For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગબીવાળું નહીં, મજા તો છે જોવામાં સ્લમડોગવાળુ મુંબઇ

|
Google Oneindia Gujarati News

આપણામાંથી કેટલાક લોકો એવા છે, જેઓ જ્યારે પણ મુંબઇની કલ્પના કરે છે, તો કેટલીક વાતો તેમના મનમાં આપમેળે જ આવી જાય છે, જેમકે આ શહેર લોકોની ભીડથી ભરેલું છે વેગવંતુ શહેર છે, જ્યાં દરેક ખૂણામાં ગંદકી વસે છે, જ્યાં લોકો ચોલ અને ખોલીઓમાં રહીને કઠણાઇઓ સાથે જીવન ગુજારે છે, વડા પાવ ખાઇને લોકલ ટ્રેનમાં યાત્રા કરતા પોતાના રોજગારની શોધમાં નીકળે છે. બની શકે કે આ કોઇ વ્યક્તિની એક વિશેષ વિષય પર પોતાનો અંગત પ્રતિભાવ હોઇ શકે છે અને બની શકે કે તે સાચો હોય અથવા તો ખોટો. અહીં અમે તમને એ જ કહેવા માંગીશુ કે તમારી આંખોને જરા ખોલો અને એક ઘણી જ સકારાત્મક નજરથી જુઓ ચોકક્સ તમને મુંબઇની બદલાયેલી તસવીર જોવા મળશે, જે અનેક પ્રકારે ખાસ છે.

જો તમે મુંબઇમાં છે અને જેઓ દરરોજ મુંબઇ માટે દર્શન કરે છે, તો હવે થોડુંક નવું અને હટકે કરો. જો તમે એ વિચારી રહ્યા છો કે, શું આવું કરી શકાય છે તો અમે તમારી દુવિધાના નિવારણ માટે જ બેઠા છીએ. જો તમે મુબંઇને થોડુંક હટકે જોવા માગો છો તો તમે ફિલ્મ સિટી જઇ શકો છો અને અહીં તમને મનપસંદ સિતારાઓને મળી શકો છો. તમે ઇચ્છો તો મુંબઇના સ્લમને પણ જોઇ શકો છો. જો તમારી ઇચ્છા છે તો મુંબઇના વર્લ્ડ ફેમસ ડબ્બાવાળાઓ સાથે બે મીનિટ રોકાઇને વાત કરી તેમના હાલ ચાલ પૂછી શકો છો.

જો તમારે સાચું મુંબઇ જોવું છે તો તમારે મોટા પડદાવાળા મુંબઇની કલ્પના કેમ કરીએ? શા માટે સ્લમડોગ મિલિયોનરવાળું મુંબઇ જોવામાં ના આવે, જે સામાન્ય હોય અને આપણા જેવા હોય, તો તેને શા માટે જોવામા ના આવે અને અનુભવવામાં ના આવે. તો ચાલો વધુ ચર્ચા નહીં કરીને તમને તસવીરો થકી કરીએ મુંબઇની એકદમ વાસ્તવિક યાત્રાને.

બૉલીવુડ ટૂર

બૉલીવુડ ટૂર

શું તમે તમારી જાતને સિલ્વર સ્ક્રીન સાથે જોડાયેલી અનુભવો છો? તો આ જોડાણને વધુ નજીકથી જોવા માટે મુંબઇથી શ્રેષ્ઠ સ્થળ કયુ હોઇ શકે છે. તો આ વખતે તમારી મુંબઇ યાત્રા પર તમે ફિલ્મ સિટીનો પ્રવાસ અવશ્ય કરો, આ એ સ્થળ છે, જ્યાં દર વર્ષે 100થી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે.

બૉલીવુડ ટૂર

બૉલીવુડ ટૂર

1978માં નિર્મિત મુંબઇ ફિલ્મ સિટી આજે 350 એકરમાં ફેલાયેલી છે, જેમાં 20થી વધારે ઇન્ડોર સ્ટૂડિયો છે, સાથે જ અહીં આઉટડોર શૂટ માટે અનેક સારા લોકેશન છે. આ સ્થળ ટૂરિસ્ટો માટે ખુલ્લું છે, પરંતુ સારું છે કે તમે કોઇ સારા ટૂરિસ્ટ ઓપરેટર સાથે જ અહીં આવો. આ ટૂરિસ્ટોની સુવિધા માટે મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગ દ્વારા અનેક આકર્ષક ટૂર પેકેજ આપવામાં આવે છે, જેમાં આવનારા પ્રવાસીઓ માટે ઘણુ જ હોય છે.

