આ શહેરમાં છે, ભારતનું સૌથી મોટું શિવલિંગ

Posted By: Super
Subscribe to Oneindia News

ગિરિડીહ, ઝારખંડની પ્રસિદ્ધ ખાણોના શહેરોનું એક છે. ઉત્તરીય છોટા નાગપુર ડિવીઝનના કેન્દ્રમાં સ્થિત, ગિરિડીહ પોતાની સીમાઓને ઉત્તરમાં બિહારના નવાદા જિલ્લો, પૂર્વમાં દેવઘર અને જામતારા જિલ્લો, પશ્ચિમમાં હજારીબાગ અને કોડરમાં, દક્ષિણમાં ધનબાદ અને બોકારો સાથે વહેંચે છે. પર્વતો વચ્ચે સ્થિત આ એક સુંદર ગામ છે, જે આસપાસના રાજ્યોના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. 1972માં ગીરિડીહ જિલ્લો બનાવવામાં આવ્યો હતો, પહેલા તે હજારીબાગ જિલ્લાનો એક ભાગ હતો. 4853.56 કિમી ક્ષેત્રમાં ફેલાયેલા ગિરિડીહમાં માણિક, અભ્રક અને કોલસાના ભંડાર છે.

‘ગિરિડીહ' શબ્દનો અર્થ છે પર્વતો અને ટીલોંનું ક્ષેત્ર, જે એક પ્રદેશના પર્વતીય ક્ષેત્ર પર ફોકસ કરે છે. જંગલોમાં વિસ્તૃત ખંડ આ જિલ્લાના અધિકતમ ભાગને કવર કરે છે. અહીં સાગના વર્ષ મોટી માત્રામાં મળે છે, આ ઉપરાંત વાંસ, સેમલ, મહુઆ અને પલાશ પણ મળે છે. ગિરિડીહમાં ખનીજોનાં સમૃદ્ધ ભંડાર છે, માઇક(અભ્રક) તેમાના એક છે. ગિરિડીહ અને તેની આસપાસ પ્રવાસન સ્થળ પારસનાથ હિલ્સ અથવા શ્રી સંમતા શિખરજી ગિરિડીહના સૌથી મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે.

આ જૈનોનું તીર્થ યાત્રા કેન્દ્ર છે. 20-24 જૈન તીર્થકરોને અહીં મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. ઝારખંડની સૌથી ઉંચી ચોટીને ગ્રેનાઇટની બનેલી છે, જે અહીં સ્થિત છે. બરાકર અને સકરી બે મહત્વપૂર્ણ નદીઓ આ જિલ્લામાં થઇને વસે છે. ઉસરી જલ પ્રપાત વધુ એક મનોરમ પ્રવાસન સ્થળ છે, જે શહેરના કેન્દ્રથી 13 કિમી દૂર સ્થિત છે. આ નદી 40 ફૂટની ખાડીની ઉંચાઇ પરથી પડે છે, જેનાથી જલ પ્રપાત બને છે. ખંડોલી બાંધ એક આકર્ષક જલાશય અને બાંધ છે.

આ પક્ષી પ્રેમીઓ માટે એક રસપ્રદ સ્થળ છે, સાથે જ રોમાંચકારી વ્યક્તિ અહીં નૌકા વિહાર, રોક ક્લાઇમ્બિંગ, પેરાસેલિંગ અને કાયાકિંગ કરી શકે છે. હાથી અને ઉંટની સવારી ઉપરાંત વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ લઇ શકાય છે. હરિહર ધામ એક તીર્થ સ્થળના રૂપમાં પ્રસિદ્ધ છે. ભારતનું સૌથી મોટું શિવલિંગ અહીં મોજૂદ છે. દુખિયા મહાદેવ મંદિર અને ઝારખંડ ધામ કેટલાક અન્ય તીર્થ સ્થળ છે. જમુઆ ગિરિડીહની વસ્તીથી 35 કિમી દૂર સ્થિત છે, જે પોતાની ચારેકોર પ્રાકૃતિક સુંદરતા અને હરિયાળી માટે પ્રસિદ્ધ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ ગિરિડીહને.

ઉસરી ફોલ

ઉસરી ફોલ

ગિરિડીહમાં આવેલો ઉસરી ફોલ

મનોરમ દ્રશ્ય

મનોરમ દ્રશ્ય

ગિરિડીહમાં આવેલા ઉસરી ફોલનું મનોરમ દ્રશ્ય

શિવ મંદિર

શિવ મંદિર

ગિરિડીહમાં આવેલા હરિહરધામમાં શિવ મંદિર

પારસનાથ હિલ

પારસનાથ હિલ

ગિરિડીહમા આવેલી પારસનાથ હિલથી મંદિરનું દ્રશ્ય

શ્વેતાંબર મંદિર

શ્વેતાંબર મંદિર

ગિરિડીહની પારસનાથ હિલથી શ્વેતાંબર મંદિર

શિખરજી

શિખરજી

ગિરિડીહની પારસનાથ હિલથી શિખરજી

નદીનું મનોરમ દ્રશ્ય

નદીનું મનોરમ દ્રશ્ય

ગિરિડીહની નદીનું મનોરમ દ્રશ્ય

ઝીલ

ઝીલ

ગિરિડીહમાં આવેલી ઝીલ

કબીર જ્ઞાન મંદિર

કબીર જ્ઞાન મંદિર

ગિરિડીહમાં કબીર જ્ઞાન મંદિર

રોમાંચ પ્રેમીઓનું સ્વર્ગ

રોમાંચ પ્રેમીઓનું સ્વર્ગ

ગિરિડીહ એ રોમાંચ પ્રેમીઓનું સ્વર્ગ છે

નૌકા વિહાર

નૌકા વિહાર

ગિરિડીહમાં નૌકા વિહાર

English summary
Giridih is one of the famous mining towns of Jharkhand. Located at the centre of North Chota Nagpur Division, Giridih shares its border with Nawada district of Bihar in North, Deoghar and Jamtara districts in the East, Hazaribagh and Koderma in the West and Dhanbad and Bokaro in the South.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.