મોંઘા શહેરોમાં ફરવાના શોખીનો માટે, દુનિયાના પાંચ સૌથી મોંઘા શહેર
[પ્રવાસ] કોઇ દેશની નાણાકીય પરિસ્થિતિ ત્યા વસતા નાગરિકોની આવક, તેમની રહેણી-કરણી અને રોજનીશી પર નિર્ભર કરે છે. ઇકોનોમિસ્ટ પત્રિકાના ઇકોનોમિસ્ટ ઇંટેલિસેન્સ યૂનિટના સર્વે અનુસાર કેટલાંક દેશોને સૌથી મોંઘા ગણાવવામાં આવ્યા છે.
વિશ્વના આ પાંચ મોંઘા શહેરોની જાણકારી અમે આપને અહીં એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે જો ક્યારેક આપના મનમાં વિદેશ પ્રવાસ કરવાનો વિચાર આવ્યો, તો આપ આપના બજેટ પ્રમાણે આ શહેરની પસંદગી કરી શકો.
જોકે આ પાંચ શહેરો એવા પ્રવાસીઓ માટે તો સ્વર્ગ સમાન છે જેઓને મોંઘા શહેરોમાં ફરવાનો, બ્રાંડેડ વસ્તુઓ વાપરવાનો અને આલિશાન શહેરમાં મૂક્તમને ફરવાનો શોખ હોય તો આવો જાણીએ વિશ્વના એ પાંચ શહેરો વિશે જે છે સૌથી મોંઘા.

1. જ્યૂરિખ, સ્વિટ્ઝર્લેન્ડ
જ્યૂરિખ, સ્વિટ્ઝર્લેન્ડનું સૌથી મોટું શહેર છે, જ્યાં જીવનધોરણ ખૂબ જ ઊંચું છે. તે દુનિયાનું સૌથી મોંઘુ શહેર છે. જ્યાં આપને એક બિયર માટે 10 ડોલર અને એક ફિલ્મની ટિકિટ માટે 20 ડોલર ખર્ચ કરવા પડશે. સ્વિટઝર્લેન્ડ દુનિયામાં સૌથી અમીર દેશોમાં આવે છે. જો આપ જ્યૂરિખમાં રજાઓ માણવાનું વિચારી રહ્યા હોવ તો આ વિચાર પણ સસ્તો નથી.

2. ટોક્યો, જાપાન
પહેલા ટોક્યો દુનિયાનું સૌથી મોંઘુ શહેર માનવામાં આવતું હતું, પરંતુ આજે બીજા નંબર પર છે. આ સુંદર શહેરમાં એક ડજન ઇંડા 7 ડોલર અને સોડા લગભગ 2 ડોલરમાં મળશે. આ શહેરમાં ખૂબ જ ઉચ્ચ સ્તરીય જીવન વ્યતિત કરવામાં આવે છે.

3. જિનેવા, સ્વિટ્ઝર્લેન્ડ
જિનેવા સ્વિટ્ઝર્લેન્ડમાં બીજા સૌથી વધારે વસ્તી વાળું શહેર છે અને દુનિયામાં ત્રીજું સૌથી મોંઘુ શહેર છે. પોતાના સંગ્રહાલયો, વાસ્તુકલા, પરંપરા અને રીતિ-રિવાજોની સાથે આ યૂરોપમાં સૌથી પસંદગીનું પ્રવાસન સ્થળોમાંથી એક છે. સસ્તા ભોજન અને રહેવાનું સ્થળ જિનેવામાં મળવું સરળ નથી. આ શહેરની વધુ એક રસપ્રદ વાત એ છે કે તે દુનિયાનું આઠમું સૌથી સારું શહેર છે.

4. નાગોયા, જાપાન
નાગોયા જાપાનમાં બીજા અને દુનિયાના ચોથું સૌથી મોંઘું શહેર છે. આ શહેર પ્રશાંત મહાસાગરના તટ પર સ્થિત છે અને હોંશૂ તેના મધ્યમાં છે. જે ઓટમબીલનું મેન્યુફેક્ચરિંગ હબ છે, જ્યાં લગભગ 50 ટકા ઓટમબીલનું ઉત્પાદન થાય છે. નાગોયામાં સોડા માટે આપે 1.50 ડોલર અને બિયર માટે 11 ડોલર ખર્ચ કરવા પડશે.

5. ઓસ્લો, નોર્વે
ઓસ્લોનું સ્થાન દશ વર્ષથી 5 સૌથી મોંઘા શહેરોમાં રહ્યું છે. ઓસ્લો નોર્વેની રાજધાની છે, દુનિયાનું પાંચમુ અને યૂરોપનું બીજું સૌથી મોંઘુ શહેર છે. આ શહેર રોકાણકારો માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ઓસ્લોમાં એક ફિલ્મની ટિકિટ માટે આપે લગભગ 18 ડોલર આપવા પડશે. આ શહેર પગાર અને ખરીદીની ક્ષમતા પ્રમાણે ચોથા સ્થાન પર છે.












Click it and Unblock the Notifications
