For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોંક, રસપ્રદ પૌરાણિક કથાઓનું શહેર

|
Google Oneindia Gujarati News

ટોંક શહેર રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીના કિનારે સ્થિત છે. ક્યારેક વિરાસતનું રાજ્ય રહેલાં આ શહેર પર ભારતની સ્વતંત્રતા પહેલા અનેક રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. આ જયપુર શહેરથી 95 કિ.મીના અંતરે સ્થિત છે. આ ક્ષેત્રમાં રહેલા ઐતહાસિક સ્મારકોના કારણે ટોંક વિતેલા યુગના એક હિસ્સાનું વર્ણન કરે છે. આ શહેર અને તેની આસપાસ પ્રવાસન માટેના અનેક આકર્ષણો છે. સોનેરી કોઠી અથવા સોનાની હવેલી આ ક્ષેત્રનું સૌથી પ્રમુખ આકર્ષણ છે. નવાબ મોહમ્મદ ઇબ્રાહિમ ખાન દ્વારા સંગીત, નૃત્ય અને કવિતાઓની પ્રસ્તૃતિ માટે બનાવવામાં આવેલી આ ઇમારતમાં કેટલાક શાનદાર ગ્લાસ પેન્ટિંગ પણ છે. તે નજર બાગ રોડ પર મોટા કુવા પાસે સ્થિત છે અને તેને શીશ મહેલ પણ કહેવામાં આવે છે. આ ઇમારતની દિવાલો પર સોનાની પોલીશ કરવામાં આવી છે અને તેના કક્ષમાં કાંચથી જડેલું એક સુંદર ચિત્ર છે.

સોનેરી કોઠી ઉપરાંત અનેક ઐતિહાસિક સ્મારક અહી આવેલા છે, જે આ શહેરના સમૃદ્ધ ઇતિહાસને જણાવે છે. રસિયાની ટેકરી એક એવું જ પ્રવાસન આકર્ષણ છે, જેના નામ પછળ એક રોચક કહાણી છે. સ્થાનીક લોકો અનુસાર આ સ્થળનું નામ એક કાયસ્થ પ્રેમીના નામ પરથી પાડવામાં આવ્યું છે, જે પોતાનો અધિકાંશ સમય પ્રેમગીત ગાવામાં વિતાવતો હતો. આ ક્ષેત્રના અન્ય ઐતિહાસિક સ્મારક ઘંટાઘર અને જામા મસ્જિદ છે. ટોંકની જામા મસ્જિદ ભારતની મોટી મસ્જિદોમાંની એક છે અને એક મુસ્લિમ ધાર્મિક સ્થળની યાત્રા કરવા માટે મોટી માત્રામાં ભક્તો અહી આવે છે.

મૈસુર ગાર્ડન અને હીરન મગરી પાર્કના આધારે બનાવવામાં આવેલું શિવાજી ગાર્ડન પ્રવાસનનું અન્ય એક આકર્ષણ છે. કલાકારોની અસાધારણ રચનાત્મકતાના સાક્ષી બનવા માટે પ્રવાસી હાથી ભાટાની સેર કરી શકે છે. જ્યાં કલાકારોએ એક પથ્થર પર કોતરકામ કરીને તેને હાથી આકરામાં બનાવ્યો છે. આ બન્ને સ્તળ શહેર નજીક 30 કિ.મી અને 22 કિ.મીના અંતરે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ રાજસ્થાનના ટોંકને.

જામા મસ્જિદ

જામા મસ્જિદ

ટોંકમાં આવેલી જામા મસ્જિદનું અંદરનું દ્રશ્ય

બીસલપુર

બીસલપુર

ટોંકમાં આવેલા બીસલપુર સ્થિત સુંદર મંદિર

હાથી ભાટા

હાથી ભાટા

ટોંકમાં પથ્થર પર કોતરકામ કરીને બનાવવામાં આવેલું હાથી ભાટા

સોનેરી કોઠી

સોનેરી કોઠી

ટોંકમાં આવેલી સોનેરી કોઠીનું અંદરનું દ્રશ્ય

English summary
Tonk is a town, situated on the banks of the River Banas in the Tonk district of Rajasthan. Once a princely state, the town was ruled by various dynasties until the time of Indian independence. It is located at a distance of 95 km from the city of Jaipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X