For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રીન ઓસ્કર વિનિંગ ફિલ્મમાં ચમકી ચૂક્યું છે છત્તીસગઢનું આ શહેર

|
Google Oneindia Gujarati News

સરગુજા, છત્તીસગઢના ઉત્તરીય ભાગમાં સ્થિત છે અને તેની સીમા ઉત્તર પ્રદેશ અને ઝારખંડને મળે છે. આ સ્થળની 50 ટકા ભૂમિ જંગલોથી ઘેરાયેલી છે, જ્યાં અનેક જંગલો આવેલા છે. છત્તીસગઢ, ભારતમાં સાતમુ ચા ઉત્પાદન કરતું સૌથી મોટું રાજ્ય છે અને સરગુજા, જસપુર ચા ઉત્પાદન માટે સૌથી ઉપયુક્ત સ્થળ છે.

અનેક પૌરાણિક કહાણીઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન રામે પોતાનો 14 વર્ષના વનવાસ દરમિયાન આ સ્થળની મુલાકાત લીધી હતી અને અહીંના અનેક સ્થળોના નામ ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણજીના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સ્થલોને રામગઢ, સીતા-ભેનગરા અને લક્ષ્મણગઢ કહેવામાં આવે છે.

છત્તીસગઢના અન્ય સ્થળોની જેમ, સરગુજામાં પણ અનેક શાસકોએ રાજ કર્યું છે. અહીં શાસનની શરૂઆત, નંદ અને મૌર્ય વંશથી થઇ હતી, જે રક્ષાલ સુધી હતી. આ શહેર, બ્રિટિશ શાસન હેઠળ એક રિયાસત હતી. હસદેવ નદી, રિહંદ નદી અને કનહાર નદી, સરગુજાની પ્રમુખ નદીઓમાની એક છે. સરગુજા, ગ્રીન ઓસ્કર જીતનારી ફિલ્મ, ધ લાસ્ટ માઇગ્રેશનના બૈકડ્રોપ માટે પણ પ્રસિદ્ધ છે, જે ક્ષેત્રના હાથીઓ પર કેન્દ્રિત ફિલ્મ હતી.

પોતાના ઐતિહાસિક અને આદિવાસી પ્રભાવ ઉપરાંત, સરગુજા પ્રવાસી માટે પ્રમુખ પ્રવાસન સ્થળ છે. સરગુજામાં પ્રાચીન ખંડેર અને મંદિરની કલાત્મક કોતરણી છે, જે વિસ્તૃત રીતે ત્યાં જોવા મળે છે. છત્તીસગઢને અસંખ્ય ઝરણાઓ માટે પણ ઓળખવામાં આવે છે, સરગુજા પણ આ ઝરણાવાલા ક્ષેત્રોમાનું એક છે. ટાઇગર પોઇન્ટ ઝરણુ, માનીપતમાં સ્થિત છે. રામગઢ અને સીતા બેનગરા ગુફાઓ છે, જે પૂર્વ ઐતિહાસિક ચિત્રોના કારણે પ્રસિદ્ધ છે. એવુ માનવામાં આવે છે કે, ભગવાન રામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન અહીં આવીને રોકાયા હતા.

અંબિકાપુર, અહીંના અન્ય આકર્ષણોમાનું એક છે, જે છત્તીસગઢમાં મંદિરોનું શહેર કહેવામાં આવે છે, તાત પાણિને વર્ષ ભર ગરમ પાણીના સ્ત્રોતના રૂપમાં ઓળખવામાં આવે છે, અહીં ગરમ પાણી વહે છે. દીપાદિહ, ખંડેર અને જૂના મંદિરોનું કેન્દ્ર છે, જ્યાં પુરાતત્વ માટે જાણવામાં આવે છે. કેદારગઢ એક તિર્થ સ્થળ છે. તો ચાલો તસવીરોમાં નીહાળીએ છત્તીસગઢના સરગુજાને.

