For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યા ભારતના ટોપ 10 હનીમૂન ડેસ્ટિનેશન..

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે જ્યારે કોઇના લગ્ન થાય છે ત્યારે નવદંપતિ શરૂઆતના દિવસો એકબીજા સાથે ગાળવા માટે કોઇ પ્રવાસે જતા હોય છે. વેસ્ટર્ન કલ્ચરમાં તેને હનિમૂન કહે છે. જોકે આપણે ત્યાં હનિમૂનનું ચલણ ઓછું છે પરંતુ હવે તે ધીરે ધરે વધી રહ્યું છે.

જોકે ભારતીય લોકોની માનસિકતા એટલી જ હોય છે કે ફરવાના નામે કે પછી યાત્રા કે હનિમૂનના નામે એક પ્રવાસ થઇ જવો જોઇએ, કારણ કે ભારતીય લોકો હરવા-ફરવાના ઘણા શોખીન હોય છે.

ભારતમાં પણ એવા અસંખ્ય પ્રવાસન સ્થળો છે જેને જોઇને જ તમારા મનમાં એક વાત ચોક્કસ ઘર કરી જશે કે અહીં તો એકવાર જવું જ છે. આજે અમે આપના માટે આ લેખમાં લઇને આપ્યા છીએ ટોપ ટેન ટૂરિસ્ટ પ્લેસ જે બની રહેશે આપના માટે અદભુત હનિમૂન ડેસ્ટિનેશન.

તસવીરોમાં જુઓ અને નક્કી કરો આપના માટે કયુ ડેસ્ટિનેશન રહેશે પરફેક્ટ...

ગોવા

ગોવા

હનીમૂનર્સની સૌથી પહેલી પસંદગી ગોવા પર ઉતરે છે. અત્રેના અંજુના, બાગા, કોલવા, કૈલેંગુએટ, વારકા, વેગેટર, કૈંડોલિમ, ડોના પૌલા અને બેનાયુલિયમ બીચ હનીમૂનર્સને ખૂબ જ આકર્ષિત કરે છે. નવદંપતિ અત્રેના નેચરલ બીચ પર આનંદની પળો માળવા, અત્રે નાઇટ લાઇફ, રેસ્ટોરંટ અને પબ્સનો પણ આનંદ ઉઠાવે છે. અત્રે વોટર સ્પોર્ટ્સની પણ મજા માણી શકાય છે.

લક્ષદ્વીપ

લક્ષદ્વીપ

કેરળમાં સ્તિત લક્ષદ્વીપની કૂદરતી બ્યૂટી, બીચ, આસમાની સમુદ્ર અને ગાર્ડન માત્ર આપને બેસ્ટ હનીમૂન પિક્સ જ નહીં પરંતુ અનેરી શાંતિ પણ આપશે. અત્રેનું રોમાંચક વાતાવરણ આપના જીવનમાં પણ પ્રેમ અને મિઠાસ ઘોળી દેશે. અત્રે કાવારાત્તી, મિનિકોય, અગાતી, કદમત અને બંગારામ પણ જોવાલાયક બીચ છે.

કેરળ

કેરળ

વિશ્વના સૌથી રોમેંટિક સ્થાનોમાંથી એક છે કેરળ. ગોડ્સ ઓન કંટ્રી(ઇશ્વરનું ઘર) કહેવાતા કેરળના સુંદર બીચ, તળાવ, કાળુ પાણી, હિલ સ્ટેશંસ અને હાઉસ બોટ ક્યારેય નહીં ભૂલવાવાળી યાદો આપી જાય છે. એલેપી(હાઉસ બોટ), મુન્નાર, થેકેડી ગર્મીઓના સમયે ફરી શકાય છે.

શિમલા

શિમલા

અત્રેના તો હવામાનમાં જ રોમાંસ છૂપાયેલો છે. હરિયાળી, બરફથી આચ્છાદિત પહાડો, એડવેંચર સ્પોર્ટ્સ, હિમાલયનો વ્યૂ શિમલાને ખાસ બનાવે છે. અત્રેના હિપ હિપ હુર્રે અમ્યૂઝમેંટ પાર્ક, ઝાખૂ મંદિર, ધ મોલ, ધ રિઝ, લોઅર બજાર, વિસેરેગલ લૉઝ, દોર્જે ડ્રેગ મોનેસ્ટ્રી, ક્રિસ્ટ ચર્ચ વગેરે નવદંપતિઓને આકર્ષિત કરે છે.

