• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ વેકેશનમાં મજા માણો પંજાબના ઐતિહાસિક નગર અમૃતસરની

|

ઐતિહાસિક નગર અમૃતસર પંજાબના પ્રમુખ નગરોમાંથી એક છે. અત્રેનું સુવર્ણ મંદિર ભારતનું એક પ્રમુખ પ્રવાસન સ્થળ છે. લગભગ 400 વર્ષ જૂના શહેરનો પોતાનો ઇતિહાસ અને સંસ્કૃતિ છે. દેશની ઉત્તર-પશ્ચિમ સરહદ પર સ્થિત આ શહેર પાકિસ્તાનથી આવનારા પ્રવાસીઓનું પ્રવેશ દ્વાર છે. વાઘા બોર્ડર ચેક પોસ્ટથી આ શહેરનું અંતર માત્ર 29 કિલોમીટર છે. આ શહેરનો પાયો શીખના ચોથા ગુરુ રામદાસે 1579માં રાખવામાં આવી હતી. કહેવામાં આવે છે કે આ નગરની સ્થાપના માટે બાદશાહ અકબરે ગુરુ રામદાસને જમીન ભેંટ સ્વરૂપે આપી હતી. રામદાસે બાદશાહ અકબર દ્વારા ભેંટમાં મળેલી જમીન પર એક સરોવરનું નિર્માણ કરાવ્યું હતું અને આ સરોવરને 'અમૃતસર સરોવર' માનીને શહેરનું નામ અમૃતસર રાખી દીધું હતું.

તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર અર્જનદેવે સરોવરની વચ્ચે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તથા તેમાં શીખોના પવિત્ર ગ્રંથ 'ગુરુ ગ્રંથ સાહિબ'ની સ્થાપના કરી હતી. આ શહેર ધીરે ધીરે શીખોના પવિત્ર સ્થળની સાથે સાથે વ્યાપારિક તથા પ્રવાસન માટે પણ ખાસ બનતું ગયું. તો આવો આ વેકેશનમાં મુલાકાત લઇએ આ ઐતિહાસિક શહેર અમૃતસરની જ્યા આપને આઝાદીના ઘણા નિશાન પણ જોવા મળી જશે.

આવો યાત્રા કરીએ અમૃતસરની...

સુવર્ણ મંદિર

સુવર્ણ મંદિર

આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુ ગુરુ રામદેવજી દ્વારા સ્થાપિત શહેર અમૃતસરમાં આવેલી છે. આ શહેરને ગુરુ દી નગરી અર્થાત ગુરુની નગરી પણ કહે છે, તેને દરબાર નગરી પણ કહેવાય છે. સ્થાપત્ય કળાનું આ બેજોડ ઉદાહરણ છે સુવર્ણ મંદિર. 1803માં પંજાબના શાસક મહારાજા રણજીત સિંહે આ મંદિરનો અડધો ભાગ આરસપહાણનો અને અડધો તાંબાનો બનાવડાવ્યો હતો. બાદમાં તેની પર શુદ્ધ સોનાની પાતળી પરત ચડાવવામાં આવી, ત્યારથી જ આ મંદિરને સુવર્ણ મંદિર કહેવામાં આવે છે. મંદિરમાં અત્યાર સુધી 400 કિલો સોનું વપરાઇ ચૂક્યુ છે.

જલિયાવાલા બાગ

જલિયાવાલા બાગ

આ બાગ લગભગ 2000 શીખ અને હિન્દુઓની શહાદતનો સાક્ષી છે. જેની પર બ્રિટિશ જનરલ ડાયરે 13 એપ્રિલ 1919ના રોજ અંધાધુંધ ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ બાગની દિવાલો પર ગોળીઓના નિશાન પણ હજી એમને એમ છે. અત્રે શહિદોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. અત્રે હંમેશા એક જ્યોતિ પ્રજ્વલિત રહે છે.

વાધા બોર્ડર

વાધા બોર્ડર

વાઘા બોર્ડર પર દરેક સાંજે ભારતની સરહદ સુરક્ષા દળ અને પાકિસ્તાન રેંજર્સની સૈનિક ટૂકડિયો એકઠી થાય છે. વિશેષ અવસરે મુખ્ય રીતે 14 ઓગષ્ટના દિવસે જ્યારે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ સમાપ્ત થાય છે અને ભારતના સ્વતંત્રતા દિવસની સવાર થાય છે, તે સાંજે અહીં શાંતિ માટે રાત્રિ જાગરણ કરવામાં આવે છે. એ રાત્રે અત્રે લોકોને એકબીજા સાથે મળવાની અનુમતિ પણ આપવામાં આવે છે.

