અદભૂતઃ અહીં વિભિષણે ભગવાન ગણેશ પર કર્યો હતો પ્રહાર, દેખાય છે ઈજાનું નિશાન
ભારત વિવિધતા અને આશ્ચર્યનો દેશ છે. અહીં ધાર્મિક રીત રિવાજ અને પરંપરા હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે. ભારત સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશ છે એટલે જ અહીં ધાર્મિક સ્થળ મોટા પ્રમાણમાં છે.
ભારત વિવિધતા અને આશ્ચર્યનો દેશ છે. અહીં ધાર્મિક રીત રિવાજ અને પરંપરા હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે. ભારત સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશ છે એટલે જ અહીં ધાર્મિક સ્થળ મોટા પ્રમાણમાં છે. ધ્યાનથી જોઈએ તો ભારતના મોટા ભાગના મંદિરોનો સંબંધ પૌરાણિક કાળ સાથે છે. આ ધાર્મિક સ્થાનની મુલાકાત તમારી શ્રદ્ધા તો વધારે જ છે, સાથે ભારતના ઈતિહાસને પણ તમારી સામે લાવે છે. વાત ઉત્તર ભારતની હોય કે દક્ષિણની શ્રદ્ધાના પુરાવા ચારે તરફ છે.
આજે આ ખાસ લેખમાં અમે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ધાર્મિક અને ભૌગોલિક રીતે વધુ મહત્વ રાખે છે. સાથે જ તેની સાથે જોડાયેલી પૌરાણિક દંત કથાઓ તમને વિચારતા કરી મૂક્શે. તો જાણીએ આ અદભૂત મંદિર વિશે.

ઉચ્ચી પિલ્લયાર મંદિર
PC- Raj
તામિલનાડુના ત્રિચીમાં આવેલું આ મંદિર ભગવાન ગણેશનું પ્રાચીન મંદિર છે. જેનો સંબંધ સાતમી સદી સાથે હોવાનું કહેવાય છે. આ મંદિર ત્રિસીના એક રોક ફોર્ટ પર આવેલું છે. આ પ્રાચીન મંદિર 273 ફૂટની ઉંચાઈ પર છે, જ્યાં પહોંચવા માટે 400 પગથિયા ચડવા પડે છે. પૌરાણિક સાક્ષ્ય મુજબ આ એ સ્થાન છે, જે ભગવાન ગણેશ અને વિભિષણ વચ્ચેની ચોંકાવનારી ઘટના સાથે છે.

મંદિરની વાસ્તુ કલા
PC- Ankushsamant
આ મંદિર 83 મીટર ઉંચા વિશાળ પથ્થર પર બનેલું છે, એટલે તેને રોક ફોર્ટ મંદિર પણ કહે છે. કહેવાય છે કે આ પથ્થરને તોડવાની શરૂઆત પલ્લવોએ કરી હતી, પરંતુ વિજયનગર રાજ્યના મદુરાઈ નાયકોએ આ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. આ એક અદભૂત મંદિર છે, જેની રોક કટ વાસ્તુ કળા મુલાકાતીઓને આકર્ષે છે.
પ્રાચીન વારસો હોવાને કારણે ભારતીય પુરાતત્વ વિભાગ અંતર્ગત તેને સુરક્ષિત કરાયું છે. આ રોક ફોર્ટ ટેમ્પલ પરથી તમે આખા શહેરને જોઈ શકો છો. ખાસ કરીને રાત્રે ઝગમગતુ શહેર સુંદર લાગે છે.

મંદિર સાથે જોડાયેલી પૌરાણિક દંતકથા
PC- Geek 007
આ મંદિર સાથે પોરાણિક દંતકથા પણ જોડાયેલી છે. મનાય છે કે રાવણના વધવ બાદ શ્રીરામે વિભીષણને રંગનાથની મૂર્તિ આપી હતી. રંગનાથ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. રાવણ અને વિભિષણને એકબીજા સાથે નહોતું બનતું તે જગ જાણે છે. અને રાવણનો વધ કરવામાં વિભીષણે ભગવાન રામનો સાથ આપ્યો હતો. જે સમયે વિભિષણને રામે રંગનાથની પ્રતિમા આપી, તો દેવલોકના તમામ દેવતાઓએ નારાજગી વ્યક્ત કરી. તમામ દેવો ભગવાન ગણેશ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી કે આ ઘટના અટકાવે. આ પ્રતિમાને લઈ માન્યતા હતી કે પહેલીવખત તે જ્યાં રાખવામાં આવશે ત્યાં જ સ્થાપિત થશે.
મનાય છે કે રાવણના ભાઈ વિભીષણ જ્યારે રંગનાથની મૂર્તિ લઈને ત્રિચી પહોંચ્યા તો તેને કાવેરી નદીમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. તેમને પ્રતિમા છેક લંકા લઈ જવાની હતી અને તે તેને જમીન પર મૂકી નહોતા શક્તા, એટલે વિભીષણને કોઈને શોધવા લાગ્યા. ત્યારે જ ગોવાળના રૂપમાં ભગવાન ગણેશ પહોંચ્યા. વિભીષણે આ મૂર્તિ ગણેશજીના હાથમાં આપી અને કહ્યું કે જમીન પર ન રાખતા. પરંતુ જેવા વિભીષણ સ્નાન કરવા ગયા કે ગણેશજીએ પ્રતિમા જમીન પર મૂકી દીધી.
આ જોઈને વિભીષણને ગુસ્સો આવ્યો અને બાળક તરફ દોડ્યા. વિભીષણને જોઈ ભગવાન ગણેશ પહાડની ટોચ પર પહોંચી ગયા. આગળ રસ્તો નહોતો. એટલે ત્યાં જ અટકી જવું પડ્યું. આ દરમિયાન વિભીષણે બાળકના માથા પર પ્રહાર કર્યો. જે બાદ ભગવાન ગણેશે પોતાનું અસલી સ્વરૂપ દર્શાવ્યું. વિભીષણે પોતાની ભૂલ માટે માફી માગી, ત્યારથી ભગવાન ગણેશ આ પહાડી પર બિરાજમાન છે. ભગવાન ગણેશની પ્રતિમા પર આજે પણ ઈજાના નિશાન જોઈ શકાય છે.

રાક્ષસના નામ પર શહેરનું નામ
PC- Melanie-m
કહેવાય છે કે તિરુચિરા પલ્લીનું જુનુ નામ થિસિરુપુરમ છે, જે એક રાક્ષસના નામ પરથી રખાયું હતું. દંતકથા અનુસાર આ રાક્ષસે ભગવાન શિવની આરાધના કરી હતી, જે બાદ શહેરનું નવું નામ થિરિસપુરમ રખાયું હતું. એવી માન્યતા છે કે અહીં પર્વતના ત્રણ શિખર પર ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશ વાસ કરે છે. રોક ફોર્ટ મંદિર એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. જ્યાં ભગવાન ગણેશની દરરોજ છ આરતી થાય છે.

કેવી રીતે આવશો ?
PC- Raj
તિરુચિરાપલ્લી તામિલનાડુનું પ્રસિદ્ધ શહેર છે. જ્યાં તમે ત્રણ રીતે પહોંચી શકો છો. નજીકનું એરપોર્ટ તિરુચિરાપલ્લી છે. રેલ માર્ગ દ્વારા તમે તિરુચિરાપલ્લી રેલવે સ્ટેશન ઉતરી શકો છો. અને જો પોતાની કાર કે ટેક્સી હોય તો રોડ દ્વારા પણ પહોંચી શકો છો.












Click it and Unblock the Notifications
