ગુફાઓનું શહેર છે, મહારાષ્ટ્રનું લોનાવાલા

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇની ઝડપી અને ગીચતા ભર્યા મહાનગરીય જીવનથી દૂર રોમેન્ટિક રજાઓ ગાળવા માટે, લોનાવાલા મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમી ક્ષેત્રમાં એક લોકપ્રીય પર્વતીય ક્ષેત્ર છે. સમુદ્ર સ્તરથી 625 મીટર ઉંચાઇ પર સ્થિત, આ અત્યંત સુંદર પર્વતીય ક્ષેત્ર, લોભામણા સહ્યાદ્રી પર્વતોનો એક ભાગ છે અને વિસ્તારમાં 38 વર્ગ કિ.મીની આસપાસ છે. લોનાવાલા મુંબઇથી 97 કિ.મી અને પૂણેથી માત્ર 64 કિ.મી દૂર છે.

લોનાવાલા સંસ્કૃતના શબ્દ લોનાવલીમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ છે, ગુફાઓ. લોનાવાલા શબ્દ લેન, જેનો અર્થ છે, પત્થરથી ખોદાયેલું આરામનું સ્થળ અને અવલીનો અર્થ છે, એક શ્રેણી. પ્રાચીન સમયમાં વર્તમાન લોનાવાલામાં યાદવ રાજાઓનું શાસન હતું. બાદમાં મુગલોએ તેને પોતાના કબજામાં લીધું અને આ ક્ષેત્રના સામરિક મહત્વનો અનુભવ કરીને લોનાવાલા પર ઘણા સમય સુધી રાજ કર્યું. 1871માં મુંબઇ ગવર્નર સર એલ્ફિસ્ટને લોનાવાલાની શોધ કરી. એ શોધ સમયે આ એક ગાઢ જંગલના રૂપમાં હતો અને માત્ર અમુક લોકો જ રહેતા હતા.

શહેરની હલચલ અને શોર બકોરથી દૂર, આખું વર્ષ આ હિલ સ્ટેશન પોતાની તાજી હવા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને સુખદ જલવાયુના કારણે સ્વાસ્થ્ય લાભ માટે પ્રસિદ્ધ છે. કહેવાની જરૂર નથી કે આ સ્થળ ઘરેલુ તથા વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવાના રૂપમાં વાર્ષભર સારી આવકનું સાધન છે.

લોકપ્રીય રીતે લોનાવાલાને સહયાદ્રીનું ઘરેણુ કહેવામાં આવે ચે, આ લાંબી પગયાત્રા અને ટ્રેકિંગ માટે એક લોકપ્રીય સ્થળ છે. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લા, પ્રાચીન ગુફાઓ અને આસપાસની શાંત ઝીલો આ શહેર સાથે જોડાયેલી છે. અહીંનો જલવાયુ સુખદ છે. લોનાવાલા એક તરફ ડેક્કનના પઠાર તો બીજી તરફ કોંકણ તટનું મનોરમ દ્રશ્ય પ્રસ્તૃત કરે છે અને આ શાંતિનો અનુભવ કરવા માટે ચોમાસાથા શ્રેષ્ઠ કોઇ ઋતુ નથી. સાથે જ તમે આસપાસના વ્યાપક ઝરણા અને હરિયાળી સર્વશ્રેષ્ઠ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ લોનાવાલાને.

પશ્ચિમી ઘાટ

પશ્ચિમી ઘાટ

લોનાવાલામા આવેલો પશ્ચિમી ઘાટ

ભૈરવનાથ મંદિર

ભૈરવનાથ મંદિર

લોનાવાલામાં આવેલું ભૈરવનાથ મંદિર

નૈસર્ગિક દ્રશ્ય

નૈસર્ગિક દ્રશ્ય

લોનાવાલામાં ડ્યૂકની નાકનું નૈસર્ગિક દ્રશ્ય

ઉભેલી ચટ્ટાણ

ઉભેલી ચટ્ટાણ

લોનાવાલામાં ડ્યૂકની નાકની ઉભેલી ચટ્ટાણ

વાદળોની ગોદમાં લોનાવાલા

વાદળોની ગોદમાં લોનાવાલા

ડ્યૂકની નાક પાસે વાદળોમાં ઘેરાયેલું લોનાવાલા

શ્રીવર્ધન ફોર્ટ

શ્રીવર્ધન ફોર્ટ

લોનાવાલામાં આવેલું શ્રીવર્ધન ફોર્ટ

English summary
The perfect romantic getaway from the crowded metropolitan life in Mumbai, Lonavala is a popular hill station in the western region of the state of Maharashtra. Located at 625 meters above the seal level, this exquisite hill station forms a part of the breathtaking Sahayadri hills and is just around 38 square kms in expanse. Lonavala is merely 64 km away from Pune and 89 km away from Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.