દુર્ગ્યાના મંદિર

દુર્ગ્યાના મંદિર

જૂના અમૃતસર શહેરમાં સ્થિત આ મંદિરની સ્થાપત્ય કળા સુવર્ણ મંદિરની જેમ જ છે. આ મંદિર ચારેય તરફથી સરોવરથી ઘેરાયેલો છે.

અકાલ તખ્ત

અકાલ તખ્ત

અકાલ તખ્ત સુવર્ણ મંદિરના પરિસરમાં જ છે. આ એક ઐતિહાસિક ભવન છે. જેનું નિર્માણ શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહે 1606-1645માં કરવામાં આવ્યું હતું.

અજાયબઘર

અજાયબઘર

આ અજાયબઘર પોતાની સુંદરતાના કારણે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ એટલું સુંદર છે કે પ્રવાસીઓ અત્રે આવીને મંત્રમુગ્ધ થઇ જાય છે. અત્રે શીખ ઇતિહાસથી સંબંધિત ઘણી દુર્લભ વસ્તુઓ, કળાકૃતિઓ અને આકર્ષક ચિત્ર સંગ્રહતિ છે.

શીખ સંગ્રહાલય

શીખ સંગ્રહાલય

આ સંગ્રહાલય સુવર્ણ મંદિરની પાસે જ છે. અત્રે અનેક પેઇંટિંગ લાગેલી છે, જેમાં શીખો દ્વારા કરવામાં આવેલ યુદ્ધોના દ્રશ્યોને દર્શાવવામાં આવ્યા છે.

તરન તારન

તરન તારન

અમૃતસરના લગભગ 22 કિલોમીટર દૂર આ સ્થાન પર એક તળાવ છે. એવી માન્યતા છે કે અહીના પાણીમાં બિમારીઓ દૂર કરવાની શક્તિ છે.

કેવી રીતે જશો

કેવી રીતે જશો

વાયુ માર્ગ: અત્રે આવવા માટે દિલ્હી અને ચંદીગઢથી સીધી હવાઇ સેવાઓ ઉપલબ્ધ છે. અત્રેનું નજીકનું હવાઇમથક રાજાસાંસી છે.

રેલવે માર્ગ

રેલવે માર્ગ

અમૃતસર રેલવે માર્ગ દ્વારા દેશના તમામ પ્રમુખ શહેરો જોડાયેલ છે. દેશના ઘણા મુખ્ય નગરોથી અત્રે સીધી રેલ સેવાઓ ઉપલબ્ધ છે.

સડક માર્ગ

સડક માર્ગ

દેશના તમામ પ્રમુખ શહેરોથી અમૃતસર માટે બસો ટેક્સિયો ઉપલબ્ધ છે જ્યાથી ટેક્સિયો ઉપલબ્ધ છે, જેમાં સરળતાથી આપ અત્રે પહોંચી શકો છો. દિલ્હી, ચંદીગઢ, જાલંધર, રોહતક વગેરેથી અત્રે આવવા માટે બસ સેવાઓ ઉપલબ્ધ છે.

ક્યા રોકાશો

ક્યા રોકાશો

અમૃતસરમાં રોકાવા માટે આપને દરેક રેંજમાં છે, જ્યાં સરળતાથી રોકાઇ શકાય છે. અત્રે રોકાવા માટે ગુરુ રામદાસ સરાય, સીતા મંદિર સરાય વગેરે ધર્મશાળાઓ પણ છે.

ક્યારે જશો

ક્યારે જશો

અમૃતસર ફરવા જવું હોય તો ક્યારેય પણ જઇ શકાય છે. પરંતુ બેસાખીના પર્વ નિમિત્તે અત્રે આવીને તહેવારને માણવાનો આનંદ ઊઠાવી શકાય છે.

English summary
One of the largest cities in the state of Punjab in northwest India, Amritsar is the spiritual and cultural center of the Sikh community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more