For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે વિશ્વના સૌથી ઉંચા 10 પર્વતો

અમે તમને વિશ્વના એવા જ ઉંચા શિખરો વિશે માહિતી આપીશું, જેને સર કરવા જોખમી છે, પડકારરૂપ છે, અને દરરોજ કશુંક નવું કરવા ઈચ્છતા લોકો માટે લોકપ્રિય છે.

|
Google Oneindia Gujarati News

હંમેશા કશુંક નવું, ઝનૂની અને પડકારભર્યું કે પછી જીવ જોખમમાં મુક્તુ ટ્રેકિંગ કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે વિશ્વના સૌથી ઉંચા પર્વતો પર જવું એ સુંદર અનુભવ હોય છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે શું આટલા ઉંચા શિખરો સર કરવા ખરેખર શક્ય છે ? પણ આ કામ ઉત્સાહી, ઝનૂની લોકો જ કરી શકે છે. અમે તમને વિશ્વના એવા જ ઉંચા શિખરો વિશે માહિતી આપીશું, જેને સર કરવા જોખમી છે, પડકારરૂપ છે, અને દરરોજ કશુંક નવું કરવા ઈચ્છતા લોકો માટે લોકપ્રિય છે.

એવરેસ્ટ શિખર

એવરેસ્ટ શિખર

એવરેસ્ટ, વિશ્વનું સૌથી ઉંચુ શિખર. 8,848 મીટર ઉંચું આ શિખર પહેલા XV નામથી ઓળખાતું હતું. તે સમયે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 29,002 ફૂટ એટલે કે 8,040 મીટર હતી. વૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ કહેવાય છે કે એવરેસ્ટની ઉંચાઈ દર વર્ષે 2 સેન્ટીમીટર જેટલી વધે છે. નેપાળમાં તેને સ્થાનિક લોકો સાગરમાથા (અર્થ સ્વર્ગનું શિર) નામથી ઓળખે છે. તો તિબેટમાં તેને ‘ચોમોલંગમા' (પર્વતોની રાણી) તરીકે ઓળખવામાં આવે છે.

Image Courtesy:Global Panorama

K2

K2

પાકિસ્તાન શાસિત કાશ્મીર એટલે કે PoKના ગિલગિટ, બાલ્ટિસ્તાન અને ચીનની જિંજીયાંગ સરહદ પર કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલું શિખર છે K2. 8,611 મીટર (28,251 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ શિખર માઉન્ટ એવરેસ્ટ પછીનું વિશ્વનું સૌથી ઉંચુ શિખર છે. જો કે કેટુ સર કરવું એ માઉન્ટ એવરેસ્ટ કરતા વધુ જોખમી અને અઘરું છે. માઉન્ટ એવરેસ્ટ અત્યાર સુધીમાં 2,238 લોકો સર કરી ચૂક્યા છે, જ્યારે કેટુ સર કરવામાં માત્ર 246 લોકોને જ સફળતા મળી છે.

Image Courtesy:Maria Ly

કાંચનજંઘા

કાંચનજંઘા

સિક્કિમના ઉત્તર પશ્ચિમ વિસ્તાર અને નેપાળ સરહદ પર સ્થિત કાંચનજંઘા વિશ્વનું ત્રીજુ સૌથી ઉંચુ શિખર છે. તેની ઉંચાઈ છે 8,586 મીટર. કાંચનજંઘા દાર્જિલિંગથી માત્ર 74 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલું છે. કાંચનજંઘા નામનો ઉદભવ તિબ્બત મૂળના ચાર શબ્દોમાંથી થયો છે, જેને સામાન્ય રીતે કાંગ-છેન-દજોં-ડ્ઢ લખવામાં આવે છે. સિક્કિમમાં તેનો અર્થ થાય છે વિશાળ હિમની પાંચ નિધિ. નેપાળમાં કાંચનજંઘા કુંભકરણ લંગૂર તરીકે ઓળખાય છે.

Image Courtesy:My Discovery

લાહોત્સે

લાહોત્સે

8,516 મીટર એટલે કે 27,940 ફૂટ ઉંચાઈ ધરાવતું આ શિખર માઉન્ટ એવરેસ્ટ, કેટુ અને કાંચનજંઘા બાદ વિશ્વનું ચોથું સૌથી ઉંચુ શિખર છે, જે એવરેસ્ટ સાથે દક્ષિણ તરફથી જોડાયેલું છે. આ શિખરની આજુબાજુમાં બે અન્ય શિખરો પણ છે.

