For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અને કબીરધામ કહેવાયુ ‘છત્તીસગઢના ખજુરાહો’

|
Google Oneindia Gujarati News

કબીરધામ પહેલા કવર્ધા જિલ્લા તરીકે ઓળખાતું હતું અને આ દુર્ગ, રાજનંદગાંવ, રાયપુર અને બિલાસપુરની મધ્યમાં સ્થિત છે. તે 4447.5 કિ.મી²ના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. કબીરધામ એક શાંત અને નિર્મળ સ્થાન છે, જેને પ્રકૃતિ પ્રેમી ઘણા પસંદ કરે છે. તેની ચારેકોર ફેલાયેલું જંગલ, પર્વત અને ધાર્મિક મૂર્તિઓ પરિવેશને સુરમ્ય બનાવે છે.

કબીરધામના પશ્ચિમી અને ઉત્તરીય ભાગ સતપુડાની માઇકલ પર્વત શ્રેણીથી પરિબંધિત છે. તે સાકારી નદીના દક્ષિણ કિનારે સ્થિત છે. જે આ પ્રવાસન સ્થળની સુંદરતામાં વધારો કરે છે. પર્વત અને જંગલ સ્થળને વધુ આકર્ષક બનાવે છે. દૂર સુધી ફેલાયેલી હરિયાળી આંખોને એક અનેરો અહેસાસ કરાવે છે.

આ સ્થળનું નામ કબીર સાહિબના આગમન પર રાખવામાં આવ્યું છે. તેમના શિષ્ય, ધર્મદાસને પણ કબીરધામની જ ગુરુ ગાદી મળી. તેઓ આ સ્થાન પર 1806થી 1903 સુધી કબીર પંથના ગુરુ ગાદી પીઠ બની રહ્યાં. કવર્ધાની સ્થાપના 1751માં મહાબલી સિંહએ કરી. 2003માં તેનું નામ બદલીને કબીરધામ રાખવામાં આવ્યું. આ સ્થળ બ્રિટિશ શાસનને આધિન એક રિયાસત હતું તથા બિલાસપુરનો ભાગ પણ હતું.

અહીં રહેતા મોટાભાગના લોકો અગરિયા ભાષા બોલે છે, ખાસ કરીને જે માઇકલ પર્વતીય ક્ષેત્રના રહેવાસી છે. હાફ અને ફોક કબીરધામમાં વહેતી અન્ય નદીઓ છે. માઇકલ પર્વત શ્રેણીની કેસ્મરડા સૌથી ઉંચી ચોટી છે. કબીરધામ આગામી હવાઇ પટ્ટીના પ્રમુખ સ્થળોમાનુ એક છે.

કબીરધામ ભોરામદેવ મંદિર માટે પણ પ્રસિદ્ધ છે. મંદિરની ઉત્તમ વાસ્તુકળાના કારણે તે ખજુરાહોના મંદિર જેવું દેખાય છે. તેથી તે ‘છત્તીસગઢના ખજુરાહો' તરીકે પણ જાણીતુ છે. આ મંદિર જિલ્લા મુખ્યાલયથી 18 કિમી દૂર છે. મંદિર ઐતિહાસિક અને પુરાતાત્વિક બન્ને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

તેણે અનેક વિભિન્ન શાસકોનું શાસન જોયું છે. આ સ્થળ 9થી 14મી સદી સુધી નાગવંશી રાજાઓની રાજધાની રહ્યું, બાદમાં હયાહેવંશી રાજાઓએને આધિન થયું. પ્રાચીન કિલ્લાઓના અવશેષ જે આ શાસકોના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા તે આજે પણ હયાત છે.