થિની પથ્થર

થિની પથ્થર

સરગુજામાં આવેલા થિની પથ્થર

ટેરાકોટા હેંડવર્ક

ટેરાકોટા હેંડવર્ક

સરગુજામાં કરવામાં આવેલું ટેરાકોટા હેંડવર્ક

ટેરાકોટા કળા

ટેરાકોટા કળા

સરગુજાની ટેરાકોટા કળા

ટેરાકોટા

ટેરાકોટા

સરગુજામાં કરવામાં આવતી ટેરાકોટા કળા

શિવ મંદિર

શિવ મંદિર

સરગુજામાં આવેલા શિવપુરનુ શિવ મંદિર

રેશમ ઉત્પાદન

રેશમ ઉત્પાદન

સરગુજામાં કરવામાં આવતું રેશમનું ઉત્પાદન

સરગુજાની હરિયાળી

સરગુજાની હરિયાળી

તસવીરમાં સરગુજાની હરિયાળી દર્શાવવામાં આવી છે

રાષ્ટ્રીય પક્ષી મોર

રાષ્ટ્રીય પક્ષી મોર

સરગુજામાં પોતાની હાજરી નોંધાવતુ રાષ્ટ્રીય પક્ષી મોર

પવઇમાં પાણીનો પ્રવાહ

પવઇમાં પાણીનો પ્રવાહ

સરગુજાના પવઇમાં પાણીનો પ્રવાહ

નાગેશ્વર શિવ મંદિર

નાગેશ્વર શિવ મંદિર

સરગુજામાં આવેલું નાગેશ્વર શિવ મંદિર

સરસોના ખેતર

સરસોના ખેતર

સરગુજામાં આવેલા સરસોના ખેતર

કૈલાશ ગુફાઓ

કૈલાશ ગુફાઓ

સરગુજામાં આવેલી કૈલાશ ગુફાઓ

લોક નૃત્ય

લોક નૃત્ય

સરગુજાનું લોક નૃત્ય

 ફીલ્ડ

ફીલ્ડ

સરગુજાના ફીલ્ડની એક તસવીર

સરગુજામાં હાથી

સરગુજામાં હાથી

સરગુજા, ગ્રીન ઓસ્કર જીતનારી ફિલ્મ, ધ લાસ્ટ માઇગ્રેશનના બૈકડ્રોપ માટે પણ પ્રસિદ્ધ છે, જે ક્ષેત્રના હાથીઓ પર કેન્દ્રિત ફિલ્મ હતી.

 સરગુજામાં ખેતી

સરગુજામાં ખેતી

સરગુજામાં ખેતરોમાં કરવામાં આવેલી ખેતી

 ક્રિયેશન

ક્રિયેશન

સરગુજામાં કરવામાં આવેલું ક્રિયેશન

જંગલી ભેંસ

જંગલી ભેંસ

સરગુજાના અભ્યારણ્યમાં જંગલી ભેંસ

 એલોવેરા

એલોવેરા

આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવતુ એલોવેરા

અંબિકાપુર રેલવે સ્ટેશન

અંબિકાપુર રેલવે સ્ટેશન

સરગુજામાં આવેલું અંબિકાપુર રેલવે સ્ટેશન

અંબિકાપુર પેલેસ

અંબિકાપુર પેલેસ

સરગુજામાં આવેલું અંબિકાપુર પેલેસ

 સ્ટોન પિલર

સ્ટોન પિલર

સરગુજામાં દીપડિહમાં સ્ટોન પિલર

દીપદિહમાં મૂર્તિઓ

દીપદિહમાં મૂર્તિઓ

સરગુજાના દીપદિહમાં મૂર્તિઓ

 કોતરણી

કોતરણી

સરગુજાના દીપદિહમાં કરવામાં આવેલી કોતરણી

સુંદર મૂર્તિકળા

સુંદર મૂર્તિકળા

સરગુજાના દીપદિહમાં સુંદર મૂર્તિકળા

માં કુદરગઢી દેવી

માં કુદરગઢી દેવી

સરગુજાના કુદરગઢમાં આવેલા માં કુદરગઢી દેવી

English summary
Surguja lies in the northern part of Chhattisgarh and is bordered by Uttar Pradesh and Jharkhand. 50% of the land is covered by forest which is inhabited by the tribes. Chhattisgarh is the 17th tea producing state in India and Surguja along with Jashpur have the most favourable conditions for producing tea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X