For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું આ શહેર કહેવાય છે પૂર્વનું સ્કૉટલેન્ડ

|
Google Oneindia Gujarati News

શિલોંગ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયનું પાટનગર છે. ભારતના પૂર્વોત્તરમાં વસેલું શિલોંગ હમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. તેને ભારતના પૂર્વનું સ્કૉટલેન્ડ પણ કહેવામાં આવે છે. પર્વતો પર વસેલું નાનુ અને સુંદર શહેર પહેલા આસામનું પાટનગર હતું. નોંધનીય છેકે આસામથી વિભાજન બાદ મેઘાલય બન્યુ અને શિલોંગ ત્યાનું પાટનગર. લગભગ 1695 મીટરની ઉંચાઇ પર વસેલા આ શહેરમાં હવામાન હંમેશા સોહામણું રહે છે.

ચોમાસા દરમિયાન જ્યારે અહી વરસાદ થાય છે તો આખા શહેરની સુંદરતા વધુ નિખરવા લાગે છે અને શિલોંગની ચારેકોર ઝરણાઓ જીવંત થઇ ઉઠે છે. નોંધનીય છેકે શિલોંગ એક નાનુ અમથુ શહેર છે, જેને આવનારા પ્રવાસી પગપાળા ફરીને પણ જોઇ શકે છે. જો પ્રવાસી ઇચ્છે તો પોતાની સુવિધા અનુસાર સિટી બસ અથવા દિવસભર માટે ઓટો કે પછી ટેક્સી ભાડા પર લઇ શકે છે.

તમને જણાવી દઇએ કે શિલોંગ અને તેની આસપાસ અનેક દર્શનીય સ્થળ છે, જેમકે શિલોંગ પીક, લેડી હૈદરી પાર્ક, કૈલાંગ રોક, વોર્ડ્સ ઝીલ, મીઠું ઝરણુ, હાથી ઝરણુ, તો તમારી શિલોંગ યાત્રા દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ના ભૂલતા. ચાલો તસવીરો થકી નજર ફેરવીએ શિલોંગની જોવાલયક સ્થળો પર.

કેવી રીતે પહોંચશો શિલોંગ

કેવી રીતે પહોંચશો શિલોંગ

અહી જવા માટે હવાઇ જહાજ ઉત્તમ માધ્યમ છે. શિલોંગથી 40 કિ.મી દૂર ઉમરોઇ હવાઇ મથક છે. કોલકતા અને ગોવાહાટીથી અહી જવા માટે સીધી ઉડાન છે. દિલ્હીથી કોલકતા અને ગુવાહાટી માટે સીધી ઉડાનો મળે છે. મેઘાલયમાં રેલવે લાઇન નથી. ગુવાહાટી અહીનું નજીકનું રેલવે સ્ટેશન છે, જે શિલોંગથી 104 કિ.મી દૂર છે. અહીથી શિલોંગ પહોંચવા માટે લગભગ સાડા ત્રણ કલાક લાગે છે. ગુવાહાટી સુધી રેલવે માધ્યમથી પહોંચી શકાય છે.

ઉમિયામ ઝીલ

ઉમિયામ ઝીલ

ઇમિયામ ઝીલ જે બારાપાનીના નામથી પણ ઓળખાય છે. મેઘાલયના રી ભોઇ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાનુ એક છે. ઉમિયામ નદીની ઉપર જલ-વિદ્યુત ઉત્પાદન માટે બનાવવામાં આવેલા બાંધના કારણે 1960માં આ ઝીલને બનાવવામાં આવી છે. આજે, અહી ઝીલ પોતાના વોટર સ્પોર્ટ્સ અને સાહસિક ખેલોના કારણે એક ઉત્કૃષ્ટ પ્રવાસન સ્થળના રૂપમાં કાર્ય કરે છે.

શિલોંગ ગોલ્ફ કોર્સ

શિલોંગ ગોલ્ફ કોર્સ

તમે તમારા શિલોંગ ટૂરની શરૂઆત શિલોંગ ગોલ્ફ કોર્સથી કરી શકો છો. નોંધનીય છેકે 20મી સદી સુધી શિલોંગ આસામનું પાટનગગર હતુ. અતઃ તમે આ સ્થળે જોવા માટે અનેક બ્રિટિશ વાસ્તુની ઝલક પણ મળી જશે. શિલોંગમાં આ ગોલ્ફ કોર્સની સ્થાપના 1898માં થઇ હતી, આ ગોલ્ફ કોર્સનો સમાવેશ ભારતના 3 સૌથી જૂના ગોલ્ફ કોર્સમાં થાય છે.

