For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : રાજસ્થાન જાવ તો આ કિલ્લા જોવાનું ચૂકતા નહીં...

|
Google Oneindia Gujarati News

ભારતના સૌથી સુંદર રાજ્યોમાના એક રાજસ્થાનની આપણે જેવી કલ્પના કરીએ છીએ, તો કેટલીંક વસ્તુઓ આપણા દ્રશ્ય પટલ પર સામે આવી જાય છે, જેમકે સુંદર મહેલ, ઊંટની રાજસી સવારી, વીર કિવદંતિયા, રોમાંટિક વાર્તાઓ, જીવંત સંસ્કૃતિ અને આકર્ષક વિરાસત. હવે અમારો એક નાનકડો પ્રશ્ન છે શું રાજસ્થાનને અત્રે બતાવવામાં આવેલી વાતોમાં સમેટી શકાય છે, તો કદાચ આપનો જવાબ હા માં હશે, પરંતુ શું આપને એ ખબર છે? 'રાજાઓની ભૂમિ' રાજસ્થાન આનાથી ઘણી વધારે અને આ તમામ વાતોથી ઘણી વિસ્તૃત છે.

અત્રે નોંધનીય છે કે ભારતના ઉત્તર પશ્ચિમમાં આવેલા રાજસ્થાન એક અવિશ્વસનીય રૂપે સુંદર રાજ્ય છે, જે પોતાની રીતે કાલાતીત આશ્ચર્યનું જીવંત ઉદાહરણ છે, જો વ્યક્તિ યાત્રાનો પારખી અને વાસ્તુ, ઇતિહાસમાં રસ ધરાવતો હોય તો તેણે અત્રે જરૂર જવું જોઇએ. અત્યાર સુધી આપે રાજસ્થાનને અનેક રૂપમાં જોયું હશે પરંતુ જે અમે આપને કહેવા જઇ રહ્યા છીએ તે અનોખું અને અદભુત છે જેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ રાજસ્થાનની ભૂમિ પર ઊમટી પડે છે.

અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના દર્ગા અથવા કિલ્લાઓની. અહીં અમે આપને એક્સક્લૂસિવ તસવીરોમાં જોઇએ તો હંમેશાથી જ અત્રેના કિલ્લાઓએ વાસ્તુકારો અને ઇતિહાસકારોને પોતાની તરફ આકર્ષિક કર્યા છે.

અલવરનો કિલ્લો

અલવરનો કિલ્લો

અલવરના કિલ્લાની એ વિશાળ દીવારો જેણે રાજ્યના દુશ્મનોથી રક્ષા કરી.
ફોટો કર્ટસી - Carlton Browne

ભાનગઢ કિલ્લો

ભાનગઢ કિલ્લો

રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ ભાનગઢનો કિલ્લો એક મધ્યયુગીન કિલ્લો છે. આ કિલ્લો એક મધ્યયુગીન કિલ્લો છે. આ કિલ્લો અમ્બેરના મહાન મુગલ સેનાપતિ, માન સિંહના પુત્ર માધોસિંહ દ્વારા 1613માં બનાવવામાં આવી હતી.
ફોટો કર્ટસી - Shahnawaz Sid

આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો

આમેરનો વિશાળ કિલ્લાનો એક એરિયલ વ્યૂ. એ તસવીર જે કોઇને પણ આશ્ચર્યમાં નાખી દે.
ફોટો કર્ટસી - Sourav Das

મેહરાનગઢનો કિલ્લો

મેહરાનગઢનો કિલ્લો

મેહરાનગઢ કિલ્લો એક બુલંદ પહાડી પર 150 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ શાનદાર કિલ્લો રાવ જોધા દ્વારા 1459માં બનાવવામાં આવ્યો હતો.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

તારાગઢનો કિલ્લો

તારાગઢનો કિલ્લો

તારાગઢનો કિલ્લો 'સ્ટાર ફોર્ટ'ના નામથી પ્રસિદ્ધ છે. તેને 1354માં બનાવવામાં આવ્યો હતો અને આ બૂંદી શહેરના મૂખ્ય આકર્ષણોમાંથી એક છે.
ફોટો કર્ટસી - Lev Yakupov

