Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ રહ્યા ભારતના બેસ્ટ મોનસૂન ડેસ્ટિનેશન

[પ્રવાસન] જ્યારે પણ વરસાદ વરસતો હશે ત્યારે આપના હોઠો પર પ્રખ્યાત વરસાદી ગીતો આવી જતા હશે, જેમકે 'અબકે બરસ સાવન મે આગ લગેગી બદનમે...', 'આજ રપટ જાયે તો હમે ના ઉઠૈયો..' વગેરે વગેરે.. હા મિત્રો વરસાદની ભીંજવતી ઋતુ શરૂ થઇ ચૂકી છે, અને તેવામાં વરસાદી છાંટણાઓને જોઇને જ દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે. આ છાંટણાઓની વચ્ચે મન કરે છે કે ક્યાંક દૂર ફરવા નીકળી જઇએ જ્યાં આપ અને આપનો સંગાથી આ વરસાદી મૌસમને એકલા માણી શકે.

તો મિત્રો આવો મોડું શેનું છે, અમારા આ આર્ટિકલમાં અમે આપને ભારતના બેસ્ટ રોમાન્ટિંક મોનસૂન ડેસ્ટિનેશન અંગે જણાવી રહ્યા છીએ. જ્યાં પહોંચીને આપ આપના પાર્ટનરની સાથે ખૂબ મસ્તી કરી શકો છો. જ્યાં આપ બંનેની વચ્ચે સુંદર વાતાવરણ, પાણીનો ખળખળાટ, હરિયાળી અને રેતની ઠંડક હશે. જ્યાં ઠંડા ઠંડા છાંટણાઓમાં ભીંજાવાનો આનંદ જ કંઇક ઔર હોય છે.

સ્લાઇડરમાં માત્ર એક જ નજર ફેરવો અને જાણો ભારતભરમાં આવેલા પાંચ બેસ્ટ મોનસૂન ડેસ્ટિનેશન વિશે, અને આપના પાર્ટનર સાથે અહીં જવા માટે તૈયાર થઇ જાવ.

આ રોમાન્ટિંક સફર કરવી જ રહીં, જુઓ બેસ્ટ મોનસૂન ડેસ્ડિનેશન...

સાપુતારા, ગુજરાત

સાપુતારા, ગુજરાત

ગંગટોક, સિક્કિમ

ગંગટોક, સિક્કિમ

ગંગટોક હિમાપય પર્વતની શિવાલિક પર્વતમાળામાં સમુદ્ર સપાટી થી 1437મી કે 4700ફૂટ જેટલી ઊંચાઇ પર વસેલું છે. તેની આસપાસ ચારેય બાજુ પર્વતમાળાઓ આવેલી છે, જેનાં શિખરો મોટે ભાગે બરફથી છવાયેલ તેમ જ વાદળોથી આચ્છાદિત હોય છે. અહીં બરફવર્ષા પણ થાય છે. અહિયાં ફરવાની બહુ મઝા આવે છે. આ કારણે અહીં પ્રવાસીઓની અવરજવર મોટા પાયે થતી હોય છે. અહીં ચારે બાજુ લિલોતરી છવાયેલી છે. અહીં વરસાદી ઋતુમાં આવવું એક અનેરો લ્હાવો છે.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ એક મહત્વનું પ્રર્યટન આકર્ષણ છે. આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ જાણીતું છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ 6710 ફુટ છે, જ્યાં આપને વરસાદનો આનંદ માણવાની મજા જ કંઇક ઓર આવશે.

શિલોંગ, મેઘાલય

શિલોંગ, મેઘાલય

ભારતના પૂર્વોત્તરમાં વસેલું શિલોંગ હંમેશાથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આને ભારતના પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. પહાડિયો પર વસેલું નાનકડું અને સુંદર શહેર પહેલા અસમની રાજધાની હતું. અસમના વિભાજન બાદ મેઘાલય બન્યું અને શિલોંગ ત્યાંની રાજધાની બન્યું. લગભગ 1695 મીટરની ઊંચાઇ પર વસેલા આ શહેરમાં હવામાન હંમેશા સોહામણું રહે છે. મોનસૂન દરમિયાન જ્યારે અત્રે વરસાદ થાય છે, તો આખા શહેરની સુંદરતા વધુ નિખરી ઊઠે છે અને શિલોંગની ચારે તરફના ઝરણા જીવંત થઇ ઊઠે છે.

