For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોલ ઓફ ચાઇના સમાન છે આ કિલ્લાની દિવાલ

|
Google Oneindia Gujarati News

કુંભલગઢ, રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં સ્થિત એક વિખ્યાત પ્રવાસન સ્થળ છે. આ સ્થળ રાજ્યના દક્ષિણી ભાગમાં સ્થિત છે અને કુંભલમેરના નામથી પણ જાણીતું છે. કુંભલગઢ કિલ્લો રાજસ્થાન રાજ્યનો બીજો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. તેનું નિર્માણ પંદરમી સદીમાં રાણા કુંભાએ કરાવ્યું હતું. પ્રવાસન કિલ્લા પરથી આસપાસના રમણીય દ્રષ્યોનો આનંદ લઇ શકાય છે. શત્રુઓથી રક્ષા માટે આ કિલ્લાની ચારેકોર દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છેકે ચીનની મહાન દિવાલ બાદ આ એક સૌથી લાંબી દિવાલ છે.

રાજસ્થાનના અન્ય શહેરોની માફક, કુંભલગઢ પણ પોતાના શાનદાર મહેલો માટે પ્રસિદ્ધ છે, જેમાં બાદલ મહેલ પણ સામેલ છે. આ ઇમારત બાદલોના મહેલના નામથી પણ જાણીતી છે. મર્દાના મહેલ અને જનાના મહેલ આ મહેલના એકબીજા સાથે જોડાયેલા બે ભાગો છે. આ મહેલના શાનદાર રૂમ પેસ્ટલ રંગોથી નિર્મિત ભિત્ત ચિત્રોથી સુસજ્જિત છે. તેના મંડપ અદ્વિતીય વાતાનુકુલન પદ્ધિત માટે વિખ્યાત છે.

કુંભલગઢ પોતાના શાનદાર મહેલો ઉપરાંત અનેક પ્રાચીન મંદિરો માટે પણ પ્રસિદ્ધ છે. તેમાં વેદી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મુચ્છળ મહાદેવ મંદિર, પરશુરામ મંદિર, મમ્માદેવ મંદિર અને રણકપુર જૈન મંદિર આ પ્રવાસન સ્થળના મુખ્ય પવિત્ર સ્થળો છે. કુંભલગઢ અભ્યારણ્ય, ચાર સીંગોવાળા હરણ, કાળા દીપડા, જંગલી સુઅર જોવા માટે આ આદર્શ સ્થળ છે. હલ્દીઘાટી અને ઘણેરો કુંભલગઢના પ્રવાસન માટે અન્ય પ્રસિદ્ધ આકર્ષણ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કુંભલગઢને.

નીલકંઠ મહાદેવ મંદિર

નીલકંઠ મહાદેવ મંદિર

કુંભલગઢમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર

વેદી મંદિર

વેદી મંદિર

કુંબલગઢમાં આવેલું વેદી મંદિર

કુંભલગઢ કિલ્લાનું બુર્જ

કુંભલગઢ કિલ્લાનું બુર્જ

કુંભલગઢ આવેલા કિલ્લાનું બર્જ

કિલ્લાની દિવાલ

કિલ્લાની દિવાલ

કુંભલગઢ કિલ્લાની દિવાલ

કુંભલગઢ કિલ્લો અને પર્વત

કુંભલગઢ કિલ્લો અને પર્વત

કુંભલગઢમાં આવેલો કિલ્લો અને પર્વત

કિલ્લાની દિવાલ

કિલ્લાની દિવાલ

કુંભલગઢ કિલ્લાની દિવાલ

મનમોહક દ્રશ્ય

મનમોહક દ્રશ્ય

કુંભલગઢ કિલ્લાનું મનમોહક દ્રશ્ય

English summary
Kumbhalgarh is a renowned tourist destination located in the Rajsamand District of Rajasthan. This place lies in the Southern part of the state and is also known as Kumbhalmer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X