For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામનું આ શહેર કહેવાય છે 'શિવનો સમુદ્ર'

By Super
|
Google Oneindia Gujarati News

સિબસાગરને શિવસાગરના નામથી પણ જાણવામાં આવે છે. જેનો શાબ્દિક અર્થ થાય છે, ભગવાન શિવનો સમુદ્ર. આસામની રાજધાની ગુવાહાટીથી 360 કિમી દૂર સ્થિત શિવસાગર આ જ નામના જિલ્લાનું જિલ્લા મુખ્યાલય છે. આ શહેર અંદાજે 100 વર્ષ સુધી અહોમ સામ્રાજ્યની રાજધાની હતું, જેના કારણે તેનું વિશેષ ઐતિહાસિક મહત્વ છે. અહીં 129 એકરનું એક માનવ નિર્મિત સિબસાગર તળાવ છે. જેની ચારેકોર શહેર વસેલું છે.

અહીં જોવા મળતા અહોમ કાળના ઐતિહાસિક સ્મારકને આ શહેરનું હૃદય માનવામાં આવે છે. જો કે, આજે સિબસાગર માત્ર ઐતિહાસિક મહત્વનું શહેર જ નથી રહ્યું. અહીં તેલ અને ચાના અનેક બગીચા છે. જેથી તે ઉપરી આસામનું એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બની ગયું છે. અહોમ વંશે આસામ ક્ષેત્ર પર 600 વર્ષ કરતા પણ વધુ સમય સુધી શાસન કર્યું હતું. 1817માં બર્મીજ દ્વારા તેમનો સંપૂર્ણ સફાયો કરી દેવામાં આવ્યો. બાદમાં આ સામ્રાજ્યને અંગ્રેજો દ્વારા હડપી લેવામાં આવ્યું. અંગ્રેજોએ પ્રસાશનિક વ્યવસ્થા ચુસ્ત કરવા માટે સિબસાગરને ત્રણ સબ ડિવિઝનમાં વહેચી દીધું હતું.

આ શહેર લાંબા સમય સુધી અહોમની રાજધાની રહ્યું છે, તેથી સિબસાગરમાં મહાન અહોમ શાસકોની અનેક નિશાનીઓ જોવા મળી શકે છે. સિબસાગર તળાવ શહેરનું સૌથી મોટું આકર્ષણ છે. 200 વર્ષી વધુ જૂના આ તળાવની ઉંચાઇ શહેરની ઉંચાઇ કરતા વધારે છે. તળાવની ચારેકોર શિવડોલ, વિષ્ણુડોલ અને ડેવીડોલ નામથી ત્રણ મહત્વપૂર્ણ મંદિર છે. આ ત્રણેય મંદિરોનું નિર્માણ 1734માં રાણી મદંબિકાએ કરાવ્યું હતું.

આ ઉપરાંત અહીંની અન્ય બાબતો પણ સિબસાગરના પ્રવાસનને સમૃદ્ધ બનાવે છે. તલાતલ ઘર, કરેંગ ઘર અને ગરગાંવ મહેલ શહેરના કેટલાક ખાસ આકર્ષણ છે. તલાતલ ઘર એક સાત તલ્લે મહલનું ગ્રાઉન્ડ ફ્લોર છે. જેમાં બે ગુપ્ત સુરંગ પણ છે. બીજી તરફ મહેલના ઉપરના ભાગને કરેંગ ઘરના નામથી ઓળખવામાં આવે છે. જો તમે સિબસાગરમાં ફરી રહ્યાં છો તો રંગઘર નામક નાચઘરને જોવાનું ના ભૂલો. રંગ ઘરની છત કોઇ ઉંધી રાખેલી નાવડી જેવી દેખાય છે. તો ચાલો જોઇએ શિવસાગરની કેટલીક તસવીરો.

પાણી દિહિંગ પક્ષી અભ્યારણ્ય

પાણી દિહિંગ પક્ષી અભ્યારણ્ય

શિવસાગરમાં આવેલું પાણી દિહિંગ પક્ષી અભ્યારણ્ય

કરેંગ ઘર

કરેંગ ઘર

શિવસાગરમાં આવેલું કરેંગ ઘર

કરેંગ ઘરની તસવીર

કરેંગ ઘરની તસવીર

આ તસવીર શિવસાગરમાં આવેલા કરેંગ ઘરની છે

 શિવાડોલ

શિવાડોલ

શિવસાગરમાં આવેલું શિવાડોલ મંદિર

તલાતલ ઘર

તલાતલ ઘર

તલાતલ ઘરના ગાર્ડનનું એક દ્રશ્ય

તલાતલ ઘરની તોપો

તલાતલ ઘરની તોપો

શિવસાગરમાં આવેલા તલાતલ ઘરની તોપો

 તલાતલ ઘરની તસવીર

તલાતલ ઘરની તસવીર

શિવસાગરમાં આવેલા તલાતલ ઘરની તસવીરો

English summary
Sibsagar, also known as Sivasagar literally translates to the ‘the ocean of Lord Shiva’. Sibsagar is the district headquarters of the same name and is 360 kilometres from the state capital Guwahati. It is a historical town as it was the capital of the Ahom kingdom for about 100 years. There is a 129-acre artificial tank called the sibsagar Tank around which the town is built.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X