ચિત્તૌડગઢનો કિલ્લો

ચિત્તૌડગઢનો કિલ્લો

ચિત્તૌડગઢનો કિલ્લો એક ભવ્ય અને શાનદાર સંરચના છે જે ચિત્તૌડગઢના શાનદાર ઇતિહાસને દર્શાવે છે. આ શહેરનું પ્રમુખ પ્રવાસન સ્થળ છે.
ફોટો કર્ટસી - Nagarjun Kandukuru

કુમ્ભલગઢનો કિલ્લો

કુમ્ભલગઢનો કિલ્લો

કુમ્ભલગઢના કિલ્લાનું નિર્માણ પંદરમી સદીમાં રાજા રાણા કુમ્ભાએ કરાવ્યું હતું. મેવાડ કિલ્લો બનાસ નદીના તટ પર સ્થિત છે.
ફોટો કર્ટસી - Benjamin Vander Steen

રણથંભોરનો કિલ્લો

રણથંભોરનો કિલ્લો

રણથંભોર કિલ્લો જે એક શક્તિશાળી કિલ્લો છે, જેને ઇસ 944માં બનાવવામાં આવ્યો હતો. વિશાળ રણથંભોર કિલ્લાના પ્રવેશ દ્વારની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Devesh Jagatram

જેસલમેરનો કિલ્લો

જેસલમેરનો કિલ્લો

જેસલમેરના કિલ્લાને જેસલમેરની શાનના રૂપમાં માનવામાં આવે છે, અને તે શહેરના કેન્દ્રમાં સ્થિત છે. આ 'સોનાર કિલ્લો' અથવા 'સુવર્ણ કિલ્લા'ના નામથી પણ જાણીતો છે.
ફોટો કર્ટસી - Koshy Koshy

જયગઢનો કિલ્લો

જયગઢનો કિલ્લો

જયગઢના કિલ્લાને વિજય કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જયપુરના વિખ્યાત પ્રવાસન સ્થળોમાંથી એક છે જે શહેરથી માત્ર 15 કિમી.ના અંતર પર સ્થિત છે.
ફોટો કર્ટસી - sabihclicks

જૂનાગઢનો કિલ્લો

જૂનાગઢનો કિલ્લો

જૂનાગઢનો કિલ્લો બીકાનેરના સૌથી લોકપ્રિય આકર્ષણોમાં ઓળખાય છે. આ દૂર્ગમ કિલ્લો રાજા રાય સિંહ દ્વારા વર્ષ 1593માં બનાવવામાં આવ્યો હતો.
ફોટો કર્ટસી - Nagarjun Kandukuru

લક્ષ્મણગઢનો કિલ્લો

લક્ષ્મણગઢનો કિલ્લો

શેખાવાટી સ્થિત લક્ષ્મણગઢના કિલ્લાની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Khusboo

નાહરગઢનો કિલ્લો

નાહરગઢનો કિલ્લો

નાહરગઢના કિલ્લાને જે જયપુરના રાજા સવાઇ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાનું નિર્માણ કાર્ય 1734માં પૂરું કરાયા બાદ મેંમહારાજા સવાઇ સિંહ માધો દ્વારા કિલ્લાનું પૂન:નિર્માણ પણ કરાવડાવ્યું હતું.
ફોટો કર્ટસી - Sanyam Bahga

 નીમરાનાનો કિલ્લો

નીમરાનાનો કિલ્લો

નીમરાનાના કિલ્લામાં આવેલા એક ઝૂલતા ગાર્ડનની તસવીર.
ફોટો કર્ટસી - Sourav Das

પાકિસ્તાનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની એક યાત્રા...

પાકિસ્તાનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની એક યાત્રા...

એક યાત્રા... અહીં ક્લિક કરો..એક યાત્રા... અહીં ક્લિક કરો..

English summary
Rajasthan is popular for its majestic forts. The forts of Rajput kings are the most popular among all Rajashthan forts. CHeck out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X