ચૌરા અને છપરી કબીરધાનમાં કેટલાક અન્ય પ્રવાસન સ્થળ છે જેને જોઇને પ્રવાસી મોહિત થઇ જશે. મંડવા મહલ કબીરધામનું અન્ય એક ઉત્કૃષ્ટ ઐતિહાસિક સ્મારક છે. તે ભોરામદેવ મંદિરથી 1 કિ.મી દુર છે. આ નાગવંશી રાજા અને હાઇહાવંશી રાણીના લગ્ન સ્થળ તરીકે જાણીતું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ છત્તીસગઢના ખજુરાહોને.

કબીરધામમાં હરિયાળી

કબીરધામમાં હરિયાળી

આ તસવીરમાં કબીરધામની હરિયાળી દર્શાવવામાં આવી છે

સૂચના પટ્ટ

સૂચના પટ્ટ

કબીરધામમાં લગાવવામાં આવેલી સૂચના પટ્ટ

મનમોહક દ્રશ્ય

મનમોહક દ્રશ્ય

કબીરધામનું મનમોહક દ્રશ્ય

 માઇકલ હિલ

માઇકલ હિલ

કબીરધામની માઇકલ હિલ

મડવા મહલ

મડવા મહલ

કબીરધામનું મડવા મહલ

ભોરમદેઓ મંદિર

ભોરમદેઓ મંદિર

કબીરધામનું પર્યટક સ્થળ ભોરમદેઓ મંદિર

મંદિરની મજબૂતી

મંદિરની મજબૂતી

કંબીરધામના ભોરમદેઓ મંદિરની મજબૂતી

મંદિરની મૂર્તિઓ

મંદિરની મૂર્તિઓ

કબીરધામના ભોરમદેઓ મંદિરની મૂર્તિઓ

પૈશન ઓન સ્ટોન

પૈશન ઓન સ્ટોન

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં પૈશન ઓન સ્ટોન

આંશિક રીતે જીર્ણશીર્ણ

આંશિક રીતે જીર્ણશીર્ણ

કબીરધામનું ભોરમદેઓ મંદિર આંશિક રીતે જીર્ણશીર્ણ

મંદિરમાં નંદી

મંદિરમાં નંદી

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં નંદી

મંદિરમાં મંડપમ

મંદિરમાં મંડપમ

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં મંડપમ

કામુક મૂર્તિઓ

કામુક મૂર્તિઓ

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં કામુમક મૂર્તિઓ

સુંદર મૂર્તિઓ

સુંદર મૂર્તિઓ

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં સુંદર મૂર્તિઓ

હનુમાનજીનું મંદિર

હનુમાનજીનું મંદિર

કબીરધામના ભોરમદેઓ મંદિરમા હનુમાનજીનું મંદિર

દેવી દેવતાઓ

દેવી દેવતાઓ

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં દેવી દેવતાઓ

અલગ-અલગ દેવી દેવતાઓ

અલગ-અલગ દેવી દેવતાઓ

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓ

કોલમ

કોલમ

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં કોલમ

કામુક મૂર્તિકળા

કામુક મૂર્તિકળા

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં કામુક મૂર્તિકળા

કબીરધામનું ભોરમદેઓ મંદિર

કબીરધામનું ભોરમદેઓ મંદિર

આ તસવીર કબીરધામના ભોરમદેઓ મંદિરની છે

બૈક હિલ

બૈક હિલ

કબીરધામના ભોરમદેઓ મંદિરની બૈક હિલ

મંદિરમાં કલા

મંદિરમાં કલા

કબીરધામના ભોરમદેઓ મંદિરમાં કલા

આકર્ષક દ્રશ્ય

આકર્ષક દ્રશ્ય

કબીરધામના ભોરમદેઓ મંદિરનું આકર્ષક દ્રશ્ય

English summary
Kabirdham was earlier known as Kawardha district and is situated between Durg, Rajnandgaon, Raipur and Bilaspur. It stretches over an area of 4447.5 km². Kabirdham is a serene and peaceful place which is favoured by the nature lovers. The surrounding is picturesque with forests, mountains and religious sculptures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X