પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરો અહીં, બનાવો વેડિંગને વધુ યાદગાર

Written By:
Subscribe to Oneindia News

લોકોના જીવનમાં લગ્ન ખુબ અમુલ્ય પ્રસંગ છે, આથી જ લોકો તેમના જીવનની આ સુંદર પળને બને એટલી યાદગાર બનાવવા માંગે છે. વર્તમાન સમયમાં એક નવી રીત પ્રચલિત બની છે અને તે છે લગ્ન પહેલાનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ. પહેલા આ માત્ર ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળતું હતું. પરંતુ લોકો વાસ્તવિક જીવનમાં પણ તેને અપનાવતા થયા છે. આ પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં મોટાભાગના લોકો પોતાના કપડા પર વધુ ધ્યાન આપતા હોય છે અને આમ છતાં તેમના ફોટોઝ થોડા ફિક્કા પડે છે. આ ફોટોઝમાં થોડો વધુ રંગ ઉમેરવા માટે લોકેશન પર પણ ધ્યાન આપી શકાય. આ ફોટોશૂટ માટે ખૂબ ધ્યાન રાખીને સ્થળ પસંદ કરવું જરૂરી બને છે. સામાન્ય માણસ તો હીરો-હિરોઇનની જેમ ફોરેનમાં ફોટોશૂટ ન કરાવી શકે. તો પણ આ પ્રિ-વેડિંગ ફોટો-વીડિયો શૂટ યાદગાર અને રોયલ બને એ માટે શું કરવું? કયા સ્થળની પસંદી કરવી? તો ચાલો આજે અમે તમને એવા જ કેટલાક સ્થળની મુલાકાત કરાવીશું, જે તમારા પ્રિ-વેડિંગ ફોટોશૂટને વધુ રંગીન બનાવશે.

અલ્બર્ટ હોલ

અલ્બર્ટ હોલ

જયપુરમાં આવેલ અલ્બર્ટ હોલ પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે એકદમ ઉત્તમ જગ્યા છે. અહીં તમે સફેદ કબુતરોની વચ્ચેથી દોડતા આવતા, કબુતરોને ઉડાડતા જેવા પોઝમાં ફોટો પડાવી શકો છો. આ ઉપરાંત જયપુરથી થોડે દુર આવેલા રામ નિવાસ ગાર્ડનમાં પણ સુંદર ફોટોઝ પડાવી શકો છો. PC:Oxyman

નીમરાના કિલ્લો

નીમરાના કિલ્લો

રાજપુત અને મુગલ વાસ્તુકલા જેવા લોકેશન તમને તમારા ફોટોશૂટમાં જોઈતા હોય તો, તે માટે નીમરાના કિલ્લો એકદમ યોગ્ય સ્થળ છે. આ કિલ્લા અને મહેલમાં તમે રોયલ અંદાજમાં ફોટોશૂટ કરાવી શકો છો. તેમાં ટાવરો, ગલીઓ અને અસંખ્ય આંગણાઓમાં ફિલ્મી પોઝ આપી છો. આ કિલ્લો જયપુર બોર્ડરથી લગભગ અઢી કલાકના અંતરે આવેલો છે, જ્યાં તમે રાજાશાહી અંદાજમાં ફોટોશૂટ કરાવી શકો છો.PC: Tarminastir

સેમોડ પેલેસ

સેમોડ પેલેસ

આ સ્થળ માત્ર લગ્નના ફોટો માટે જ નહી, પરંતુ લગ્ન કરવા માટે પણ ખુબ જાણીતું છે. આ પેલેસની ઊંચી ઊંચી ઇમારતો, વિશાળકાય કિલ્લો અને લાંબા સ્વિમિંગ પુલ તેની શોભામાં વધારો કરે છે. અહીંની ગેલેરીમાં રાજપુતોનો રોયલ અંદાજ જોવા મળે છે, જે તમારા ફોટો આલ્બમને વધુ સુંદર બનાવશે. અહી તમે રોમેટિંક પોઝમાં ફોટોશૂટ કરાવી શકો છો.PC: Ekabhishek

જય મહલ પેલેસ

જય મહલ પેલેસ

મુગલ શાસન સમયનો આ મહેલ તેની ભવ્યતા અને સુંદરતા માટે દેશભરમાં જાણીતો છે. અહીં આવેલા મનોરમ્ય બગીચામાં તમે તમારો પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવી શકો છો. આ હવેલી ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ ખુબ જાણીતી છે. અહીં તમને પરફેક્ટ ફોટોશૂટ માટે સુંદર બેકગ્રાઉન્ડ મળી રહે છે.PC: HarshAJ

આમેર કિલ્લો

આમેર કિલ્લો

આમેર કિલ્લામાં ઘણી રાજવી સિરિયલો અને ફિલ્મોનુ શૂટિંગ થયું છે, જેમાં જોધા અકબર, બાજીરાવ મસ્તાની વગેરેનો સમાવેશ થાય છે. અહીં તમે પણ રાજસ્થાની અંદાજમાં, પરંપરાગત પરિધાનમાં ફોટોશૂટ કરવી શકો છે. આવું રોયલ ફોટોશૂટ તમારા માટે લાઇફ-ટાઇમ મેમરી બની રહેશે.PC:Firoze Edassery

ચાંદ વાવડી

ચાંદ વાવડી

આભાનેરીમાં આવેલી ચાંદ વાવડીમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. અહીંની સીડીઓની રચના એટલી સુંદર છે કે, અહીં કરવામાં આવેલુ ફોટોશૂટ હંમેશા યાદગાર બની જાય છે. ચાંદ વાવડીમાં આવેલી સીડીઓ પર તમે વિવિધ પોઝ સાથે ફોટોઝ પાડાવી શકો છો.PC: chetan

જલ મહેલ

જલ મહેલ

આ સ્થળ તેની સુંદરતા માટે દેશભરમાં જાણીતું છે. અહીં તમે પાણીની વચ્ચે મનગમતા પોઝ આપીને આ સ્થળની સુંદરતાને તમારી યાદગીરીમાં ઉમેરી શકો છો. આ મહેલને લોકો લવ-સ્પોટ તરીકે પણ ઓળખે છે. અહીં તમને તમારી ઇચ્છાને સંતોષતા લોકેશન મળી રહેશે, જેને કારણે ફોટોશૂટ કરવાનો આનંદ પણ કંઇ અનેરો જ થશે.PC: Jal Mahal

English summary
Looking for royal locations for pre-wedding photo shoot? Read about the heritage, class and a scenic setting of Jaipur.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.