કોડાઇકનલ, તમિલનાડુ

કોડાઇકનલ, તમિલનાડુ

કોડાઇકનાલ ભારતના તમિલનાડુમાં આવેલું એક શહેર છે. જે સમુદ્ર સ્તરથી 2133 મીટર ઊંચે આવેલું છે, તેની સુંદરતા અને શાંત વાતાવરણના કારણે ખૂબ જ જાણીતું છે. કોડાઇકનાલને પહાડોની રાજકુમારીના નામે પણ ઓળખવામાં આવે છે. તે તામિલનાડુની પલાની હિલ્સ પર આવેલ છે જે મદુરાઇથી 120 કિમી દૂર આવેલ છે. એવું પણ કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં ન્યૂરોક્રેટ્સ અહીં જ રહેવા માટે આવતા હતા. ભલે આ સ્થળ શિમલા અને મનાલીની જેમ પ્રચલીત ના હોય, પરંતુ ઠંડા વાતાવરણનો બહુ સુંદર અનુભવ આપે છે. વરસાદી સિઝનમાં અહીંનો પ્રવાસ ખેડવો એક આહલાદક લ્હાવો છે.

અંદમાન અને નિકોબાર, દ્વિપસમુહ

અંદમાન અને નિકોબાર, દ્વિપસમુહ

આ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જે પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. જે દરેક વેકેશન દરેક મૌસમમાં ફરવા માટે પરફેક્ટ છે. આ આકર્ષક સ્થળની રાજધાની પોર્ટ બ્લેયર છે. અત્રે દરિયાનું પાણી વાદળી રંગના કાચ જેવું ભાષે છે. અહીં વરસાદની ઋતુ જોવી એક સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.

મુન્નાર, કેરલ

મુન્નાર, કેરલ

મુન્નાર એ ભારતના કેરળ રાજ્યના ઈડ્ડુકી જિલ્લામાં પશ્ચિમ ઘાટમાં આવેલ એક ગિરિમથક છે. મુન્નર નામ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દો મુન અને આરુ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ત્રણ અને નદી. આ નગર ત્રણ નદીઓ મુથીરપુળા, નલ્લાથન્ની અને કુંડલીના સંગમ પર વસેલું છે. મુન્નાર આરોગ્યપ્રદ આબોહવા ધરાવે છે. મુન્નારમાં પ્રવાસી મોસમ ઑગસ્ટથી મે સુધીનું છે. જો કે વરસાદની ઋતુમાં હળવા ધુમ્મસમાં ઝરણાઓ અને વેહેળાઓ, પાણીથી ભીંજાયેલા ચાના બગીચા વૈભવી અને દૈવી લાગે છે. જોકે, કેરળના ગોડ્સ ઑન કન્ટ્રી તરીકે પર્યટન પ્રસિદ્ધ છે.

કૂર્ગ, કર્ણાટક

કૂર્ગ, કર્ણાટક

કોડાગુ જિલ્લો કર્ણાટકમાં સ્થિત છે જે કુર્ગના નામે પણ ઓળખાય છે. અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં ખૂબ મોટા વિસ્તારમાં જંગલો પથરાયેલાં છે. ઉપરાંત ત્યાં ચા અને કોફીના બગીચા આવેલા છે. કૂર્ગમાં રહેતા લોકોનો સ્વભાવ પર્યટકોને ત્યાં ખેંચી લાવે છે. કોડાગુ હાઇકિંગ, ક્રોસકન્ટ્રી અને ટ્રલ્સ માટે પણ જાણીતું છે. કોડાગુમાં ત્રણ અભયારણ્ય આવેલાં છે. અહીં વાઘ, હાથી, ચિત્તા, ગૌર, હરણ, લંગૂર જોવા મળે છે. ત્યાં આખા વર્ષ દરમિયાન ઠંડું વાતાવરણ રહે છે. ભારતના સ્કોટલેન્ડથી ઓળખાતું મેડીકેરી કોડાગુનું હેડક્વાટર છે. અહીં વરસાદની મૌસમમાં આવશો તો જવાનું મન નહીં કરે.

ગોવા

ગોવા

ગોવા હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેની સુંદરતા વિશ્વપ્રસિદ્ધ છે. અહી આપ કોઇપણ મૌસમમાં આવી શકો છો, પરંતુ વરસાદની મૌસમમાં આપને અહીં વધું આનંદ મળી શકે છે.

માઉન્ટ આબુ, રાજસ્થાન

માઉન્ટ આબુ, રાજસ્થાન

માઉન્ટ આબુ રાજસ્થાનના સિરોહી જિલ્લા સ્થિત આ એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તે પોતાની પ્રાકૃતિ સુંદરતા, આરામદાયક જલવાયુ, હર્યા ભર્યા પહાડો, નિર્મળ ઝીલો, વાસ્તુશિલ્પીય દૃષ્ટિથી સુંદર મંદિર અને અનેક ધાર્મિક સ્થાનો માટે પ્રસિદ્ધ છે. આ સ્થાન જૈનિયોના પ્રસિદ્ધ તીર્થ સ્થાનોમાનું એક છે. આ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતની સૌથી ઉંચી ચોટી પર 1220 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. વધુ વાંચવા માટે ક્લિક કરો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X