For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું એક શહેર જે વસેલુ છે નદીની 'બાહો'માં

|
Google Oneindia Gujarati News

બેતવા નદીની બાહોમાં વેસેલુ ઓરછા, ભારતના કેન્દ્રમાં મધ્યપ્રદેશના તીકમગઢ જિલ્લામાં સ્થિત છે. બુંદેલખંડ ક્ષેત્રના પ્રસિદ્ધ રાજા રુદ્ર પ્રતાપ સિંહ દ્વારા વર્ષ 1501માં સ્થાપિત ઓરછા ઉત્તર પ્રદેશની ઝાંસીથી માત્ર 15 કિમી દૂર છે. ઓરછાના સંસ્થાપક હોવાના કારણે મહારાજા રુદ્ર પ્રતાપ સિંહ આ સ્થાનના પ્રથમ શાસક હતા.

ઓરછા એક રાજા દ્વારા શાસિત અને નિર્મિત કરવામાં આવ્યું હતું, તેથી અહીં ઉલ્લેખનીય સંરચનાઓ છે, જે ખરા અર્થમાં પ્રશંસનીય છે. ચન્દ્રશેખર આઝાદ મેમોરિયલ, છતરિયાં, દાઉજીની હવેલી, દિનમાન હરદૌલનો મહેલ, ફૂલબાગ જેવા અનોખા આકર્ષણ પ્રવાસન સ્થળ ઓરછામાં આવેલા છે. ઓરછામાં આવેલા પ્રવાસી રાજા મહેલ, રાની મહેલ, સુંદર મહેલ, લક્ષ્મી નારાયણ મંદિર અને અનેક આકર્ષણોને નિહાળી શકે છે. જે પ્રવાસી સાહસિક ગતિવિધિઓમાં રસ દાખવે છે, તે ઓરછામાં રિવર-રાફ્ટિંગનો આનંદ લૂટી શકે છે. ઓરછા પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પણ જાણીતું છે. જો કે, ઓરછા એક મોટુ શહેર નથી, પરંતુ ઓરછા નિવાસીઓમાં આપસી સમજ ઘણી સારી છે, જે અહીં આયોજિત કરવામાં આવતા તહેવારોમાં આપણને જોવા મળે છે.

ઓરછા એ પ્રવાસીઓનું સ્વાગત કરે છે, જે પ્રસિદ્ધ શહેરાની સીમાઓમાં રચાયેલી અને વસેલી સુંદરતાનો આનંદ લૂટવા માગે છે. ઓરછના સુંદર શહેરમાં અને તેની આસપાસ અનેક મહેલ, મંદિર, પેલેસ આવેલા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઓરછાની સુંદરતાને.

લક્ષ્મી નારાયણ મંદિર

લક્ષ્મી નારાયણ મંદિર

ઓરછામાં આવેલુ લક્ષ્મી નારાયણ મંદિર

રાજા મહેલના ભિત ચિત્ર

રાજા મહેલના ભિત ચિત્ર

ઓરછામાં આવેલા રાજા મહેલના ભિત ચિત્ર

રાજા મહેલનું એક દ્રશ્ય

રાજા મહેલનું એક દ્રશ્ય

ઓરછામાં આવેલા રાજા મહેલનું એક દ્રશ્ય

મહેલની કોતરણી

મહેલની કોતરણી

ઓરછામાં આવેલા રાજા મહેલની કોતરણી

સુંદર પેન્ટિંગ

સુંદર પેન્ટિંગ

રાજા મહેલમાં આવેલી સુંદર પેન્ટિંગ

છતરિયા

છતરિયા

ઓરછામાં આવેલું છતરિયા

છતરિયાનું સાંજનું દ્રશ્ય

છતરિયાનું સાંજનું દ્રશ્ય

ઓરછામાં આવેલા છતરિયાનું સાંજનું દ્રશ્ય

પ્રસિદ્ધ સ્મારક

પ્રસિદ્ધ સ્મારક

ઓરછાના છતરિયાનું પ્રસિદ્ધ સ્મારક

સ્મારકોનું દ્રશ્ય

સ્મારકોનું દ્રશ્ય

છતરિયામાં આવેલા સ્મારકોનું દ્રશ્ય

English summary
Orchha, held by Betwa River in her arms, lies in the heart of India, Madhya Pradesh in the district of Tikamgarh. Founded by the famous king of the Bundelkhand region, Rudra Pratap Singh in 1501, Orchha lies just 15 km away from Jhansi, Uttar Pradesh. Being the founder of this place, Maharaja Rudra Pratap Singh is the first king to rule Orchha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X