મહાશિવરાત્રી સ્પેશિયલઃ કેદારનાથ જ્યાં પાપમુક્ત થયા પાંડવ

Posted By:
Subscribe to Oneindia News

મહાદેવ અથવા ભગવાન શિવ અને ઘર્મ, માત્ર આપણી આસ્થા અને વિશ્વાસના પ્રતિક જ નથી, પરંતુ તે આપણને એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે. શિવ એક તરફ જ્યાં સૌમ્ય રૂપ ધરે અને તપ કરતા એક યોગી છે, તો બીજી તરફ મહાકાલ પણ તેમનું એક રૂપ છે. ખરેખર ભોલેનાથની લીલા અનોખી છે, શિવમાં તમને અનેક અલગ-અલગ ભાવોનું સમાગમ જોવા મળે છે, ક્યાંક શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને સજાવે છે, ક્યાંક એક ઝેરીલા વાસુકી સાપને પોતાના ગળાની શોભા બનાવે છે. શિવ જ્યાં અર્ધનારીશ્વર બની મહિલાઓના અધિકારોની વાત કરે છે તો ક્યાંક નિર્મળ નિષ્કામ પ્રેમનો પાઠ ભણાવે છે.

મહાશિવરાત્રી ખાતે આજે અમે તમને જ્યોર્તિલિંગને અવગત કરાવવા જઇ રહ્યાં છે, તેની એ ખાસિયત છે કે અહીં કુરુક્ષેત્રના યુદ્ધ ઉપરાંત પાંડવ પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે આવ્યા હતા. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ, કેદારનાથ મંદિરની જેનો સમાવેશ હિન્દુ ધર્મના મુખ્ય તીર્થોમાં થાય છે.

કેદારનાથ મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતની ગોદમાં કેદારનાથ મંદિર બાર જ્યોર્તિલિંગમાં સમ્મિલિત હોવાની સાથે ચાર ધામ અને પંચ કેદારમાનું પણ એક છે. અહીં પ્રતિકૂળ જલવાયુના કારણે આ મંદિર એપ્રિલથી નવેમ્બર મહિનાના મધ્યમાં જ દર્શન માટે ખુલે છે. પથ્થરોથી બનેલી કત્યૂરી શૈલીથી બનેલા આ મંદિર અંગે કહેવામાં આવે છે કે, તેનું નિર્માણ પાંડવ વશંના જન્મેજયે કરાવ્યું હતું. અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ અતિ પ્રાચીન છે. આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

કેદારનાથ મંદિર

કેદારનાથ મંદિર

મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતની ગોદમાં કેદારનાથ મંદિર બાર જ્યોર્તિલિંગમાં સમ્મિલિત હોવાની સાથે ચાર ધામ અને પંચ કેદારમાનું પણ એક છે.

ભૈરવનાથનું મંદિર

ભૈરવનાથનું મંદિર

કેદારનાથ પાસે જ ભૈરવનાથનું એક મંદિર છે

મંદિરની મહિમા

મંદિરની મહિમા

મંદિરની મહિમાનું વર્ણન કરતી એક સુંદર તસવીર

દર્શનાર્થીઓની ભીડ

દર્શનાર્થીઓની ભીડ

મંદિરમાં દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓની ભીડની તસવીર

રાત્રીનો નજારો

રાત્રીનો નજારો

કેદારનાથ મંદિરની રાત્રીમાં લેવામાં આવેલી એક શાનદાર તસવીર

પ્રાકૃતિક સુંદરતા

પ્રાકૃતિક સુંદરતા

અપાર પ્રાકૃતિક સુંદરતા સમાયેલી છે ભોલેનાથના કેદારનાથ ધામમાં

એક અન્ય પ્રાચીન મંદિર

એક અન્ય પ્રાચીન મંદિર

કેદારનાથ મંદિર પાસે જ સ્થિત છે શિવનું એક અન્ય પ્રાચીન મંદિર

શિવ કેદારનાથ મંદિર

શિવ કેદારનાથ મંદિર

શિવ કેદારનાથ મંદિરની સુંદર તસવીર

ઉખીમઠની તસવીર

ઉખીમઠની તસવીર

કેદારનાથ મંદિર પાસે આવેલા ઉખીમઠ મંદિરની તસવીર

વ્યાસ ગુહા

વ્યાસ ગુહા

કેદારનાથ પાસે જ આવેલા વ્યાસ ગુહાનું એક ચિત્ર

English summary
On this mahashivratri take a tour to Kedarnath Temple.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.