For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્રપતિ શિવાજીની ઠરી નજર, જમીનથી ફલક પર પહોંચ્યુ આ શહેર

By Super
|
Google Oneindia Gujarati News

જો તમે ભારતની સંસ્કૃતિ, પરંપરા, પ્રોદ્યોગિકી, ઇતિહાસને એક સાથે જોવા માગો છો તો પૂણે આવો. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી મોટું શહેર પૂણે દરેક સુવિદાથી ભરેલું છે. આ શહેરને સદાચારનું શહેર પણ કહેવામાં આવે છે. અહીંની શોપિંગ મૉલ, પહોળા રસ્તા, કોલેજ, એજ્યુકેશન સેન્ટર, પાર્ક, સરકારી ઓફિસ જોઇને તમે ભારતીય હોવાનું ગૌરવ અનુભવશો. વર્તમાનમાં પૂણે એક આઇટી હબ તરીકે ઉભરી રહ્યું છે, પરંતુ પૂણે ફરવા આવો તો બે વાતનું ખાસ ધ્યાન રાખો, પહેલું કે ઓછો સમય કાઢીને પૂણે ના આવો અને બીજુ, સારું બજેટ લઇને આવો.

પૂણે પહેલા પૂણેવાડી નામથી જાણીતું હતું. આ શહેરને જમીનથી ફલક સુધી પહોંચાડવામા મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનું ઘણું યોગદાન છે. બાદમાં પેશવાઓએ પૂણેને પોતાની જાગીર બનાવી લીધું, એ સમયે પૂણે ભારતનું સૌથી મોટું રાજનીતિક કેન્દ્ર હતું. બ્રિટિશ શાસન આવ્યા બાદ આ શહેર મોનસૂન કેપિટલ બની ગયું.

પૂણેમાં એક પ્રવાસી માટે ઘણું બધું છે. અહીં આગા ખાન પેલેસ, શિંદે છત્રી અને સિંહગઢનો દેહાતી કિલ્લો આકર્ષક પ્રવાસન સ્થળ છે. અહીંના તમામ સ્થળ પોતાના યુગની દાસ્તાન રજૂ કરે છે. પૂણેનું ઓશો કમ્યૂન ઇન્ટરનેશનલ સેન્ટર ઘણું પ્રસિદ્ધ છે, જેને રજનીશ ઓશો દ્વારા સ્થાપિત કરવામં આવ્યું હતું. અહીંની કાર્લા અને ભાજાની બૌદ્ધ ગુફાઓની યાત્રા પણ કરવા લાયક છે. અહીંનું પટલેશ્વર મંદિર ઘણું પ્રાચીન છે, જેને પર્વત કાપીને બનાવવામાં આવ્યું હતું, આ મંદિર અંદાજે 1400 વર્ષ જૂનું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મહારાષ્ટ્રની પૂણે નગરીને.

ફર્ગુસન કોલેજ

ફર્ગુસન કોલેજ

પૂણેમાં આવેલી ફર્ગુસન કોલેજનો મુખ્ય દ્વાર

સરસ બાગ

સરસ બાગ

પૂણેમાં આવેલો સરસ બાગ

પાતાલેશ્વર ગુફા મંદિર

પાતાલેશ્વર ગુફા મંદિર

પૂણેમાં આવેલું પાતાલેશ્વર ગુફા મંદિર

મંદિરના સ્તંભ

મંદિરના સ્તંભ

પૂણેમાં આવેલા પાતાલેશ્વર ગુફા મંદિરના સ્તંભ

મંદિરનો અંદરનો નજારો

મંદિરનો અંદરનો નજારો

પૂણેમાં આવેલા પાતાલેશ્વર ગુફા મંદિરની અંદરનો નજારો

મંદિરનો બહારનો નજારો

મંદિરનો બહારનો નજારો

પૂણેના પાતાલેશ્વર ગુફા મંદિરનો બહારનો નજારો

શિંદે છત્રી

શિંદે છત્રી

પૂણેમાં આવેલી શિંદે છત્રી

શનિવાર વાડા

શનિવાર વાડા

પૂણેમાં આવેલા શનિવાર વાડાના સ્તંભો

લો એન્ગલ વ્યૂ

લો એન્ગલ વ્યૂ

શનિવાર વાડાનો લો એન્ગલ વ્યૂ

આગા ખાન પેલેસ ગાર્ડન

આગા ખાન પેલેસ ગાર્ડન

પૂણેમાં આવેલા આગા ખાન પેલેસનો ગાર્ડન

આગા ખાન પેલેસ

આગા ખાન પેલેસ

દૂરથી કંઇક આવો લાગે છે આગા ખાન પેલેસ

વિસાપુર ફોર્ટ

વિસાપુર ફોર્ટ

પૂણેમાં આવેલો વિસાપુર ફોર્ટ

English summary
The grandest city in Western Ghats, the city of Pune is situated in the state of Maharashtra, at an elevation of about 560 metres above sea level. Pune gets its name from Punyanagara which translates to ‘The City of Virtue’. The Rashtrakuta Dynasty referred to this town as the Punya-Vishaya or the Poonak-Vishaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X