
હિન્દુ, બૌદ્ધ અને જૈનનો ત્રિવેણી સંગમ એટલે ઇલોરા
મહારાષ્ટ્ર રાજ્યના ઔંરગાબાદ જિલ્લાથી 30 કિ.મી દૂર એક પુરાતાત્વિક સ્થળ છે, જેને ઇલોરાની ગુફાઓ કહેવામાં આવે છે. આ વર્લ્ડ હેરિટેજ પ્લેસની યાદીમાં છે. માનવામાં આવે છે કે, આ ગુફાઓ રાશત્રાકુતા રાજવંશમાં બનાવવામાં આવી હતી. આ ગુફામાં ત્રણ ભાગ છે, જેમાં 34 ગુફાઓ બનેલી છે. ત્રણેય ભાગ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ માટે છે. બૌદ્ધ ભાગમાં 12, હિન્દુ ભાગમાં 17 અને જૈન ભાગમાં પાંચ ગુફાઓ છે. આ તમામ ગુફાઓ જૂના સમયમાં બનેલી અદભૂત કલાકૃતિ છે.
ગુફાઓનો પહેલા ભાગ બૌદ્ધ છે. 450થી 700 ઇસા બાદ બનેલા આ ભાગમાં 12 ગુફાઓ છે. આ 12 ગુફાઓને બે કોતરણીવાળા ભાગોમાં વિભાજીત કરી છે, એટલે કે 1થી 5 અને 6થી 12. લોકપ્રીય હિન્દુ ગુફાઓને બ્રાહ્મણ ગુફાઓ પણ કહેવામાં આવે છે અને આ ગુફાઓ 13થી 29 સુધી છે. તમામ 17 ગુફાઓ પશ્ચિમી ક્ષેત્ર તરફ છે.
આ તમામ ગુફાઓને વિભિન્ન અવધિ દરમિયાન બનાવાવમાં આવી છે. ઇલોરામાં ગુફાઓનો અંતિમ ભાગ જૈન ધર્મની છે. જેમાં 5 ગુફાઓ છે. તમામ ગુફાઓની વધુ એક મહત્વપૂર્ણ વિશેષતા છે કે પ્રત્યેક ગુફાઓમાં પાણીના સ્ત્રોત છે. આ કારણે ભિક્ષુ અને સન્યાસી લોકો આ ગુફાઓમાં રહેતા હતા, કારણ કે અહીંનું પાણી તેમની કામે આવતું હતું. આ વ્યવસ્થાને જોઇને જાણવા મળે છે કે, એ કાળમાં પાણીને એકઠું કરવાની પદ્ધતિ ઘણી સારી હતી. તો ચાલો તસવીરો થકી નીહાળીએ ઇલોરાની ગુફાઓને.

ઇલોરાની ગુફાઓ
ઇલોરામાં આવેલી ગુફાઓનો દૂરનો નજારો

શિવ પાર્વતી
ઇલોરામાં આવેલી બ્રાહ્મણ ગુફાઓમાં શિવ પાર્વતી

હિન્દુ ગુફાઓ
ઇલોરામાં આવેલી હિન્દુ ગુફાઓનું એક દ્રશ્ય

છત પર કોતરણી
ઇલોરામાં આવેલી હિન્દુ ગુફાઓમાં છત પર કોતરણી

દીવાલ પર બનેલી મૂર્તિઓ
ઇલોરાની બૌદ્ધ ગુફાઓમાં દીવાલ પર બનેલી મૂર્તિઓ

બૌદ્ધ ગુફાઓ
ઇલોરાની બૌદ્ધ ગુફાઓનો પ્રવેશ દ્વાર

દીવાલો પર મૂર્તિઓ
બૌદ્ધ ગુફાઓમાં દીવાલો પર બનેલી મૂર્તિઓ

બૌદ્ધ ગુફાઓમાં મૂર્તિઓ
બૌદ્ધ ગુફાઓમાં આવેલી મૂર્તિઓ

બૌદ્ઘ ગુફાનું બહારનું દ્રશ્ય
ઇલોરાની બૌદ્ધ ગુફાનું બહારનું દ્રશ્ય

ગુફામાં બુદ્ધ
બૌદ્ઘ ગુફાઓમાં બુદ્ધ