For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું સંગેમરમર શહેર કહેવાય છે, કિશનગઢ

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન સ્થિત કિશનગઢ એક શહેરની સાથે એક નગર પાલિકા છે, જે અજમેરના ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે અને ત્યાંથી 29 કિ.મી દૂર સ્થિત છે. કિશનગઢ બ્રિટિશ રાજ દરમિયાન જોધપૂર રિયાસતની રાજધાની પણ રહી ચૂંક્યુ છે.

આ શહેરનું નામ કિશન સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. કિશન સિંહ જોધપુરના રાજા હતા. કિશન સિંહ અંગે કહેવામાં આવે છેકે તે ઘણા જ હોશિયાર અને બહાદૂર હતા અન તેમના કારણે તે અહી શાસન કરવામાં સફળ રહ્યાં. કિશનગઢ પર 1840થી 1879 સુધી પૃથ્વી સિંહે શાસન કર્યું, ત્યારબાદ અહી સરદૂલ સિંહનું શાસન રહ્યું જે પૃથ્વી સિંહના પુત્ર હતા. વર્તમાનમાં બ્રિરાજ સિંહ ત્યાના મહારાજા છે.

આ શહેરના અનેક પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે, જેમાં ફૂલ મહલ પેલેસ, રુપનગઢ અને કિશનગઢ કિલ્લો મુખ્ય છે, પરંતુ કિશનગઢ કિલ્લો પ્રવાસીઓ વચ્ચે વધારે લોકપ્રીય છે. ચિત્રકળાની કિશનગઢ શૈલાની શરૂઆત અહીથી જ થઇ છે, જે ઘણી સુંદર છે, આ કળા હેઠળ બની ઠની નામક એક મહિલાના ચિત્ર પર કામ કરવામાં આવે છે, જે એ સમય નગરના નગરવધૂ હતા. કિશનગઢની તસવીરોમાં પ્રાકૃતિક દ્રશ્યો ઉપરાંત લીલા રંગનો ઉપયોગ ઘણો કરવામાં આવે છે.

આજે કિશનગઢને ચિત્રકલા ઉપરાંત ભારતના સંગેમરમરના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. કિશનગઢ વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં તમામ નવ ગ્રહોના મંદિર સ્થિત છે અને આ વાત તેને અન્યથી અલગ કરે છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ કિશનગઢને.

કિશનગઢ ફોર્ટ

કિશનગઢ ફોર્ટ

કિશનગઢમાં આવેલું કિશનગઢ ફોર્ટ

રુપનગઢ ફોર્ટ

રુપનગઢ ફોર્ટ

કિશનગઢમાં આવેલું રુપનગઢ ફોર્ટ

ફૂલ મહલ પેલેસ

ફૂલ મહલ પેલેસ

કિશનગઢમાં આવેલું ફુલ મહલ પેલેસ

ફૂલ મહલ પેલેસ

ફૂલ મહલ પેલેસ

કિશનગઢમાં આવેલું ફુલ મહલ પેલેસ

English summary
Kishangarh is a city and a municipality, situated around 29 km north-west of Ajmer in Rajasthan. Kishangarh served as the capital of the princely state of Jodhpur during the British rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X