ચેન્નાઇના મંદિરોઃ ધર્મ અને આસ્થા ખેંચી લાવે છે તમને અહીં

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નાઇને પહેલા મદ્રાસના નામથી ઓળખવામાં આવતુ હતું. આ ભારતના સુદૂર દક્ષિણમાં સ્થિત રાજ્ય તમિળનાડુની રાજધાની છે. કોરોમંડલ તટ પર વસેલું આ શહેર પ્રમુખ મેટ્રોપોલિટન અને કોસ્મોપોલિટન શહેર છે. વ્પાયાર, સંસ્કૃતિ, શિક્ષા અને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આ દક્ષિણ ભારતની સાથોસાથ દેશનું એક મહત્વપૂરણ શહેર છે. ખરા અર્થમાં ચેન્નાઇને દક્ષિણ ભારતની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે.

ચેન્નાઇ શબ્દની ઉત્પત્તિ તમિળ શબ્દ ચેન્નાપટ્ટનમથી થઇ છે. 1639માં અંગ્રેજોએ સેંટ જૉર્જ કિલ્લાની પાસે આ નામના શહેરની સ્થાપના કરી હતી. 1639માં જ્યારે આ શહેરને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફ્રાન્સિસ ડેને વેંચી દેવામાં આવ્યું તો તેનું નામ ચેન્નાઇ પાડવામાં આવ્યું. કલા, શિલ્પ, સંગીત, નૃત્ય અને તમામ પ્રકારના મનોરંજન ચેન્નાઇમાં હંમેશા જોવા મળે છે. જો કે વાત આજે અહીં ચેન્નાઇમાં આવેલા મંદિરોની કરવામાં આવી રહી છે. ચેન્નાઇ તેના બીચ, મંદિરો અને અન્ય પ્રવાસન આકર્ષણોના કારણે ભારત અને વિદેશના પ્રવાસી માટે સોથી લોકપ્રિય સ્થળ રહ્યું છે. ખાસ કરીને ધાર્મિક પ્રવાસીઓ ભારતના વિવિધ ભાગોમંથી આ સ્થળે આવે છે અને અહીંના અનેક સુંદર મંદિરોની મુલાકાત લઇને ધન્યતા અનુભવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ મંદિરો અંગે.

કપાલીશ્વર મંદિર

કપાલીશ્વર મંદિર

કપાલીશ્વર મંદિર, ચેન્નાઇના ઉપનગર મલયાપુરમાં સ્થિત છે. આ મંદિર ભગવાન શિવ અને પાર્વતીને સમર્પિત છે. અહીં પાર્વતીની પૂજા કરપાગંબલના રૂપમાં કરવામાં આવે છે.

કાલીકંબલ મંદિર

કાલીકંબલ મંદિર

કાલીકંબલ મંદિર જૉર્જ ટાઉનમાં થંબૂ છેટ્ટી સ્ટ્રીટમાં સ્થિત છે. શહેરનું એક પ્રમુખ આર્થિક કેન્દ્ર હોવાના કારણે આ એક ચર્ચિત સ્થળ છે. અહીં મંદિર હિન્દુ દેવી કાલીકંબલને સમર્પિત છે, જેના ભારતના અનેક ભાગોમાં દેવી કામાક્ષીના રૂપમાં પણ પૂજવામાં આવે છે.

જગન્નાથ મંદિર

જગન્નાથ મંદિર

ઓડિશા સ્થિત પુરી જતાં ભગવાન જગન્નાથના શ્રદ્ધાળુંઓની સુવિધા માટે ચેન્નાઇમાં જગન્નાથ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિર રેડ્ડી કુપ્પમ રોડ પર સ્થિત છે. અહીં ભગવાન જગન્નાથ, દેવી સુભદ્દા અને ભગવાન બલારમની પ્રતિમાં રાખવામાં આવી છે. સાથે જ આ મંદિરમાં ભગવાન યોગનરસિમ્હાની પ્રતિમાં પણ સ્થાપિત કરવામાં આવી છે.

