તીર્થયાત્રા માટેનું એક પ્રમુખ સ્થળ, સોલાપુર

Posted By:
Subscribe to Oneindia News

જો તમે એવા સ્થળે ફરવા જવા માગો છો, જ્યાં મહાનગર જેવી સુવિધાઓ હોય પરંતુ શોર બકોર ના હોય, પ્રવાસીના મતે સારો હોય પરંતુ મોંઘવારીનો માર ના પડે તો, સોલાપુર સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. 14,850 વર્ગ કિમીમાં ફેલાયેલા મહારાષ્ટ્ર રાજ્યનો એક જિલ્લો છે, જે મુંબઇથી 400 કિમી દૂર અને પૂણેથી 245 કમી દૂર વસેલું છે. તેના ઉત્તરીય ભાગમાં ઉસમાનાબાદ અને અહમદનગર વસેલું છે અને પશ્ચિમ ભાગમાં સતારા અને પૂણે શહેર વસેલું છે.

સોલાપુરનો અર્થ થાય છે, સોલા અને પુર એટલે કે સોળ ગામ. માનવામાં આવે છે કે, જૂના જમાનામાં આ ક્ષેત્રમાં 16 ગામ હતા, જે સોલાપુરના નામથી જાણીતા હતા. આ વિસ્તાર, સિના નદીના તટ પર ફેલાયેલો છે, જે રાજ્યમાં એક જૈન ધર્મના કેન્દ્રના રૂપમાં વિખ્યાત છે. સોલાપુરને ક્યારે અને કોણે બનાવ્યું, તે અંગે કોઇ પ્રમાણ નથી. સોલાપુરમાં સમય અને શક્તિના હિસાબે અનેક શાસકોએ શાસન કર્યું. સોલાપુરમાં લાંબા સમય સુધી ચાલુક્ય અને યાદવોએ સામ્રાજ્ય કર્યુ. બાદમાં બહમની શાસકોએ તેની બાગડોળ સંભાળી. મરાઠાઓના આવ્યા બાદ બહમની શાસકોનું પતન થઇ ગયું. 1818માં સોલાપુરએ અહમદનગરને સબ ડિવીઝન બનાવી દીધું હતું. બાદમાં 1960માં આ ક્ષેત્રને સોલાપુર જિલ્લો ઘોષિત કરી દેવામાં આવ્યો.

સોલાપુર, ભારતના દક્ષિણ કાશીના નામથી વિખ્યાત છે. અહીં સ્થિત ભગવાન વિટ્ટોવાના મંદિરે આખા રાજ્ય અને દેશમાં પોતાની છાપ છોડી છે. કાર્તિકી અને અસ્હાદીના પર્વ દરમિયાન લાખો શ્રદ્ધાળુંઓ અહીં પૂજા કરવા આવે છે. સોલાપુરમાં અક્કલકોટ એક ઘણું જ મહત્વપૂર્ણ તીર્થ કેન્દ્ર છે, જે ભગવાન દત્તાત્રેયના અવતાર ગણાતા સ્વામી સમર્થ મહારાજાને સમર્પિત છે. અહીંના વટવૃક્ષ મંદિરની યાત્રા પણ ઘણી જ પવિત્ર માનવામાં આવે છે. સોલાપુર સ્થિત સ્વામી મઠ અને તુલજા ભવાનીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે સારું તીર્થ સ્થળ છે.

અહીંનું સિદ્ધેશ્વર મંદિર એક ઝીલની વચ્ચોવચ સ્થિત છે. સાથે જ સોલાપુરનો કિલ્લો બુઉકોટ એક શાનદાર સ્મારક છે, જેને જોવા માટે અનેક પ્રવાસી આવે છે. સોલાપુરમાં પક્ષી જોવા માટે મોટીબાઉગ ટેન્ક જાઓ, આ એક અદભૂત સ્થળ છે, જ્યાં શિયાળામાં હજારોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓનું આગમન થાય છે. અહીંનું રવિસિદ્ધેશ્વર મંદિર આ ટેન્ક પાસે સ્થિત છે. શહેરમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભ્યારણ્ય પણ છે, જ્યાં અનેક પ્રકારના પક્ષી જોવા મળી શકે છે. સોલાપુરમાં ગ્રાઉન્ડ ફોર્ટ, મલ્લિકાર્જુન મંદિર, આદિનાથ મંદિર, અનેક મસ્જિદો પણ આકર્ષણનું કેન્દ્ર છે.

પાર્ક ચોક

પાર્ક ચોક

સોલાપુરમાં આવેલું પાર્ક ચોક

સિદ્ધેશ્વર મંદિર

સિદ્ધેશ્વર મંદિર

સોલાપુરમાં આવેલું સિદ્ધેશ્વર મંદિર

ઇન્ડિયન બસ્ટર્ડ અભ્યારણ્ય

ઇન્ડિયન બસ્ટર્ડ અભ્યારણ્ય

સોલાપુરમાં આવેલું નન્નાજ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભ્યારણ્ય

મંદિરની એક ઝલક

મંદિરની એક ઝલક

સોલાપુરમાં આવેલા સિદ્ધેશ્વર મંદિરની એક ઝલક

English summary
One of the most prominent cities in the state of Maharashtra, Solapur District covers an area of about 14,850 sq. km and is surrounded by districts like Osmanabad and Ahmednagar to the north, Satara and Pune to the west, Bijapur and Sangli in the south and Gulbarga District in the east.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.