Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉપનિવેશક ભવ્યતાનું શહેર પોંડિચેરી

અધિકૃત રીતે 2006 બાદ પુડુચેરીના નામથી ઓળખાતું પોંડિચેરી, આ નામથી પ્રસિદ્ધ સંઘ ક્ષેત્રની રાજધાની છે. આ શહેર અને ક્ષેત્ર, બન્ને જ ફ્રેન્ચ ઉપનિવેશવાદથી પ્રાપ્ત વિરાસતથી સમૃદ્ધ છે, જેનો આ ક્ષેત્રની અદ્વિતિય સંસ્કૃતિ અને વિરાસતમાં મહત્વપૂર્ણ યોગદાન છે. પોંડિચેરીનો સંક્ષ ક્ષેત્ર ત્રણ ભારતીય રાજ્યોમાં ફેલાયેલા ચાર તટીય ક્ષેત્રોથી બનેલો છે. યાનમ(આંધ્ર પ્રદેશમાં), પોંડિચેરી શહેર, કરાઇકલ(બન્ને તમિળનાડુના પૂર્વીય સમુદ્રતટ પર સ્થિત) અને માહે(કેરળના પશ્ચિમી તટ પાસે સ્થિત છે).

બંગાળની ખાડીના કોરોમંજલ તટ પર સ્થિત, પોંડિચેરી શહેર, ચેન્નાઇથી 162 કિ.મી દૂર છે. આ ક્ષેત્ર ફ્રાંસીસી શાસનને આધીન હતું અને 1670થી 1954 સુધી પ્રમુખ ફ્રાંસીસી ઉપનિવેશ હતું. ફ્રાંસીસિઓએ પોંડિચેરીમાં લગભગ ત્રણ શતાબ્દિઓ સુધી નિર્બાધ શાસન કર્યું અને શહેરમાં સૌથી સારી સંસ્કૃતિ અને વાસ્તુકળાના રૂપમાં એક મહાન વિરાસત છોડી ગયા છે.

યાત્રાના વિવિધ અનુભવ લેવાની ઇચ્છા રાખનારા યાત્રી માટે પોંડિચેરી એક ઉત્કૃષ્ટ સ્થળ છે. આ શહેરમાં ચાર શાનદાર તટ છે, પ્રોમનેડ તટ, પેરાડાઇઝ તટ, સેરેનિટી તટ થતા ઓરોવિલે તટ જે અહીં આવનારા યાત્રીઓને રજા ગાળવા માટે નવા અનુભવ પ્રદાન કરે છે. આ સ્થળનું એક અન્ય પ્રમુખ આકર્ષણ, શ્રી અરબિંદો આશ્રમ, ભારતનું પ્રસિદ્ધ આશ્રમ અને યોગ કેન્દ્ર છે.

પ્રાતઃકાલના શહેરના નામથી પ્રસિદ્ધ ઓરોવિલે શહેર પોતાની અદ્વિતીય સંસ્કૃતિ, વિરાસત રૂપી સ્મારક અને વાસ્તુકળાથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પોંડિચેરીમાં અનેક સ્મારક તથા મૂર્તિઓ છે, જેમાં ગાંધીજીની મૂર્તિ, માતૃમંદિર, ફ્રાંસીસી યુદ્ધ સ્મારક, જોસફ ફ્રેંકોઅસ ડુપલીક્સની મૂર્તિ તથા ગુબર્ટ માર્ગ પર સ્થિત સંગેમરમરથી બનેલી આર્કના જોનની મૂર્તિ. આ શહેરના અન્ય આકર્ષણમાં પોંડિચેરી સંગ્રહાલય, જવાહર રમકડાં સંગ્રહાલય, બોટનિકલ ગાર્ડન, ઓસટેરી વેટલેન્ડ, ભારથિદસન સંગ્રહાલય, તથા રાષ્ટ્રીય પાર્ક, અરિકામેડૂ તથા રાજા નિવાસ.

આ શહેરમાં ધાર્મિક સ્થળોનું એક રોચક મિશ્રણ છે, જેમાં ચર્ચ અને હિન્દુ મંદિર સામેલ છે. પોંડિચેરીના સૌથી વધારે પસંદ કરવામાં આવતા ધાર્મિક સ્થળમાં એગલાઇસ ધ નોત્રે દસ એંજલ્સ(જે ચર્ચ ઓફ અવર લેડી ઓફ એંજલ્સના નામથી પ્રસિદ્ધ છે), ધ ચર્ચ ઓફ સેક્રેડ હાર્ટ ઓફ જીસસ, ધ કૈથેડ્રલ ઓફ અવર લેડી ઓફ ઇમ્મેક્યૂલેટ કોનસેપ્શન, શ્રી મનાકૂલા વિનયાગર મંદિર, વરદરાજા પેરુમલ મંદિર તથા કન્નિગા પરમેશ્વરી મંદિર. તો ચાલો તસવીરો થકી નિહાળીએ પોંડિચેરીને.

પોંડિચેરી બીચ

પોંડિચેરી બીચ

પોંડિચેરીમાં આવેલો બીચ

અરબિંદો આશ્રમ

અરબિંદો આશ્રમ

પોંડિચેરીમાં આવેલું પ્રખ્યાત અરબિંદો આશ્રમ

બીચ પર વેન્ડર

બીચ પર વેન્ડર

પોંડિચેરીમાં આવેલા બીચ પર વેન્ડર

ઓરોવિલે

ઓરોવિલે

પોંડિચેરીમાં આવેલું ઓરોવિલે

પોંડિચેરીમાં આવેલું ચર્ચ

પોંડિચેરીમાં આવેલું ચર્ચ

પોંડિચેરીમાં આવેલું ચર્ચ ઓફ સ્કેર્ડ હાર્ટ ઓફ જીસસ

ડુપલીક્સ

ડુપલીક્સ

પોંડિચેરીમાં ડુપલીક્સની પ્રતિમા

ફ્રેન્ચ યુદ્ધ સ્મારક

ફ્રેન્ચ યુદ્ધ સ્મારક

પોંડિચેરીમાં આવેલું ફ્રેન્ચ યુદ્ધ સ્મારક

અરબિંદો આશ્રમ

અરબિંદો આશ્રમ

પોંડિચેરીમાં આવેલું અરબિંદો આશ્રમ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X