અહીં મહિલાઓ બ્રા ઉતારીને માગે છે મન્નત, જાણો ક્યાં આવેલી છે અનોખી જગ્યા?

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. ભારતમાં હજારો પ્રકારની વિવિધતા ધરાવતા મંદિરો આવેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની જેમ જ વિદેશમાં પણ આવી ઘણી જગ્યાઓ આવેલી છે.

આજે આપણે જે જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ તે પણ આવી જ એક જગ્યા છે. આ જગ્યા વિશે એવી માન્યતા પ્રચલિત છે જેને પહેલી વખત સાભળ્યા બાદ માનવામાં પણ ન આવે.

bra

તમે ઘણા લોકોને ભગવાનને મંદિરોમાં ચુંદડી અને મઝારો પર ચાદર ચડાવતા જોયા હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ન્યુઝીલેન્ડમાં આવેલી એક જગ્યાએ મન્નત માંગવા માટે મહિલાઓ બ્રા ચડાવે છે.

ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ ઓટાગોમાં આવેલી કાર્ડોના નામની આ જગ્યાએ દેશમાં પ્રવાસનને વેગ આપ્યો છે. અહીં હજારો મહિલાએ દુર દુરથી આવે છે.

કાર્ડોના નામની જગ્યાએ મહિલાઓ તેમની બ્રા ઉતારે છે અને તેને લોખંડના તાર પર લટકાવી દે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને હવે તેને આસ્થા સાથે જોડવામાં આવી રહી છે.

જો કે, કપડાં ઉતારવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા કેટલી સાચી છે તેના કોઈ પુરાવા નથી. તેમ છતાં મહિલાઓ અને પ્રવાસીઓ આ પરંપરાને ખૂબ નિષ્ઠા સાથે અનુસરે છે, જે સ્થળને એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બનાવે છે.

કેવી રીતે શરૂ થઈ પરંપરા?
માનવામાં આવે છે કે આ અનોખી પરંપરા 1999 માં શરૂ થઈ હતી. આ વર્ષે પહેલીવાર ચાર બ્રા લોખંડના તાર પર લટકતી જોવા મળી હતી. આ પછી આ જગ્યા જાણીતી થઈ ગઈ. ધીરે ધીરે અહીં આવનાર મહિલા પ્રવાસીઓએ એક પછી એક બ્રા લટકાવવાનું શરૂ કર્યું.

થોડા સમય પછી આ જગ્યા એટલી ફેમસ થઈ ગઈ કે લોકો એ જોવા માટે આવવા લાગ્યા કે શા માટે અહીં મહિલાઓ આવે છે અને તેમના અંડરવેર વસ્ત્રો ઉતારે છે. જો કે ત્યાંની સરકારે આ પરંપરાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે આજે પણ ચાલુ છે.

ખાસ વાત એ છે કે મહિલાઓ આ કામ પોતાની મરજીથી કરે છે અને કોઈપણ દબાણમાં નહીં. તેઓ માને છે કે આમ કરવાથી તેમની ઈચ્છા પૂરી થાય છે, જે આ પરંપરાને જીવંત રાખી રહી છે.

આ પરંપરા કાર્ડોનામાં લગભગ બે દાયકા પહેલા એક રસપ્રદ અને વિચિત્ર ઘટના સાથે શરૂ થઈ છે. ન્યૂ યર પાર્ટી દરમિયાન કેટલીક યુવતીઓ અહીં આવી હતી અને દારૂના નશામાં પોતાના હોશ ગુમાવી બેઠી હતી. આ અવસ્થામાં તેણે પોતાની બ્રા ઉતારી અને લોખંડની વાડ પર લટકાવી દીધી. બીજા દિવસે સવારે જ્યારે લોકો ત્યાં પહોંચ્યા તો વાડ પર લટકતી બ્રા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

આ ઘટના પછી તે ચર્ચાનો વિષય બની અને લોકો તેને પરંપરા માનવા લાગ્યા. રસપ્રદ વાત એ છે કે બ્રા લટકાવેલી ચાર છોકરીઓ બીજા દિવસે સવારે ગુમ થઈ ગઈ હોવાનું કહેવાય છે. આ રહસ્યમય ઘટનાએ તેને વધુ લોકપ્રિય બનાવી. આ પરંપરા આજે પણ ચાલુ છે.

મન્નત પુરી કરવા બ્રા લટકાવવાની આ અનોખી પરંપરા જેટલી વિચિત્ર છે, તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત અહીંના ચોર છે. હેવાય છે કે વાડ પર લટકાવેલી બ્રા ચોરો ચોરી કરે છે અને આ ઘટનાએ આ સ્થળને વધુ ચર્ચિત બનાવી દીધુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X