For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છે કંઇક તૂફાની કરવાની ચાહ, પહોંચી જાઓ આ ‘ભારત’માં

|
Google Oneindia Gujarati News

ભારત જેટલો વિવિધ છે તેના કરતા પણ વધારે વિવિધ છે અહીંના જંગલ અને તેમા રહેલું વન્ય જીવન, જે પોતાની અંદર વિભિન્ન વનસ્પતિઓ અને જીવોની એક વિસ્તૃત ગાથા લઇને બેસેલા છે. આજે આપણું ભારત અનેક પ્રકારના ઝાડ-પાન, વન્ય જીવો, સુંદર પક્ષીઓનું ઘર છે. ભારતમાં જ્યાં તમને એક તરફ વિશાળ હાથી મળશે તો બીજી તરફ તમને ગિર, રણથંભોર, જિમ કોર્બેટ, વાઘવગઢ, કાન્હા અને પન્નામાં સિંહની ગર્જના અને વાઘની ત્રાડ સાંભળવા મળશે.

અહીંના આસામમાં જ્યાં તમારી મુલાકાત ખતરનાક ગેંડાઓ સાથે થાય છે તો હિમાલયમાં તમને રીંછ અને હરણની અનેક પ્રજાતિઓ પણ જોવા મળશે. સાંપ, વિંછી, ઘડિયાળ, મગરમચ્છ, હરણ, વાઘ, જંગલી ગધેડા, રંગબીરંગી પક્ષી, વિગેરેનું નિવાસ્થાન છે, ભારત.

કહેવામાં આવે છે કે, પ્રકૃતિ અને તેની અંતર્ગત રહેતા જીવોને તેમના પ્રાકૃતિક નિવાસ્થાનમાં જોવાનો એક અલગ જ આંનદ હોય છે. જો તમે આ આનંદ લેવા માગો છો તો જીવનમાં એકવાર ભારતના આ સુંદર વનોની યાત્રા કરો, અહીંના વન્યજીવોને નીહાળો. નોંધનીય છે કે, આજે 70થી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન અને 400થી વધુ જંગલી જીવોના અભ્યારણ્યના કારણે ભારત આજે એકો ટૂરિઝમનું મક્કાછે. દેશ વિદેશના અનેક પ્રવાસી અહીંના પ્રવાસન સ્થળોમાં આ દૂર્લભ વન્ય જીવનનો આનંદ લેવા આવે છે.

તમને જણાવી દઇએ કે, આખા વિશ્વમાં છોડની કુલ 2,50,000 પ્રજાતિઓ છે, જેમાં આજે 15,000 પ્રજાતિ ભારતમાં છે, આ ઉપરાંત જીવ-જંતુની કુલ 15 લાખ પ્રજાતિઓમાંથી અંદાજે 75 હજાર પ્રજાતિ ભારતમાં વાસ કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતના આ વન્ય જીવનને.

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, ઉત્તર ભારતના સૌથી મોટા વન્યજીવ ભંડારમાનું એક છે. જો રાજસી ખેલ સંરક્ષણ હતું. 1955માં આ એક વન્યજીવ અભ્યારણ્યના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. બાદમાં 1973માં પ્રોજેક્ટ ટાઇગરના પહેલા ચરણમાં તેને સામેલ કરવામાં આવ્યું. રણથંભોર વન્યજીવ અભ્યારણ્યને 1980માં રાષ્ટ્રીય પાર્કનો દરરજો આપવામાં આવ્યો હતો. વાઘ ઉપરાંત, રાષ્ટ્રીય પાર્કમાં વિભિન્ન જંગલી જાનવરો, શિયાળ, ચીત્તા, હાઇના, દલદલ મગરમચ્છ, જંગલી સુવર અને હરણની વિવિધ જાતો જોવા મળે છે. તદઉપરાંત, લિલી, ડક્વીડ અને પાર્કમાં કમળની માત્રા વધારે છે. આ વન્યજીવ અભ્યારણ્ય 392 વર્ગ કિમીના એક ક્ષેત્રમાં ફેલાયેલું છે, જે વાઘ સંરક્ષણ માટે જાણીતું છે.

