણી માટે પ્રસિદ્ધ છે. અહીં કેટલાય એવા બીચ છે પોતાની અંદર અનેક રહસ્યોને સમાવી બેઠા છે. આપના માટે એક ખાસ વસ્તુ રાહ જોઈ રહી છે તે છે અહીંની ચંચળ ડોલ્ફીન્સ. અગત્તી દ્વીપ ભારતનું સૌથી બેસ્ટ ડોલ્ફીનો માટેની મંઝીલ છે. અહીં અનેક ડોલ્ફીનો ગમત કરી આપને આમંત્રિત કરી રહી છે. તો રાહ શેની જુઓ છો? પહોચી જાઓ આમાંનાં કોઈ પણ સ્થળે અને શામેલ થઇ જાઓ આ રમતિયાળ ડોલ્ફીનોની અદભુત રમતમાં..

English summary
Ganga river flows for a stretch of 50km from Sultanganj to Kahalgaon in Bihar. Observing the concentration of Gangetic river dolphins in this region, Vikramashila Dolphin Gangetic Sanctuary was set up in Bhagalpur.
Please Wait while comments are loading...