ધારાવી સ્લમ ટૂર

ધારાવી સ્લમ ટૂર

જો તમે એશિયાનો સૌથી મોટો સ્લમ એરિયા જોવો છે તો, તમે ધારાવી સ્લમ એરિયામાં જરૂરથી જાઓ, જ્યાં તમને સાચા મુંબઇના દર્શન થશે. ધારાવી સ્લમ વિસ્તારને મુંબઇ યાત્રાના ટૂર પેકેજમાં સામેલ કરવામાં આવે છે, આ માટે તમારે 500થી 4000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.

ધારાવી સ્લમ ટૂર

ધારાવી સ્લમ ટૂર

ઝોપડીઓ ઉપરાંત તમે ધારાવી સ્લમ વિસ્તારમાં અનેક લઘુ ઉદ્યોગોના પણ દર્શન કરી શકો છો. તો અહીં આવો અને જુઓ કેવી રીતે નાના કારખાના કામ કરે છે.

રાતમાં મુંબઇનો પ્રવાસ

રાતમાં મુંબઇનો પ્રવાસ

જો તમે મુંબઇની લાઇફનો સાચો લુત્ફ ઉઠાવો છે તો મુંબઇ આવ્યા બાદ અહીંની નાઇટ ટૂર પર અવશ્ય જાઓ. સાંજ થતાં જ અહીંની મરીન ડ્રાઇવ, જુહૂ ચૌપાટી, નરીમન પોઇન્ટ લોકોની ભીડનો નજારો જોવા મળે છે. આ દરમિયાન જ્યાં એક તરફ તમને પરિવાર સાથે લોકો જોવા મળશે તો તમને લવ બર્ડ્સ પણ જોવા મળશે.

રાતમાં મુંબઇનો પ્રવાસ

રાતમાં મુંબઇનો પ્રવાસ

મુંબઇમાં આવવાથી તમને અહીંના વીટી સ્ટેશન અથવા વીટી સ્ટેશન અથવા સીએસટી અવશ્ય જુઓ અને અનુભવ કરો અહીં 2008માં થયેલા હુમલાને. આખા વિશ્વમાં વીટી સ્ટેશનનો સમાવેશ સૌથી વધુ ચહલ પહલવાળા સ્ટેશન તરીકે કરવામાં આવે છે.

મુંબઇ સ્ટ્રીટ ફૂડ

મુંબઇ સ્ટ્રીટ ફૂડ

જો તમે મુંબઇ છો અને અહીંનું સ્ટ્રીટ ફૂડ ના ખાઓ તો એક હદે તમારી યાત્રા અધૂરી માનવામાં આવશે. જો તમે સ્ટ્રીટ ફૂડના શોખીન છો તો મુંબઇની ખાઉ ગલી તમારી રાહ જુએ છે.

મુંબઇ સ્ટ્રીટ ફૂડ

મુંબઇ સ્ટ્રીટ ફૂડ

અહીં આવીને તમે પાવ ભાજી, ભેલપુરી, સેવપુરી, વડા પાવ ખાઓ અને તમારી મુંબઇ યાત્રાને હંમેશા તમારા દિલમાં સજાવી લો.

મુંબઇ ડબ્બાવાલા

મુંબઇ ડબ્બાવાલા

વાત મુંબઇની હોય અને તમે ડબ્બાવાળાનો ઉલ્લેખ ના કરો તો તમારી મુંબઇ યાત્રા ફીકી રહી જાય છે. કહેવામાં આવે છે કે આજે મુંબઇ આ જ ડબ્બાવાળાઓના દમ પર ચાલે છે, રસપ્રદ વાત એ છે કે આજે હાર્વર્ડ, વ્હાર્ટન અને સ્ટૈનફોર્ડ બિઝનેસ સ્કૂલ આ ડબ્બાવાળાઓના પ્રબંધથી પ્રભાવિત થઇને તેમને પોતાના પાઠ્યક્રમમાં સામેલ કરી લે છે અને તેમનું મેનેજમેન્ટ અહીંના બાળકોને શીખવવામાં આવે છે.

મુંબઇ ડબ્બાવાલા

મુંબઇ ડબ્બાવાલા

જણાવવામાં આવે છે કે, દરરોજ ડબ્બાવાળા યોગ્ય સમયે મુંબઇમાં 2 લાખથી વધારે લોકોને બપોરે લન્ચ કરાવે છે. નોંધનીય છે કે આ ડબ્બાવાળાના વ્યવસાયની શરૂઆત અંગ્રેજોના સમયમાં થઇ હતી. જો તમારે આ ડબ્બાવાળાઓ સાથે વાત કરવી હોય તો તમને આ લોકો સવારે 11.30થી 12.30ની વચ્ચે કોઇપણ લોકલ ટ્રેનમાં મળી શકે છે. જ્યાંથી આ લોકો પોતાના ગ્રાહકોને ખાવાનું જમાડે છે.

English summary
Whatever you do or see in Mumbai, we forbid you from leaving Mumbai without doing these things. Try them and get a sense of what makes Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X