Image Courtesy:McKay Savage

મકાલૂ

મકાલૂ

મકાલૂ છે વિશ્વનું પાંચમું સૌથી ઉંચુ શિખર. એવરેસ્ટથી 18 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલા આ શિખરની ઉંચાઈ 8,481 મીટર એટલે કે 27,825 ફૂટ છે. મકાલૂની રસપ્રદ વાત એ છે કે, અહીં ચાર અલગ અલગ શિખર છે, જે ચાર મુખી પિરામિડ જેવા દ્રશ્યમાન થાય છે.

Image Courtesy:McKay Savage

ચો ઓયૂ (ચોયૂ)

ચો ઓયૂ (ચોયૂ)

સમુદ્ર સપાટીથી ઉપર 8,201 મીટર (29,906 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી ઉંચુ શિખર છે. તિબ્બતમાં ચો ઓયુનો અર્થ ‘મરકત દેવી' થાય છે. આ પર્વત તિબેટ-નેપાળ સરહદ પર માઉન્ટ એવરેસ્ટની મહાલાંગુર હિમાલયથી 20 કિલોમટીર ખુંબુ ઉપ-ધારામાં પશ્ચિમ તરફ આવેલું છે.

Image Courtesy:McKay Savage

ધૌલાગિરી

ધૌલાગિરી

ઉત્તર-પશ્ચિમી નેપાળમાં કાળી નદીના ઉદગમ સ્થાન નજીક આવેલું આ શિખર, 26,826 ફૂટ ઉંચુ છે. તેના એક ભાગમાં અનેક હિમનદીઓ પણ છે. ધૌલાગિરી એ હિમાલયના મુખ્ય ચાર શિખરોમાંથી એક છે. એક સમયે તેને વિશ્વનું સૌથી ઉંચુ શિખર મનાતું હતું. નેપાળી ભાષામાં ધૌલાગિરી પર્વતનો અર્થ થાય સફેદ સુંદર પહાડ. ધૌલાગિરી વિશ્વનું સાતમા નંબરનું ઉંચુ શિખર છે.

Image Courtesy:Donald Macauley

મનાસ્તુ

મનાસ્તુ

સમુદ્ર સપાટીથી 8,163 મીટર(26,781 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ વિશ્વનું આઠમા નંબરનું ઉંચુ શિખર છે. આ શિખર નેપાળના પશ્ચિમ મધ્ય ભાગમાં નેપાળી હિમાલયમાં આવેલું છે. મનાસ્લુ સંસ્કૃત શબ્દ મનાસા પરથી આવ્યો છે, જેનો અર્થ છે ‘બુદ્ધિ કે આત્મા'. જ્યારે મનાસ્તુનો અર્થ થાય છે ‘પર્વતની આત્મા'

Image Courtesy: Zabara Alexander

નંગા પર્વત

નંગા પર્વત

આ પર્વતની ઉંચાઈ છે 8,125 મીટર એટલે કે 26,658 ફૂટ. નંગા પર્વતની ઓળખ વિશ્વમાં ‘કાતિલ પર્વત' તરીકે પણ છે, કારણ કે અહીં ટ્રેકિંગ કરનાર અનેક લોકો મૃત્યુને ભેટી ચૂક્યા છે. નંગા પર્વત પાકિસ્તાન શાસિત ગિલગિટ, બાલ્ટીસ્તાન વિસ્તારમાં આવે છે. જેને ભારત પણ પોતાનો ભાગ માને છે. નંગા પર્વત વિશ્વનું નવમા નંબરનું સૌથી ઉંચુ શિખર છે. જે હિમાલય પર્વત શ્રૃંખલાથી દૂર પશ્ચિમ ભાગમાં સ્થિત છે.

Image Courtesy:Ahmed Sajjad Zaidi

અન્નપૂર્ણા

અન્નપૂર્ણા

ઉત્તર મધ્ય નેપાળમાં સ્થિત અન્નપૂર્ણા પર્વત વિશ્વનો 10મા નંબરનો ઉંચો પર્વત છે. અન્નપૂર્ણા શિખરની ગણતરી વિશ્વના સૌથી જોખમી શિખરોમાં થાય છે. તેની ઉંચાઈ 26,545 ફૂટ (8091 મીટર) છે.

Image Courtesy:Jeanne Menj

English summary
The world's top 10 highest mountains. These mountains are tough to climb
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X