• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માલસમોટ પર્વતની તળેટીમાં આવેલા નીનાઈ ધોધની વાત જ કઇ ઓર છે

|

હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને નર્મદા લધુ પરિક્રમા, સરદાર સરોવર ડેમ, ભરુચ, ચાંદોદ, શિવ મંદિર, કબીરવડ, રાજપીપળા, શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય, રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, વિશાલ ખાડી પર્યાવરણીય કેમ્પસ્થળ, સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ વગેરેની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છીએ. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ સાગાઈ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળની.

આ કેમ્પસ્થળ માલસમોટ પર્વતની તળેટીમાં આવેલું છે. સાગના જંગલોમાં આવેલાં આ સ્થળે સૂર્યોદય, સૂર્યાસ્ત, ખીણના દ્રશ્યો, ઠંડી આબોહવા અને નીનાઈ ધોધ ખરેખર જોવાલાયક છે. રાજપીપળાથી તે બે કલાકના અંતરે આવેલું છે. આ ધોધ અને માલસમોટના પર્વતો રાજપીપળાની નજીક ઉજાણીનું સુંદર સ્થળ અને કુદરતી પ્રવાસ પૂરો પાડે છે.

અન્ય જોવાલાયક સ્થળોમાં નર્મદા નદી પર ચાંદોદ અને ગરુડેશ્વર ખાતે નહાવાના ઘાટ, ડભોઈનો કિલ્લો, પાણીના ધોધ અને ઝઘડીયાના જૈન મંદિરોનો સમાવેશ થાય છે.

સવલતોઃ

 • માર્ગદર્શન કેન્દ્ર

 • નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી છ કુટિરો
 • અલગ નહાવાની તથા શૌચાલયની સવલતો સાથે ચાર ટેન્ટ
 • એક સાથે દસ વ્યક્તિઓને સમાવી શકતું એક શયનગૃહ
 • પર્યાવરણના તંબુ માટે વિકસતીક જગ્યા
 • અલગ રસોડું અને જમવાની જગ્યાઓ
 • ઇડીસી (ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મદદથી ભોજન ઉપલબ્ધ
 • કેમ્પફાયર માટે અલગ સ્થળ
 • કુદરતી દ્રશ્યો અને વન્યજીવન નિહાળવા માટે માંચડા
 • કેમ્પ સ્થળ સુંદર કુદરતી માર્ગ ધરાવે છે.
 • સૂચનોઃ

  એક જવાબદાર કુદરત-પ્રેમી બનીને આપણે ધરતી માતા તરફના આદરને વ્યક્ત કરી શકીએ છીએ. યાદ રાખવા જેવા કેટલાક સૂચનોઃ

  • કેમ્પસાઇટ માટે જતાં પહેલાં ઓરિએન્ટેશન કેન્દ્રની મુલાકાત અવશ્ય લો કેમ કે અહીં રોકાણ દરમિયાન તમને ત્યાંના સૌંદર્યનો આનંદ કેવી રીતે માણવો તે જણાવવામાં આવે છે.

