For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ માટે કેમ ખાસ છે વૃંદાવન!

|
Google Oneindia Gujarati News

આજે અમે અમારા આ લેખમાં એ વૃંદાવનની યાત્રા કરાવીશું જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલાની શરૂઆત કરી હતી. એક મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થળ હોવાના નાતે આજે વૃંદાવનમાં લગભગ 5000 મંદિર છે. આમાંથી કેટલાક મંદિરો ખૂબ જ પ્રાચીન છે, જ્યારે કેટલાંક તો સમયની સાથે નષ્ટ થઇ ગયા છે. જોકે ઘણા પ્રાચીન મંદિર આજે પણ બચ્યા છે જેને જોઇને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ વાતો માલૂમ પડે છે.

અત્રેના કેટલાંક મંદિરોમાં બાંકે બિહારી મંદિર, રંગજી મંદિર, ગોવિંદ દેવ મંદિર અને મદન મોહન મંદિરનો સમાવેશ થાય છે. અત્રેનું ઇસ્કોન મંદિર વધારે જૂનું નથી અને તેમાં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો શાંતિ અને જ્ઞાનપ્રાપ્તિ માટે આવે છે. જ્યાં વેદો અને શ્રીમદ ભાગવત ગીતાનું શિક્ષણ અંગ્રેજીમાં આપવામાં આવે છે. અત્રે ઘણા મંદિર કૃષ્ણની સંગિની રાધાને સમર્પિત છે.

એ મથુરા જ્યાં ગોપીઓને વાંસળી વગાડી મંત્રમુગ્ધ કરતા હતા શ્રીકૃષ્ણએ મથુરા જ્યાં ગોપીઓને વાંસળી વગાડી મંત્રમુગ્ધ કરતા હતા શ્રીકૃષ્ણ

આમાંથી જ એક છે રાધા ગોકુલનંદ મંદિર અને શ્રી રાધા રાસ બિહારી અષ્ટ સખી મંદિર. અષ્ટ સખીએ અભિપ્રાય રાધાની આઠ સખીઓ સાથે છે, જેમણે રાધા અને કૃષ્ણની વચ્ચે પ્રેમમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. મંદિરોથી ઇતર અત્રેનું કેસી ઘાટ પણ એક મહત્વપૂર્ણ સ્થળ છે. તો આવો આપને એક યાત્રા કરાવીએ વૃંદાવનના પ્રમુખ મંદિરોની એક ઝલક.

રંગજી મંદિર, વૃંદાવન

રંગજી મંદિર, વૃંદાવન

રંગજી મંદિર વૃંદાવનના એવા ગણ્યાગાઠ્યા મંદિરોમાંનું એક છે જે શ્રેષ્ઠ દ્રવિડ વાસ્તુશિલ્પ શૈલીમાં બનેલું છે, જેને 1851માં બનાવવામાં આવ્યું હતું અને મુખ્ય દેવતાના રૂપમાં શ્રી રંગનાથ અથવા રંગજી વિરાજમાન છે. મંદિરની દિવારો ખૂબ જ ઊંચી છે અને તેમાં 50 ફૂટનો દ્વાજસ્તંભ છે.

બાંકે બિહારી મંદિર, વૃંદાવન

બાંકે બિહારી મંદિર, વૃંદાવન

વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિર એક હિન્દુ મંદિર છે, જેને પ્રાચીન ગાયક તાનસેનના ગુરુ સ્વામી હરિદાસે બનાવડાવ્યું હતું. ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરમાં રાજસ્થાની શૈલીની શાનદાર નક્કાશીકામ કરવામાં આવ્યું છે.

ઇસ્કોન મંદિર, વૃંદાવન

ઇસ્કોન મંદિર, વૃંદાવન

1975માં બનેલું ઇસ્કોન મંદિરને શ્રી કૃષ્ણ બલરામ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર એ જ સ્થાને બનેલું છે જ્યાં આજથી 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અન્ય બાળકો સાથે રમતા હતા.

રાધા ગોકુલનંદ મંદિર, વૃંદાવન

રાધા ગોકુલનંદ મંદિર, વૃંદાવન

રાધા ગોકુલનંદ મંદિર કેસી ઘાટ અને રાધા રમણ મંદિરની વચ્ચે સ્થિત છે. આ એક પ્રાચીન પવિત્ર તીર્થસ્થળ છે, જે ઘણા દેવિયોને સમર્પિત છે. મંદિરોમાં રાધા, વિજયા અને ગોવિંદા ઉપરાંત અન્યને પ્રતિષ્ઠાપિત કરવામાં આવ્યા છે. જુના સમયમાં અત્રેની દેવીઓની અલગ અલગ પૂજા કરવામાં આવે છે.

