નેચર સાથે છે પ્રેમ તો જઇ આવો આ પ્રેમાળ ગામમાં
આજે અમે તેમને અવગત કરાવી રહ્યાં છીએ દક્ષિણ ભારતના એક એવા ગામથી જે એ લોકો માટે છે, જેને પ્રકૃતિ પ્રત્યે સન્માન છે અને તેને પ્રેમ કરે છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ, બિંદૂરની. ઉડપી જિલ્લાના કુંદાપુર તાલુકામાં સ્થિત બિંદૂર એક નાનું અમથું ગામ છે, જે પોતાના સુંદર બીચો અને મંત્રમુગ્ધ કરી દેતા સૂર્યાસ્ત માટે પ્રકૃતિ પ્રેમીઓની વચ્ચે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. ધર્મની દૃષ્ટિએ પણ આજે બિંદૂરનો સમાવેશ દક્ષિણ ભારતના પ્રમુખ ધાર્મિક સ્થળોમાં થાય છે. બિંદૂર બીચ પર સ્થિત અને ભગવાન શિવને સમર્પિત સોમેશ્વર મંદિર પર અહીના સ્થાનિક લોકોને વિશેષ આસ્થા છે. આ મંદિરમાં સ્થાપિત લિંગ અને સુંદર મૂર્તિઓ પોતાની સુંદરતાથી તમને મંત્ર મુગ્ધ કરી દેશે.
આ ગામ જેટલું સુંદર છે તેના કરતા વધારે રસપ્રદ તેના નામકરણ પાછળની કહાણી છે. પૌરાણિક કહાણી અનુસાર બિંદૂર ગામનું નામ સંત બિંદૂના નામ પરથી રાખવામાં આવ્યું છે. કહેવામાં આવે છેકે તેમણે ઓટિનિની નામના પર્વત પર નિરંતર અને કપરી તપસ્યા કરી, જેના કારણે આ ગામનું નામ બિંદૂર રાખવામાં આવ્યું. આ પર્વતની ટેકરીથી તમે આખો સમુદ્ર, સમુદ્રી તટ અને સૂર્યાસ્ત જોઇ શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ શું શું છે, બિંદૂરની આસપાસ. (તસવીરો બિંદૂર બીચની છે)

બિંદૂર બીચ
બિંદૂર તટ, બિંદૂરનું પ્રમુખ આકર્ષણ કેન્દ્ર છે. આ મરવંતી તટથી 45 કિ.મી દૂર છે. બિંદૂરથી સૂર્યાસ્ત ઘણો જ સારો દેખાય છે. કહેવામાં આવે છેકે, બિંદૂર નજીક ઓટિનિની નામના પર્વત પર સંત બિંદૂએ ઘોર તપસ્યા કરી હતી, તેથી આ ગામનું નામ બિંદૂર રાખી દેવામાં આવ્યું. આ તટ પરની શાંતિ પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે.

બેલક તીર્થ ઝરણુ
બેલક તીર્થ ઝરણુ ઓટિનિનીથી થોડૂક દૂર છે. આ પોતાની ઝૂલતી ચટ્ટાણો અને સુંદર સૂર્યાસ્ત માટે પ્રસિદ્ધ છે.

ક્ષિતિજા નિસ્ર ધામ
ક્ષિતિજા નિસ્ર ધાણ ઉડીપીથી 29 કિ.મી દૂર ઓટનિનીમાં છે. આ સ્થળ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે. આ એક નાની અમથી પહાડી પર સ્થિત છે, જ્યાંથી તમે આખો અરબ સાગર જોઇ શકો છો. અહી મળી આવતા લાંબા નારિયેળના ઝાડોને જોતા લાગે કે તે પોતાના હાથોથી આકાશને સ્પર્શવાના પ્રયાસો કરી રહ્યાં છે.

સનેશ્વર મંદિર
બિંદૂરનું સનેશ્વર મંદિર ઘણું જ પ્રાચીન છે. મંદિરમાં દર્શન માટે આખું વર્ષ ભક્તોની ભીડ લાગેલી રહે છે.

મહાકાળી મંદિર-સોમેશ્વર મંદિર
મહાકાળી મંદિર
બિંદૂરનું મહાકાળી મંદિર આશરે 300 વર્ષ જૂનુ છે. આ મંદિરની દેખરેખ ચિતરપુર સારસ્વત પરિવાર રાખે છે.
સોમેશ્વર મંદિર
સોમેશ્વર મંદિર બિંદૂરના પ્રાચીન મંદિરોમાનું એક છે. આ શિવ મંદિર છે, મંદિરની અંદર શિવલિંગ અને અનેક મૂર્તિઓ છે. આ મંદિર બિંદૂર નદી અને અરબ સાગરની નજીક છે.

શ્રી રામચંદ્ર મંદિર
શ્રી રામચંદ્ર મંદિર
બિંદૂરનું રામચંદ્ર મંદિર ભગવાન રામને સમર્પિત છે, જેને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરના દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આવે છે. આ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે.
કેવી રીતે જવું બિંદૂર
આ બેંગ્લોરથી 140 કિ.મી દૂર છે. બેંગ્લોર અને મેંગ્લોર જવા માટે અનેક બસોની સેવા ઉપલબ્ધ છે. તમે કોંકણ રેલવે માર્ગ દ્વારા પણ બિંદૂર જઇ શકો છો.