For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનાં 10 સૌથી સુંદર રાજ્યો

|
Google Oneindia Gujarati News

ભારત એક એવો દેશ છે જ્યાં તમને તપતું રણ પણ જોઇ શકશો, હિમાલયનો બરફ પણ જોઇ શકો છો, ગોવાના સુંદર દરિયા કિનારાને પણ જોઇ શકો અને પહાડી વિસ્તારોને પણ જોઇ શકો છો.

એટલું જ નહીં ભારતનું રિચ કલ્ચર, હિસ્ટ્રી અને ટેડ્રીશન ભારતની એક આગવી ઓળખ ઊભી કરે છે. ભારતમાં હાલ 29 રાજ્યો છે. ત્યારે આ તમામ રાજ્યમાંથી સૌથી સુંદર, મસ્ટ, એક વાર તો જવું જ જોઇએ તેવા 10 રાજ્યોની યાદી અમે તૈયાર કરી છે. તો જરા તમે પણ આ લિસ્ટ જોઇ લો અને જો હજી સુધી ત્યાં ના ગયા હોવ તો હજી પણ મોડું નથી થયું આ વેકેશનમાં ત્યાં જરૂરથી જઇ આવો..

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળની રાજધાની છે કોલકત્તા. "કલ્ચરલ કેપિટલ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાતા કોલકત્તામાં બ્રિટિશ સમયના અનેક જાણીતા બિલ્ડિંગ્સ છે, જે જોવા લાયક છે આ ઉપરાંત ફેમસ બંગાળ રેનેસાન્સ શરૂ કરનાર રાજા રામમોહન રાય, નેતાજી સુભાષચંદ્ર બોસ, રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, શ્રી અરબિંન્દો જેવા અનેક મહાપુરુષોની કર્મભૂમિ અને જન્મભૂમિ છે કોલકત્તા. એટલું જ નહીં રોયલ ટાયગર પણ અહીં સુંદરવનમાં રહે છે. જેને જોવો મસ્ટ છે.

9. હિમાચલ પ્રદેશ

9. હિમાચલ પ્રદેશ

"લેન્ડ ઓફ ગોડ", "દેવભૂમિ" તરીકે હિમાચલ પ્રદેશની ઓળખ થાય છે. હિમાલય પર્વતમાળા અને સુંદર હિલસ્ટેશનોનું ધર છે હિમાચલ પ્રદેશ. અહીંના હિલ સ્ટેશનો, ખળખળ વહેતી નદી ઝરણાં તમને મંત્રમુગ્ધ કરી દેશે. એટલું જ નહીં અહીં રોક ક્લામીંગ, પેરેગ્લાઇડીંગ, માઉન્ટેન બાઇકિંગ, આઇસ સ્કેટીંગ જેવા એકટીવીટી પણ મોટી સંખ્યામાં ટૂરીસ્ટોને અહીં ખેંચી લાવે છે.

8.પંજાબ

8.પંજાબ

ફૂડ, કલ્ચર અને હિસ્ટ્રી આ ત્રણેયનું સંગમ એટલે પંજાબ. સરસોના લહેરાત ખેતરો, ગુરુદ્વારા, લસ્સીના ગ્લાસ અને હસતા હસાવતા લોકો પંજાબની આગવી ઓળખ ઉભી કરે છે અમૃતસર, જલંધર, ચંદીગઢ, લુધિયાણા આ એવી જગ્યાઓ છે જ્યાં એક વાર તો જવું જ જોઇએ. અને તેમાં પણ ખાસ કરીને લ્હોરીના સમયે. આ સમયે પંજાબની ખૂબસૂરતી કંઇક ખાસ જ નીખરીને આવે છે.

7. મધ્યપ્રદેશ

7. મધ્યપ્રદેશ

"હાર્ટ ઓફ ઇન્ડિયા", પેલી મધ્યપ્રદેશ ટૂરીઝમની એડ આવે છે ને ઇન્ડિયા કા દિલ દેખો. ખરેખરમાં મધ્યપ્રદેશ ઇન્ડિીયાનું દિલ જ છે. અહીં અનેક જાણીતા કિલ્લાઓ અને મંદીરો આવેલા છે જે જોવા લાયક છે. ખજૂરાહો ટેમ્પલ, ગ્લાલિયરનો ફેમસ મહેલ, જબલપુરનો જાણીતો વોટરફોલ ભેડાધાટ, ઉજ્જૈનમાં કાલભૈરવનું મંદિર, આ બધી એવી જગ્યાઓ છે જ્યાં એક વાર તો જવું જ જોઇએ. વધુમાં અહીં વાધનું અભ્યારણ પણ છે. અને નર્મદા નદી આ વિસ્તારને એક અલૌકિક સુંદરતા આપે છે.

