સૌથી વધારે ગુજરાતીઓ પુણે પ્રવાસ શા માટે પસંદ કરે છે!
પૂર્વના ઓક્સફોર્ડના નામથી જાણીતા પુણેમાં એવું ઘણું બધું છે જે કોઇપણ ટ્રાવેલરનું મન મોહી શકે છે. પુણે આવનારાઓની માનીએ તો આ એ શહેર છે જ્યાં લાઇફ વસે છે. જો આપ ભારતની સંસ્કૃતિ, પરંપરા, ટેકનોલોજી, ઇતિહાસને એક સાથે જોવા ઇચ્છતા હોવ તો પુણે આપના માટે ઉત્તમ છે. આ શહેરને સદાચારનું શહેર પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં પુણે એક આઇ.ટી હબ તરીકે ઊભરીને સામે આવી રહ્યું છે.
પુણે શહેરમાં ઘણી વિવિધતાઓ છે જે તેને સૌથી ખાસ અને અલગ બનાવે છે. આ શહેર મુંબઇની મેટ્રો હબના પગલે ચાલી રહ્યું છે. અત્રે સંસ્કૃતિ, ટેકનોલોજી, ઇતિહાસ અને પ્રાથમિક સુવિધાઓના યોગ્ય મિશ્રણ તેને પરફેક્ટ બનાવે છે. જો વાત પ્રવાસનના બિંદુઓની આસપાસ હોય તો અત્રે એક ટ્રાવેલર માટે ખૂબ જ બધું છે.
આજે અમે આ લેખ થકી આપને અવગત કરાવીશું પુણેના એ આકર્ષણોથી જેની યાત્રા કર્યા વગર આપને પુણે ભ્રમણ અધૂરું લાગશે. તો આવો જાણીએ પુણેમાં કયા કયા સ્થળોએ આપે ચોક્કસપણે ફરવા માટે જવું જોઇએ.
પુણેના આકર્ષણો જુઓ તસવીરોમાં...

શનિવાર વાડા
શનિવાર વાડાનું પુણેમાં ઐતિહાસિક મહત્વ છે, જેને 1730માં પેશવારાજવંશના રાજા બાજીરાવે બનાવડાવ્યું હતું. પરંતુ 1827માં અત્રે આગ લાગી ગઇ અને વાડાની દરેક કલાકૃતિ નષ્ટ થઇ ગઇ. આ સ્થળે ફરવા માટે જાવ તો અત્રેની લાઇટ વ્યવસ્થાને ચોક્કસ જુઓ. અત્રેની મુગલ શૈલી આપને જરૂર પસંદ આવશે.
ફોટો કર્ટસી- Ashok Bagade

આગાખાન પેલેસ
આગાખાન પેલેસે ભારતીય સ્વતંત્રતાના દરેક ઉતાર ચઢાવને જોયું છે. અત્રે મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધી સહિત ઘણા સ્વાતંત્ર સેનાનીઓએ ભારત છોડો આંદોલનમાં ભાગ લઇને જેલવાસ પણ કર્યો છે. આ મહેલને સુલ્તાન મોહમંદ શાહ આગા ખાને બનાવડાવ્યું હતું.
ફોટો કર્ટસી- Ramnath Bhat

પટલેશ્વર ગુફા મંદિર
આ મંદિરને 8મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન પટલેશ્વરને સમર્પિત છે. આ મંદિરની ગુફાઓ એલીફેન્ટા અને એલોરા ગુફાઓથી ખૂબ જ મળતી આવે છે. આ મંદિરમાં દર્શન માટે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી જઇ શકાય છે.
ફોટો કર્ટસી- Khoj Badami

મુલ્સી તળાવ અને મુલ્સી ડેમ
મુલ્સી તળાવ અને મુલ્સી ડેમ મળીને એક પિકનિક સ્પોટ બનાવે છે. જ્યાં આખા પરિવારની સાથે યાદગાર સમય વિચાવી શકાય છે. તેમ જ સરસ બાગમાં આપ પ્રકૃતિના નજારાઓ ઉપરાંત હોર્સ રેસિંગના ટ્રેકને પણ જોઇ શકો છો.
ફોટો કર્ટસી- Photography@Mihir

દેહુ મંદિર
દેહુ મંદિરને સંત તુકારામની જન્મભૂમિના રૂપમાં ઓળખવામાં આવે છે. આ મંદિર તેમના જ નાના પુત્રએ બનાવડાવ્યું હતું. આ મંદિરની પાસે જ ભગવાન અયપ્પાનું મંદિર છે જે દર્શન કરવા માટે હંમેશા ખુલ્લું રહે છે.

સરસ બાગ
સરસ બાગ પુણેમાં એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. આ બાગનું નિર્માણ નાના સાહેબ પેશવા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સુંદર બાગ પાર્વત હિલ્સની પાસે સ્થિત છે. આ પાર્કમાં ગણપતિનું મંદિર છે. જે લગભગ 220 વર્ષ જુંનું છે. અત્રેથી 1 કિમી.ના અંતરે બનેલા સ્વરગેટ સુધી ફરવું ખૂબ જ લાભદાયક હોય છે. વર્તમાનમાં અત્રે એક હોર્સ રેસિંગ માટે ટ્રેક પણ તૈયાર કરાવવામાં આવ્યું છે.

પાર્વતી હિલ મંદિર
ભગવાન શિવજીના પત્ની પાર્વતીજીને સમર્પિત આ મંદિર એક આકર્ષક સ્થાન છે. આ મંદિરની પાસે જ પાર્વતી સંગ્રહાલય અને પાર્વતી હિલ્સનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી- Siddhesh Nampurkar

કેવી રીતે જશો પુણે
મહારાષ્ટ્રનું પ્રમુખ શહેર હોવાના કારણે પુણેમાં અવરજવરના તમામ સાધન ઉપલબ્દ છે. આ શહેર સારી રીતે તમામ પ્રમુખ શહેર અને મહારાષ્ટ્રની અંદર અને અન્ય રાજ્યોના શહેરોને પણ જોડે છે. મુંબઇથી પ્રતિદિન અહી આવવા માટે દૈનિક શતાબ્દી એક્સપ્રેસ ચાલે છે. જે થોડા જ કલાકમાં 170 કિમીની સ્પીડથી પુણે સુધી પહોંચાડી દે છે.
ફોટો કર્ટસી- Vishal Tomar












Click it and Unblock the Notifications