અંડમાન આઇલેંડ

અંડમાન આઇલેંડ

અંડમાનના ટાપુ પ્રકૃતિ દર્શનથી મન મોહી લે છે. તાજી હવા, હરિયાળી, આસમાની સમુદ્ર અને સફેદ બીચ અત્રેની ખાસિયત છે. અત્રે કૂસિંગ, સ્કૂબા ડાઇવિંગ, સ્નોરકેલિંગ, ટ્રેકિંગ, વોટર સ્કીઇગ, વિંડસર્ફિગ, સ્પીડ બોટિંગ વગેરે જેવી એક્ટિવિટીઝની મજા માણી શકાય છે. અત્રે નીલ આઇલેંડ, રંગત, લૉંગ આઇલેંડ, માયાપુર અને ડિગલીપુર ફરવા લાયક છે.

કાશ્મીર

કાશ્મીર

ધરતી પરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીરનો વ્યૂ બિલકૂલ સ્વિટ્ઝર્લેંડ જેવું છે. અત્રેની સુંદરતા, બરફથી ઢંકાયેલા પહાડો, ઘાટીઓ, એલ્પાઇન વિલેજિસ, ઝરણા, અને ફૂલોના બાગ હનીમૂનર્સને આકર્ષિત કરે છે. ઠંડીઓમાં અત્રે આવેલું ડલ લેકની ફોટોગ્રાફીનો આનંદ માણી શકાય છે. આ ઉપરાંત ગુલમાર્ગ, શ્રીનગર, સોનમાર્ગ અને પેહલગામ પણ અત્રેના મુખ્ય આકર્ષણ છે.

નૈનીતાલ

નૈનીતાલ

ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંથી એક નૈનીતાલ છે જે તળાવ અને પહાડોથી ઘેરાયેલું હોવાથી જાણીતું છે. ઉત્તરાંચલમાં સ્થિત નૈનીતાલનું જૈપેનીઝ ફ્લાવર ગાર્ડન નવ વિવાહિત જોડાને રોમેંટિક અહેસાસ આપે છે. આ ઉપરાંત તળાવની આસ પાસ લાગેલી લાઇટ્સ રાત્રિના સમયે અલગ જ જાદુ વિખેરે છે.

ગુલમાર્ગ

ગુલમાર્ગ

કાશ્મીરમાં સ્થિત ગુલમાર્ગ એ હનિમૂનર્સ માટે છે જેને રમત સાથે પ્રેમ છે. અત્રે ભારતની સૌથી જાણીતી સ્કીઇગ ડેસ્ટિનેશન છે. સ્કીઇંગનું હર્ટલેંડ કહેવાતા ગુલમાર્ગને એશિયાનું 7મું બેસ્ટ સ્કીઇંગ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અત્રે જવાનો બેસ્ટ સમય ડિસેમ્બરથી માર્ચમાં છે.

મેઘાલય

મેઘાલય

મેઘાલય ફોટો ખેંચવા માટે બેસ્ટ, નેચરલ લેંડસ્કેપ અને બાયોડાયવર્સિટીઝ મેઘાલયની ખાસિયત છે. મેઘાલયની રાજધાની શિલોંગ પણ ખૂબ જ સુંદર છે. નવદંપતિઓને અત્રેની કૂદરતી સૌંદર્યતા ખૂબ જ આકર્ષિત કરે છે. ચેરાપૂંજીમાં નોહકાલીકાઇ વોટફોલ્સ ખૂબ જ રોમેંટિક છે.

કૂર્ગ

કૂર્ગ

ભારતનું સ્કૉટલેંડ કહેવાતા કૂર્ગમાં હરિયાળા જંગલ, ઉંચા પહાડો અને હવાઓમાં ફેલાયેલી કોફી સુંગધની મજા આવી શકે છે. આ ઉપરાંત અત્રે કાવેરી નદીના શાંત કિનારે, ઇરૂપ્પુ, અબે એંડ મલાલી અને એબી ફોલ્સ જેવા વોટરફોલ્સ આકર્ષણનું કેન્દ્ર છે.

જુઓ ભારતના ટોપ 35 હિલ સ્ટેશન અને Make Your Trip...

જુઓ ભારતના ટોપ 35 હિલ સ્ટેશન અને Make Your Trip...

જુઓ ભારતના ટોપ 35 હિલ સ્ટેશન અને Make Your Trip...

English summary
Here are top 10 honeymoon destination of India, Take a tour in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X