ભારતનું એવુ શહેર જ્યાં બારેમાસ સળગતી રહે છે ચિતા

Posted By: Super
Subscribe to Oneindia News

ભારતમાં આશ્ચર્યમાં મુકી દે તેવા સ્થળોની અછત નતી. ભારતમાં આવેલા તમામ પ્રવાસન સ્થળ પોતાની અંદર એક ખાસ પ્રકારની કહાણી છૂપાવીને બેસેલા છે, જે સાંભળવા અથવા વાંચવા મળે તો આપણી અંદર એક રોમાંચ જાગી જાય છે. આ દરેક કહાણી એટલી રસપ્રદ હોય છે કે, તમે એ સ્થળ પર એકવાર જવાની ઇચ્છા જરૂરથી કરશો.

આજે અમે એક શમશાન અંગે જણાવવામાં જઇ રહ્યાં છે, જે ભારતમાં એટલું લોકપ્રીય છે, કે તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. આ તમામ વાતો વાંચીને અને તેને સમજ્યા બાદ તમારું મનમાં કુતુહલના કારણે પ્રશ્નો ઉઠી રહ્યાં હશે કે આખરે અમે કયા શમશાન અંગે વાતો કરી રહ્યાં છીએ? ક્યાં છે? કેવું છે આ શમશાન? એવી કઇ બાબત છે કે જે તેને ખાસ બનાવે છે? તો ચાલો તમને જણાવી દઇએ કે અમે અહીં વાત કરી રહ્યાં છીએ વારાણસીના મણિકર્ણિકા ઘાટની. તો ચાલો તસવીરો થકી જાણીએ વારાણસીના મણિકર્ણિકા અંગે.

ગંગા નદીના તટ પર સ્થિત છે આ ઘાટ

ગંગા નદીના તટ પર સ્થિત છે આ ઘાટ

મણિકર્ણિકા ઘાટ વારાણસીમાં ગંગા નદીના તટ પર સ્થિત એક પ્રસિદ્ધ ઘાટ છે, આ ઘાટ સાથે જોડાયેલી કેટલીક કથાઓ છે.

આ ઘાટ સાથે જોડાયેલી કથા

આ ઘાટ સાથે જોડાયેલી કથા

એક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ શિવની તપસ્યા કરતા પોતાના સુદર્શન ચક્રથી આ કુંડ ખોદ્યુ હતુ. જેમાં તપસ્યા સમેય આવેલા તેમના સ્વેદ ભરાઇ ગયા, જ્યારે શિવ ત્યાં પ્રસન્ન થયા ત્યારે વિષ્ણુના કાની મણિકર્ણિકા આ કુંડમાં પડી ગઇ હતી.

ઘાટ સાથે જોડાયેલી બીજી રોચક કથા

ઘાટ સાથે જોડાયેલી બીજી રોચક કથા

બીજી કથા અનુસાર ભગવાન શિવને પોતાના ભક્તોથી છૂટકારો મળી રહ્યો નહોતો. દેવી પાર્વતી તેનાથી પરેશાન હતા અને શિવજીને રોકવા માટે તેમણે પોતાના કાનની મણિકર્ણિકા ત્યાં છૂપાવી દીધી હતી અને શિવજીને એ શોધવા માટે જણાવ્યું હતું. શિવજી તેને શોધી શક્યા નહીં અને આજ સુધી જેટલી પણ અન્ત્યેષ્ટિ એ ઘાટ પર થાય છે, તો તેને તેઓ પૂછે છે કે શું તેમણે જોઇ છે?

પ્રાચીન ગ્રંથો અનુસાર મણિકર્ણિકા ઘાટ

પ્રાચીન ગ્રંથો અનુસાર મણિકર્ણિકા ઘાટ

પ્રાચીન ગ્રંથો અનુસાર મણિકર્ણિકા ઘાટનો સ્વામી એ જ ચંડાલ હતો, જેણે સત્વાડી રાજા હરિશચંદ્રને ખરીદ્યા હતા. એ રાજાને પોતાના દાસ બનાવી આ ઘાટ પર અન્ત્યેષ્ટિ કરવા આવતા લોકો પાસેથી કર વસુલવાનું કામ આપવામાં આવ્યું હતુ.

ઘાટની વિશેષતા

ઘાટની વિશેષતા

મણિકર્ણિકા ઘાટની વિશેષતા એ છે કે, અહીં સતત હિન્દુ અન્ત્યેષ્ટિ કરવામાંઆવે છે, આ ઘાટ પર ચિતાની અગ્નિ સતત સળગતી રહે છે, ક્યારેય ઓલવાતી નથી.

પ્રવાસી કરે છે, મોત પ્રવાસન

પ્રવાસી કરે છે, મોત પ્રવાસન

મણિકર્ણિકા ઘાટ, વારાણસીનું એ ઘાટ છે, જ્યાં પ્રવાસી મોત પ્રવાસન કરે છે. અનેક પ્રવાસી અહીં હિન્દુ ધર્મના દાહ સંસ્કાર જોવા માટે અને રીતિ રિવાજોને સમજવા માટે આવે છે.

English summary
manikarnika ghat where the pyres always burn

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.