શિલોંગ કૈથેડ્રલ

શિલોંગ કૈથેડ્રલ

શિલોંગ ગોલ્ફ કોર્સ બાદ તમે શિલોંગ કૈથેડ્રલ જઇ શકો છો. તમને જણાવી દઇએ કે ભૂરા રંગનું આ કૈથેડ્રલ આખા પૂર્વોત્તર ભારતનું સૌથી મોટુ કૈથેડ્રલ છે.

શિલોંગ પીક

શિલોંગ પીક

આ શિલોંગનો સૌથી ઉંચો પોઇન્ટ છે. તેની ઉંચાઇ 1965 મીટર છે. અહીથી આખા શહેરનો વિહંગમ નજારો જોઇ શકો છો. રાતના સમયે અહીથી આખા શહેરની લાઇટ અસંખ્ય તારાઓની જેમ ચમકે છે.

હાથી ઝરણુ

હાથી ઝરણુ

આ ઉપરી શિલોંગમાં સ્થિત છે, જ્યાં વાયુસેનાના પૂર્વી વાયુ કમાન પણ છે. અહી નાના-નાના ઝરણા એકસાથે નીચે પડે છે. અહી એક નાના રસ્તાના સહારે ઝરણાની નીચે પણ જઇ શકાય છે, જ્યાં એક નાની અમથી ઝીલ બનેલી છે.

ઝીલ

ઝીલ

શહેરના પોલીસ બજારથી લેડી હૈદરી પાર્ક તરફ વોર્ડ્સ ઝીલ અમુક અંતરે દૂર છે. જો તમારે વોર્ડ્સ ઝીલ પહોંચવુ છે તો તમે આ શહેરના બડા બજારથી ત્યાં જઇ શકો છો. બડા બજારથી વોર્ડ્સ ઝીલનું અંતર અમુક ડગ જ છે. વોર્ડ્સ ઝીલ, એક કૃત્રિમ ઝીલ છે, જે ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. અહી જવા માટે બોટિંગનો ઉપયોગ અવશ્ય કરો.

ડોન બોસ્કો સંગ્રહાલય

ડોન બોસ્કો સંગ્રહાલય

શહેરની વચ્ચોવચ અને પોલીસ બજારથી અમુક અંતરે આવેલું છે ડોન બોસ્કો સંગ્રહાલય. આ એ સ્થળ છે, જ્યાં તમને આખા જ પૂર્વોત્તરની સંસ્કૃતિની ઝલક એક જ છત નીચે જોવા મળી જશે. આ સ્થળ પર તમને પોશાક, અલંકરણ અને દુર્લભ તસવીરોનું અદભૂત સંગ્રહ જોવા મળશે.

ઝરણુ

ઝરણુ

શિલોંગને ઝરણાઓનું શહેર પણ કહેવામાં આવે છે. અહી મીઠા ઝરણુ અને હાથી ઝરણુ મસ્ટ સી સ્થાન છે. અઙીના હેપ્પી વેલીમાં સ્થિત મીઠા ઝરણું ઘણું ઉંચુ અને એકદમ સીધું છે. ચોમાસામાં તેની સુંદરતા જોવાલાયક છે. જ્યારે ઉપરી શિલોંગમાં સ્થિત હાથી ઝરણુ વાયુસેનાના પૂર્વી વાયુ કમાન પણ છે. અહી નાના-નાના ઝરણા પડે છે.

ચેરાપુંજી

ચેરાપુંજી

મેઘાલયને ચેરાપુંજીના કારણે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે. જ્યારે ચેરાપુંજી પૃથ્વી પર સૌથી નમ સ્થળ હોય છે, ત્યારે તે ઘણુ જ સમ્મોહક હોય છે. લહેરદાર પર્વતો, અનેક ઝરણા, બાંગ્લાદેશના મેદાનોનું આખુ દ્રશ્ય અને સ્થાનિક જનજાતીય જીવનશૈલીની એક ઝલક ચેરાપુંજીની તમારી યાત્રાને યાદગાર બનાવી દે છે.

English summary
Here is a shillong travel guide to help you out with all that you want to know about going to shillong. This article provides all Shillong travel information which is necessary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X