કોર્બેટ નેશનલ પાર્ક

કોર્બેટ નેશનલ પાર્ક

કોર્બેટ નેશનલ પાર્ક વન્ય જીવ પ્રેમીઓ માટે એક સ્વર્ગ છે, જેઓ પ્રકૃતિની શાંત ગોદમાં આરામ કરવા માગે છે. પહેલા આ પાર્ક રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાનના નામથી જાણીતું હતું, પરંતુ વર્ષ 1957માં તેનું નામ કોર્બેટ નેસનર પાર્ક રાખવામાં આવ્યું. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશાળ હિમાલયની તળેટી પર સ્થિત છે અને પોતાના હર્યા-ભર્યા વાતાવરણ માટે જાણતુ છે. ભારત જંગલી વાઘોની સૌથી વધુ આબાદી માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે અને જિમ કોર્બેટ પાર્કમાં લગભગ 160 વાઘો છે. આ રામગંગા નદીના કિનારે સ્થિત છે અને અહીંના આકર્ષક પ્રવાસન સ્થળોનું ભ્રમણ કરવા અને સાહસિક સફારી માટે પ્રવાસી અહીં આવતા રહે છે.

કોર્બેટ નેશનલ પાર્ક

કોર્બેટ નેશનલ પાર્ક

આ પાર્કમાં જોવા મળતા જાનવરોમાં વાઘ, ચીત્તા, હાથી હરણ, સાંબર, પાઢા, બાર્કિંગ હરણ, સ્લોથ રીંછ, જંગલી સુવર, ઘૂરલ, લંગૂર અને રેસસ વાનર સામેલ છે. આ પાર્કમાં લગભગ 600 પ્રજાતિઓના રંગબેરંગી પક્ષી રહે છે, જેમાં મોર, તીતર, કબુતર, ઘુવડ, હોર્નબિલ, બાર્બિટ, ચક્રવાક, મૈના, મૈગપાઇ, ટિટ, નોટહૈચ, વાગટેલ, સનબર્ડ વિગેરે જોવા મળે છે, ઉપરાંત અને પ્રકારના વૃક્ષ અને છોડ પણ યાત્રી જોઇ શકે છે.

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, પન્ના શહેર પાસે સ્થિત છે, પરંતુ આ મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાનો ભાગ છે. આ પાર્ક, રાજ્યનો પાંચમો અને દેશનો 22મો, ટાઇગર રિઝર્વ પાર્ક છે. , વાઘ ઉપરાંત આ રાષ્ટ્રીય પાર્કમાં અન્ય જાનવરો અને સરીસૃપોનું પણ ઘર છે.

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન

અહીં આવીને તમે સહેલાયથી ચીતલ, સ્લોથ રીંછ, સાંબર અને ચિંકારાને જોઇ શકો છો, પાર્કમાં આ તમામ માટે પ્રાકૃતિક આવાસ બનાવવામાં આવ્યા છે. આ પાર્કમાં અનેક પ્રકારના પક્ષી જેમકે, કિંગ વલ્ચર, હની બુઝાર્ડ, બાર હેડેડ ગુસ અને બ્લોસમ જોવા મળે છે.

બાંધવગઢ નેશનલ પાર્ક

બાંધવગઢ નેશનલ પાર્ક

મધ્યપ્રદેશના વિંધ્ય પર્વતમાં ફેલાયેલા બાંધવગઢ નેશનલ પાર્ક અને તેના જૈવ વિવિધતા માટે જાણીતા છે. અંદાજે 400 કિમી સુધી ફેલાયેલા આ પાર્કમાં જંગલ, ખાડી, ચટ્ટાણો અને ખુલા મેદાન છે. પાર્કમાં અનેક એવા સ્થળ છે, જે ટૂરિસ્ટ સ્પોટનું કામ કરે છે. બાંધવગઢ નેશનલ પાર્કમાં સ્તનપાઇની 22 પ્રજાતિ સહિત પક્ષીઓની 250 પ્રજાતિઓ જોવા મળે છે. આ અભ્યારણ્યમાં ફરતા તમે વાઘ, એશિયન શિયાળ, બંગાલી લોમડી, રોટેલ, રીંછ, જંગલી બિલ્લી, ભૂરો નોળિયો અને દિપડા સહિતના અનેક પ્રકારના જાનવર જોઇ શકાય છે.

કાજીરંગા રાષટ્રીય ઉદ્યાન

કાજીરંગા રાષટ્રીય ઉદ્યાન

કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામના ગર્વમાનું એક છે, એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ લુપ્તપ્રાય ભારતીય એક સીંગવાળા ગેંડાનું ઘર છે અને વિશ્વમાં વાઘોના સૌથી વધુ ઘનત્વને સમયોજિત કરતા, 2006માં તને વાઘ અભ્યારણ્યના રૂપમાં જાહેર કરવામાં આવ્યું છે.

કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

રાષ્ટ્રીય ઉદ્યાન એખ યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળ પણ છે. આ લગભગ 429.93 કિમી વર્ગના ક્ષેત્રવાળુ એક મોટું ઉદ્યાન છે. આ આસામના બે જિલ્લા, ગોલાઘાટ અને નોઆગાં હેઠળ આવે છે.

English summary
popular national parks india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X