શાહજી મંદિર, વૃંદાવન

શાહજી મંદિર, વૃંદાવન

આમતો મોટાભાગના મંદિર માત્ર પૂજા કરવાનું સ્થાન હોય છે, પરંતુ વૃંદાવનનું શાહજી મંદિર આનું અપવાદ છે. આ મંદિર પોતાની સુંદરતા અને વિશિષ્ટ વાસ્તુશિલ્પ માટે પણ ઓળખાય છે. 19મી સદીમાં બનેલી આ મંદિરની બનાવટ મહેલ જેવી છે અને તેની ડિઝાઇન અને નક્કાશી બેજોડ છે.

કેસી ઘાટ, વૃંદાવન

કેસી ઘાટ, વૃંદાવન

એવું માનવામાં આવે છે કે વૃંદાવનમાં જ ભગવાન કૃષ્ણએ નાનપણનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો. એવી માન્યતા છે કે કેસી ઘાટ પર જ ભગવાન કૃષ્ણ દૃષ્ટ રાક્ષસ કેસી સાથે યુદ્ધ કર્યો હતો અને પોતાના મિત્રો અને સમુદાયને તેની દુષ્ટતાથી બચાવ્યા હતા. આજે પણ કેસી ઘાટ આ ઘટનાને પોતાના અંતરમાં સમાવી બેસ્યું છે.

મદન મોહન મંદિર, વૃંદાવન

મદન મોહન મંદિર, વૃંદાવન

મદન મોહન મંદિર વૃંદાવનમાં કાળી ઘાટની પાસે સ્થિત છે. આ આ ક્ષેત્રના જુના મંદિરોમાંથી એક છે. આજે જે સ્થળ પર મંદિર બનેલું છે, ત્યાં જુના સમયમાં માત્ર વિશાળ જંગલ આવેલું હતું. ભગવાન મદન ગોપાલની મૂળ પ્રતિમા આજે આ મંદિરમાં નથી. મુગલ શાસનકાળ દરમિયાન તેને રાજસ્થાન સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી.

શ્રી રાસ બિહારી અષ્ટ સખી મંદિર, વૃંદાવન

શ્રી રાસ બિહારી અષ્ટ સખી મંદિર, વૃંદાવન

કૃષ્ણ જન્મભૂમિના સ્થાન પર બનેલું શ્રી રાધા રાસ બિહારી અષ્ટ સખી મંદિર ભારતનું સૌથી જુનું મંદિર છે. આ મંદિર રાધા-કૃષ્ણ અને રાધાની આઠ સખીને સમર્પિત છે. રાધાની આ આઠ સખી રાધા-કૃષ્ણના પ્રેમમાં ઘનિષ્ઠ રૂપથી જોડાયેલ હતી. રાધા અને કૃષ્ણની વચ્ચે રાસલીલા પણ અહી થઇ હતી.

રાધા રમણ મંદિર, વૃંદાવન

રાધા રમણ મંદિર, વૃંદાવન

વૃંદાવન સ્થિત રાધા રમણ મંદિર એક પ્રસિદ્ધ પ્રાચીન હિન્દુ મંદિર છે. આનું નિર્માણ 1542માં કરવામાં આવ્યું હતું, અને તેને વૃંદાવનનું સૌથી પૂજનીય અને પવિત્ર મંદિર માનવામાં આવે છે. મંદિરમાં કરવામાં આવેલી સુંદર નક્કાશીથી આરંભિક ભારતીય કળા, સંસ્કૃતિ અને ધર્મની ઝલક મળે છે. આનું નિર્માણ ગોપાલ ભટ્ટના નિવેદન પર કરવામાં આવ્યું હતું અને તેને બંધાવવામાં ઘણા વર્ષો લાગી ગયા હતા.

યમુના નંદી, વૃંદાવન

યમુના નંદી, વૃંદાવન

યમુના ભારતની પવિત્ર નદિઓમાંથી એક છે. આ ઉત્તરાખંડના હિમાલયમાં 6387 મીટરની ઉંચાઇ પર સ્થિત યમુનોત્રી ગ્લેશિયરથી નીકળે છે, ત્યારબાદ તે ઉત્તરની દિશામાં વહે છે અને વૃંદાવન અને મથુરા થઇને દિલ્હી પહોંચે છે.

સેવા કુંજ અને નિધુબન, વૃંદાવન

સેવા કુંજ અને નિધુબન, વૃંદાવન

સેવા કુંજ અને નિધુબન સુંદર ફુલવારી છે, જેનું અસ્તિત્વ ભગવાન કૃષ્ણના સમયથી છે. એવું માનવામાં આવે છે કે અત્રે શ્રી કૃષ્ણએ રાધા અને અન્ય ગોપીઓની સાથે રાસલીલા કરી હતી. ફુલવારીમાં જ એક નાનકડુ નક્કાશીદાર મંદિર છે, જે ભગવાન કૃષ્ણ અને તેમની સંગિની રાધાને સમર્પિત છે.

English summary
Take a virtual tour of Vrindavan through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X