Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અદભૂતઃ હિમાચલમાં અહીં મળે છે જીવનરક્ષક જડીબુટ્ટી

હિમાચલના કુદરતી ખજાનામાં સિરમોર ફળના બાઉલ તરીકે ઓળખાય છે. રાજ્યના દક્ષિણ-પૂર્વમાં આવેલા આ સ્થળની સ્થાપના ઈ.સ. 1090માં જેસલમેરના રાજા રસાલૂ દ્વારા કરાઈ હતી.

હિમાચલના કુદરતી ખજાનામાં સિરમોર ફળના બાઉલ તરીકે ઓળખાય છે. રાજ્યના દક્ષિણ-પૂર્વમાં આવેલા આ સ્થળની સ્થાપના ઈ.સ. 1090માં જેસલમેરના રાજા રસાલૂ દ્વારા કરાઈ હતી. ભારતમાં બ્રિટિશ કાળ દરમિયાન આ એક રજવાડું હતું. હાલમાં સિરમૌર પોતાના કુદરતી દ્રશ્યો સાથે હિમાચલ પ્રદેશના ખાસ પર્યટન સ્થળોમાંનું એક છે.

હિમાલયને નિહાળવાની સાથે સાથે સિરમોરમાં અનેક આકર્ષણ એવા છે, જે પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે. અહીંનું અનુકૂળ વાતાવરણ રજાઓ ગાળવા માટે આદર્શ મનાય છે. આ ખાસ લેખમાં જાણો પ્રવાસનના માટે આ હિલસ્ટેશન કેમ ખાસ છે.

ચૂરધાર

ચૂરધાર

PC- Hariom5463

સિરમૌરમાં ફરવાની શરૂઆત તમે ધાર્મિક સ્થળોથી કરી શકો છો. સમૂદ્ર સપાટીથી 3,646 મીટર ઉંચાઈ પર આવેલું ચૂરધાર રાજ્યનું સૌથી ઉંચુ શિખર છે. અહીં શિખર પર ભગવાન શિવના ખાસ તીર્થમાંનું એક પવિત્ર સ્થળ પણ છે. પૌરાણિક માન્યતા અનુસાર ચૂરધાર જ એ જગ્યા છે, જ્યાં હનુમાન મૂર્છિત લક્ષ્મણ માટે સંજીવની શોધવા આવ્યા હતા.

એટલા માટે જ આ પર્વતીય સ્થળનું મહત્વ વધી જાય છે. આજે પણ હિમાલયના જંગલો જડીબુટ્ટીની વિશેષતાઓ માટે પ્રખ્યાત છે. જો તમે સિરમોરની મુલાકાત લો તો આ સ્થળ જોવાનું ન ભૂલશો.

રેણુકા જી

રેણુકા જી

PC- Harvinder Chandigarh

ચૂરધારના પર્વતો ફર્યા બાદ તમે અહીં આવેલા પ્રાચીન તળાવ રેણુકા જીના દર્શન કરવાનો પણ લ્હાવો મેળવી શકો છો. રેણુકા તળાવ હિમચાલ પ્રદેશના ગણતરીના સુંદર પ્રવાસન સ્થળોમાંનું એક છે. અહીં રોજબરોજ હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.

શ્રદ્ધા સ્થાન ઉપરાંત રેણુકા જી જાણીતું ગેમિંગ અને વન્યજીવ અભયારણ્ય પણ છે. તમે અહીં જુદી જુદી વનસ્પતિ અને પ્રાણીઓ જોઈ શકો છો. હિંદુ કેલેન્ડર મુજબ કારતક માસની અગિયારસે અહીં જુદા જુદા તહેવારો ઉજવવામાં આવે છે.

હરિપુર

હરિપુર

PC- subhas4u

સિરમૌરના ઐતિહાસિક સ્થળોમાં તમે હરિપુર ફરવાનું પણ આયોજન કરી શકો છો. સમુદ્ર સપાટીથી લગભગ 687 મીટર ઉંચાઈ પર એવેલું હરિપુર હરિપુર ધાર નામના પહાડ માટે પ્રખ્યાત છે. અહીં પહાડી પર બનેલો પ્રાચીન કિલ્લો પણ પ્રવાસીઓને આકર્ષે છે. આ કિલ્લાનું નિર્માણ સિરમૌરના શાસકો દ્વારા કરાવાયું હતું. આ કિલ્લા પરથી તમે આખા શહેરને નિહાળી શકો છો. હરિપુર જુદી જુદી એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે.

અહીં તમે ટ્રેકિંગ કરી શકો છો. આ ઉપરાંત હરિપુર ધાર્મિક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. અહીં મા ભાંગયાનનું મંદિર પણ આવેલું છે.

હબ્બન ઘાટી

હબ્બન ઘાટી

PC- Ashish Gupta

ઉપરના સ્થળો ઉપરાંત અહીં હબ્બન ઘાટી પણ ફરવા લાયક સ્થળ છે. હબ્બન ઘાટી આધુનિક શહેરની જીવનશૈલીથી બિલકુલ અલગ પોતાના જુદા જુદા મંદિરો અને સંસ્કૃતિઓ માટે જાણીતી છે. અહીં બનેલા મોટા ભાગના મંદિરો રાજપૂત શાસકોએ બનાવડાવ્યા હતા.

શિરગુલ દેવ, પલૂ દેવતા અને ટોકરો તિબ્બા કાલિ માતાના મંદિરો પ્રખ્યાત છે. આધ્યાત્મિક અનુભવ માટે તે અહીં ફરવાનું આયોજન કરી શકો છો.

કેવી રીતે પહોંચશો

કેવી રીતે પહોંચશો

PC- Ashish Gupta

સિરમૌર હિમાચલ પ્રદેશના ગણતરીના સ્થળોમાનું એક છે જ્યાં માર્ગ, ટ્રેન અને વિમાન દ્વારા પહોંચી શકાય છે. અહીંથી નજીકનું એરપોર્ટ દેહરાદૂન/ચંદીગઢ એરપોર્ટ છે. તો ટ્રેનથી પહોંચવા માટે તમે જગાધારી/દહેરાદૂન કે પછી કાલકા રેલવે સ્ટેશને ઉતરી શકો છો.

જો તમે ઈચ્છો તો રોડ માર્ગે પણ સિરમોર આવી શકાય છે. સિરમૌર હિમાચલ પ્રદેશના અન્ય શહેરો સાથે રોડ માર્ગોથી જોડાયેલું છે. તમે દિલ્હીથી સિરમૌર સુધી બસ દ્વારા પણ પહોંચી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X