6. ગુજરાત

6. ગુજરાત

પ્રતિવર્ષ 18.9 મિલિયન ટૂરિસ્ટ, ગુજરાત આવે છે. હિસ્ટ્રી, કલ્ચર અને આધુનિકતા સંગમ એટલે ગુજરાત, ગુજરાતનું હેન્ડીકાફ્ટ હોય કે પછી ગુજરાતી ફૂડ કે પછી ગુજરાતીઓની મહેમાન નવાજી. ગુજરાતની વાત જ કંઇક અલગ છે. એમ નેમ અમિતાભ નથી કહેતો "કુછ દીન તો ગુજરો ગુજરાત મેં". ગુજરાત છે જ એવું સરસ. વધુમાં ગુજરાતમાં વર્લ્ડ ફેમસ આર્કિઓલોજી સાઇટ લોથલ વેલી, કચ્છનું સફેદ રણ, ગિરનારનું સિંહનું અભ્યારણ, સોમનાથ મંદિર ખાસ જોવા જેવી જગ્યાઓ છે.

5. ગોવા

5. ગોવા

જ્યારે પણ ગોવાનું નામ કાને પડે ત્યારે સુંદર દરિયા કિનારો આંખ સામે આવી જાય. ગોવા એટલે ઢળતો સૂરજ, સોનેરી રેત, કિસ્ટલ વોટર અને ઠંડી ઠંડી હવાઓ. ગોવા કાર્નિવલ વખતે અહીં વર્લ્ડ ફેમસ ઇવેન્ટ થાય છે. આ ઉપરાંત અહીંનું સી ફૂડ ખાવા જેવું છે. ગોવામાં સર્ફિંગ, વોટર સ્કીઇીંગ જેવા અનેક વોટર સ્પોટ થાય છે. અને ગોવાના ઓલ્ડ શહેરોમાં ગોવાની ઓન્થેટીસીટી અને કલ્ચર જોવા મળે છે. વધુમાં અહીંના પાર્ટુગિસ ચર્ચ, વાઇલ્ડ લાઇફ સેન્ચૂયરી, જૂની ઇમારતો જોવા લાયક છે.

4. રાજસ્થાન

4. રાજસ્થાન

રંગીલી રાજસ્થાન, સૂકી, તપતી રેતની ચાદર ઓઢી બેઢેલા રાજસ્થાનમાં રંગોની રમઝટ ફેલાવે છે અહીંના લોકો અને તેમનો રંગીલો પોશાક. કિલ્લાઓના ગઢ રાજસ્થાનમાં જોવા જેવું ધણું છે. અહીંનો ભવ્ય ઇતિહાસ, વાઇબન્ટ કલ્ચર જોવા જેવું છે. જયપુર, જોધપુર એક ખુલ્લા મ્યુઝિયમ જેવું છે જ્યાં જુઓ ત્યાં કંઇક જોવા જેવું. વળી અહીંની કેમલ સફારી અને અહીંના રાજા રાણીની કહાનીઓ અહીંની લોકસંસ્કૃતિ રાજસ્થાન બનાવી દે છે ખાસ.

3. કેરલા

3. કેરલા

મેસ્મરાજીંગ બેકવોટરનું ઘર એટલે કેરલા. ખળખળ વહેતા ઝરણાં અને લીલાછમ ડુંગરો એટલે કેરલા. હાઉસ બોટમાં બેસી એક કાઠેથી બીજા કાઠે ફરવાની મઝાએ છે કેરલા. અહીં ગ્રાન્ડ કેરલા શોપિંગ ફેસ્ટિવલ થાય છે જેને એશિયાનો લાજેસ્ટ શોપિંગ ફેસ્ટિવલ માનવામાં આવે છે. એટલું જ નહીં અહીં સરકાર પણ ઇકો ટૂરીઝમને મહત્વ આપે છે. ભગવાનની ભૂમિ ગણાતા કેરલામાં અનેક જોવા લાયક
મંદિરો પણ છે.

2. ઉત્તરાખંડ

2. ઉત્તરાખંડ

ભારતનું સ્વિટ્ઝલેન્ડ તરીખે ઓળખાતા ઉત્તરાખંડમાં સુંદરતા શોળે કળા ખીલેલી જોવા મળે છે. અહીંના હિમઇચ્છાદિત પર્વતો, ફ્લાવર વેલી, સ્કીંઇંગ સ્લોપ અને ગાઢ જંગલો તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીંની પ્રાકૃતિક સુંદરતા એટલી બધી સરસ છે કે તમને થશે બસ અહીં જ રોકાઇ જઉં. અહીં અનેક જાણીતા ધાર્મિક સ્થળો, ઐતિહાસિક કોતરણીવાળા પથ્થરો છે જે જોવા લાયક છે. વળી અહીંના લોકોની સાદગીવાળા તમારું મન મોહી લેશે.

1. જમ્મુ કાશ્મીર

1. જમ્મુ કાશ્મીર

કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. હિમાલયના હિમાચ્છિદ પર્વતો, ખુલ્લુ આકાશ, જીલ,અહીંનું પ્રાકૃતિક સૌદર્ય, હરિયાળી વેલી, કાશ્મીરને જીવનમાં એક વાર તો જવું જ જોઇએ તેવી જગ્યા બનાવી દે છે. દાલ લેક, ગુલમર્ગ, શ્રીનગર, નગીન લેક, પરી મહેલ, મુગલ ગાર્ડન, પહેલગામ, અનેક જાણીતી હિંદુ મુસ્લિમ સ્થળો કાશ્મીરને ખાસ બનાવી દે છે.

English summary
Top 10 Most Beautiful states of india that you would love to visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X