For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ઐતિહાસિક સ્વર્ગ છે, રાજસ્થાનનું ઝાલાવાડ

|
Google Oneindia Gujarati News

ઝાલાવાડ રાજસ્થાનના હાડોતી(હાડવતી) ક્ષેત્રમાં દક્ષિણ પૂર્વિય ભાગમાં સ્થિત છે. તેને હાડાની ભૂમિ પણ કહેવામાં આવે છે. આ જિલ્લાનું કૂલ ક્ષેત્રફળ 6928 કિ.મી છે અને તે કોટા ડિવિઝનમાં આવે છે. ઝાલાવાડને બ્રિજનગર પણ કહેવામાં આવે છે અને આ જિલ્લા પ્રશાસનિકનું મુખ્યાલય છે. જિલ્લાના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર બારાં જિલ્લાતી ઘેરાયલો છે, જ્યારે દક્ષિણી પશ્ચિમી ભાગ પર કોટા જિલ્લાની સીમા છે.

ઐતિહાસિક રીતે ઝાલાવાડ શહેરનું નિર્માણ 1791 ઇ.માં ઝાલા જાલિમ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જે એ સમયના કોટા જિલ્લાના દિવાન હતા. તેમનું સ્વપ્ન આ ક્ષેત્રને સૈન્ય છાવણીના રૂપમાં વિકસિત કરવાનું હતું, જેથી મરાઠા ઘુસણખોરોથી આ ક્ષેત્રની રક્ષા કરી શકાય. બાદમાં અંગ્રેજોએ આ સ્થળને ઝાલા જાલિમ સિંહના પૌત્ર ઝાલા મદન સિંહને સોંપી દીધું. તેઓ ઝાલાવાડના પહેલા શાસક બન્યા અને તેમણે 1838થી 1845 સુધી આ સ્થળ પર રાજ કર્યું.

ઝાલાવાડ માટે યાત્રાની યોજના બનાવી રહેલા પ્રવાસી ઐતિહાસિક ઝાલાવાડ કિલ્લાનું ભ્રમણ કરી શકે ચે. આ કિલ્લાને ગઢ મહેલના નામથી પણ ઓળખવામાં આવે છે. ઝાલાવાડમાં 100 ફૂટ ઉંચુ સૂર્ય મંદિર છે, જે ભગવાન સૂર્યને સમર્પિત છે. તમે આ મંદિરની અંદર ભવ્ય કોતરણી કરેલી મૂર્તિઓને જોઇ શકો છો. આ શહેર ચંદ્રભાગા નદીના કિનારે સ્થિત છે અને ચારેકોર દીવાલોથી ઘેરાયેલું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રાજસ્થાનના ઝાલાવાડને.

ચંદખેરી જૈન મંદિર

ચંદખેરી જૈન મંદિર

ઝાલાવાડમાં આવેલા ચંદખેરી જૈન મંદિરની એક મૂર્તિ

ઝાલાવાડ કિલ્લો

ઝાલાવાડ કિલ્લો

ઝાલાવામાં આવેલા કિલ્લાનું એક દ્રશ્ય

ચંદ્રભાગા મંદિર

ચંદ્રભાગા મંદિર

ઝાલાવાડમાં આવેલું ચંદ્રભાગા મંદિર

ઝાલાવાડનું સૂર્ય મંદિર

ઝાલાવાડનું સૂર્ય મંદિર

ઝાલાવાડમાં આવેલું સૂર્ય મંદિર

English summary
Jhalawar is located in the south eastern part of Rajasthan in Hadoti (Hadavati), also known as the land of Hadas. This district covers an area of 6928 km and is a part of the Kota Division. Jhalawar, also known as Brijnagar is the administrative headquarters of the district. The north eastern area of the district is bounded by Baran District while the south western part is bordered by the Kota District.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X