દેવી કુરમારીઅમ્મન મંદિર

દેવી કુરમારીઅમ્મન મંદિર

ચેન્નાઇના એક ઉપનગર તિરુવેરકાડૂમાં આ મંદિર સ્થિત છે. તિરુવેરકાડૂનો અર્થ થાય છે, પવિત્ર જડીબૂટ્ટીનું જંગલ. એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં આ જંગલ ઔષધીય છોડોના કારણે ઘણું જ પ્રસિદ્ધ હતું. અનેક લોકો ઓષધીય લેવા માટે આ જંગલમાં આવતા હતા. જો કે, આ સ્થળની પ્રસિદ્ધિ દેવી કરુમારીઅમ્મન મંદિરના કારણે છે.

મંગાડૂ કામાક્ષી મંદિર

મંગાડૂ કામાક્ષી મંદિર

ચેન્નાઇના ઉપનગર મંગાડૂમાં સ્થિત છે. આ મંગાડૂ બસ સ્ટોપથી ઘણું નજીક છે. આ મંદિર દેવી કામાક્ષી અમ્મનને સમર્પિત છે અને અહીં તેમની પૂજા શક્તિના રૂપમાં થાય છે.

પાર્થસારથી મંદિર

પાર્થસારથી મંદિર

ચેન્નાઇના ત્રિપલીકેનમાં બનેલું પાર્થસારથી મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરને આઠમી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

મારુન્દીસ્વરાર મંદિર

મારુન્દીસ્વરાર મંદિર

આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે, ભગવાને અહીં અગસ્થ્યા ઋષિમુનિને કેટલીક ચમત્કારી દવાઓ અંગે જ્ઞાન આપ્યું હતું. આ મંદિરની મુલાકાત એ લોકો દ્વારા લેવામાં આવે છે, જેઓ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોય છે.

વડાપાલાની મુરુગન મંદિર

વડાપાલાની મુરુગન મંદિર

ચેન્નાઇમાં આવેલું આ મંદિર આખા ભારતમાં જાણીતું છે. આ મંદિરનું નિર્માણ 17મી સદીમાં ભગવાન મુરુગન માટે તેમના ભક્તો દ્વારા બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે મુરુગને ભગવાન માટે પોતાની જીબનો ત્યાગ કર્યો હતો.

અષ્ટલક્ષ્મી મંદિર

અષ્ટલક્ષ્મી મંદિર

ચેન્નાઇમાં આવેલું આ મંદિર આઠ દેવીઓને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ તમામ રૂપ દેવી લક્ષ્મીના છે. આ મંદિર બેસન્ટ નગર બીચની નજીક છે.

થિરુનીરમલાઇ મંદિર

થિરુનીરમલાઇ મંદિર

આ મંદિર ટેકરી પર આવેલું છે. આ મંદિરની મુલાકાત ભક્તો અને પ્રવાસીઓ દ્વારા એટલા માટે લેવામાં આવે છે, અહીંથી ચેન્નાઇના ઉપનગર પલાવરમનો શાનદાર નજારો જોવા મળે છે.

કુન્દારથુર મુરુગન મંદિર

કુન્દારથુર મુરુગન મંદિર

આ એકમાત્ર મુરુગન મંદિર છે, જે તમિળનાડુમાં છે. આ મંદિર એક ટેકરી પર આવેલું છે, જ્યાં પહોંચવા માટે 84 પગથિયાં ચઢવા પડે છે.

નગ્નાનાલુર અન્જનેયર મંદિર

નગ્નાનાલુર અન્જનેયર મંદિર

નગ્નાનાલુર અન્જનેયર મંદિર ચેન્નાઇમાં આવેલું છે, જે ભગવાન હનુમાનને સમર્પિત છે. આ એક સૌથી વધુ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવતું ચેન્નાઇનું મંદિર છે.

English summary
Chennai is popular for its tourist attractions, temples and beaches. Pilgrimage tourism has attracted travellers from different parts of India to Chennai which is the cultural capital of South India. Here are a few temples that you should visit if you are on a trip to Chennai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.