 • મોટા ભાગની ઇકો કેમ્પસાઇટ સૌર ઊર્જા દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરતી હોવાથી તે અંગે જાગૃતિ દાખવો.
 • ગમે તે થાય તો પણ ધૂમ્રપાન ન કરવું કેમ કે સિગારેટની રાખથી પણ ક્યારેક જંગલમાં આગ લાગવાની શક્યતા રહે છે.
 • ફોટોગ્રાફી માટે ફ્લેશનો ઉપયોગ કે અન્ય નુકસાન ન કરવું. જેમ કે, સારો ફોટો આવે તે માટે વૃક્ષના પાન તોડવાના બદલે કેમેરાના સેટિંગમાં ફેરફાર કરવા.
 • તમારી સાથે ક્યારેય મ્યૂઝિક સિસ્ટમ કે મોટો અવાજ કરે એવા સાધનો ન લઇ જવાં અને જો લઇ જાવ તો જંગલની મુલાકાત દરમિયાન તે બંધ રાખો.
 • કોઇ પણ વિસ્તારમાંથી છોડ કે જીવજંતુને નુકસાન પહોંચાડવાની મનાઇ છે. પાર્ક કે સેન્ક્ચુરીમાંથી ક્યારેય કોઇ વસ્તુ લેવી નહીં.
 • જંગલી પ્રાણીઓને ગભરાવે તેવી પ્રવૃત્તિ ન કરવી.
 • પ્રાણીની વધારે પડતાં નજીક જવાનો પ્રયત્ન ક્યારેય ન કરશો.
 • તમારી સાથે પાળેલા પ્રાણી ન લઇ જવા.
 • કચરો જ્યાં ત્યાં ન ફેંકતાં જે સ્થળે તેના નિકાલની વ્યવસ્થા હોય ત્યાં જ નાખવો.
 • શિકાર કરવાના કોઇ પણ પ્રકારના સાધનો સાથે ન લઇ જવા તેમ જ તેનો ઉપયોગ ન કરવો.
 • અહીં કેવી રીતે પહોંચશો:

  નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

  વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

  રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

  ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

  માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ જુઓ તસવીરોમાં...

  માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ

  માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ

  આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ સાગાઈ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળની.

  કૉટેજનો અંદરનો ભાગ

  કૉટેજનો અંદરનો ભાગ

  આ કેમ્પસ્થળ માલસમોટ પર્વતની તળેટીમાં આવેલું છે. સાગના જંગલોમાં આવેલાં આ સ્થળે સૂર્યોદય, સૂર્યાસ્ત, ખીણના દ્રશ્યો, ઠંડી આબોહવા અને નીનાઈ ધોધ ખરેખર જોવાલાયક છે. રાજપીપળાથી તે બે કલાકના અંતરે આવેલું છે. આ ધોધ અને માલસમોટના પર્વતો રાજપીપળાની નજીક ઉજાણીનું સુંદર સ્થળ અને કુદરતી પ્રવાસ પૂરો પાડે છે.

  જમવા માટેની જગ્યા

  જમવા માટેની જગ્યા

  અન્ય જોવાલાયક સ્થળોમાં નર્મદા નદી પર ચાંદોદ અને ગરુડેશ્વર ખાતે નહાવાના ઘાટ, ડભોઈનો કિલ્લો, પાણીના ધોધ અને ઝઘડીયાના જૈન મંદિરોનો સમાવેશ થાય છે.

  સવલતોઃ

  સવલતોઃ

  માર્ગદર્શન કેન્દ્ર

  નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી છ કુટિરો

  અલગ નહાવાની તથા શૌચાલયની સવલતો સાથે ચાર ટેન્ટ

  એક સાથે દસ વ્યક્તિઓને સમાવી શકતું એક શયનગૃહ

  પર્યાવરણના તંબુ માટે વિકસતીક જગ્યા

  અલગ રસોડું અને જમવાની જગ્યાઓ

  ઇડીસી (ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મદદથી ભોજન ઉપલબ્ધ

  કેમ્પફાયર માટે અલગ સ્થળ

  કુદરતી દ્રશ્યો અને વન્યજીવન નિહાળવા માટે માંચડા

  કેમ્પ સ્થળ સુંદર કુદરતી માર્ગ ધરાવે છે.

  ઉનાઇ ધોધ

  ઉનાઇ ધોધ

  સાગના જંગલોમાં આવેલાં આ સ્થળે સૂર્યોદય, સૂર્યાસ્ત, ખીણના દ્રશ્યો, ઠંડી આબોહવા અને ઉનાઈ ધોધ ખરેખર જોવાલાયક છે. રાજપીપળાથી તે બે કલાકના અંતરે આવેલું છે.

  અહીં કેવી રીતે પહોંચશો:

  અહીં કેવી રીતે પહોંચશો:

  નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

  વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

  રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

  ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

  English summary
  This campsite is situated at the foot of the hills Malsamot, is amidst, teak forests with sunset, sunrise, valley view points, bracing cool climate and the Ninai waterfalls is breath- taking.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more