For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુદરતના ખોળામાં માણો ફિશિંગનો આનંદ, ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશન

|
Google Oneindia Gujarati News

ઘણીવાર અમે લોકોને કહેતા સાંભળ્યા છે કે શોખ મોટી વસ્તુ છે અને વ્યક્તિએ તેને ક્યારેય ખતમ ના કરવો જોઇએ. આપણામાંથી દરેકને કોઇને કોઇ શોખ હોય જ છે, કોઇનામાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગનો શોખ હોય છે તો કોઇને મ્યુઝિક સાંભળવાનો શોખ હોય છે, અથવા તો કોઇ એડવેંચર સ્પોર્ટ્સમાં ખોવાયેલ હોય છે. આજે આપને ઘણા લોકો એવા પણ મળી જશે જે આપને ખાલી સમયમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન નૃત્ય અથવા સંગીત પર કેન્દ્રીત કરતા હોય.

આ બધાથી અલગ સમાજમાં એક એવો વર્ગ પણ છે જે પ્રકૃતિના સર્વોત્તમ રૂપને નિહાળતા ફિશિંગ કરવાનો શોખ ધરાવતા હોય. આ એવા લોકો છે જેમનું એવું માનવું છે કે આપ એવું કરીને પ્રકૃતિની વધુ નજીક આવી શકો છો. એજ ક્રમમાં અમે આજે અમારા આ લેખમાં વાત કરવા જઇ રહ્યા છીએ ભારતના ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશનની.

કુદરતના ખોળામાં આપ ફિશિંગ કરવાનો આનંદ ક્યાં માણી શકશો, તો આવો તસવીરોમાં જોઇએ ભારતમાં આવેલા ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશન...

અરૂણાચલ પ્રદેશ

અરૂણાચલ પ્રદેશ

આજે ભારતના નોર્થ ઇસ્ટમાં આવેલા સુંદર રાજ્ય અરૂણાચલ પ્રદેશ ફિશિંગ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. રાજ્યની પ્રમુખ નદીઓમાની એક લોહિત નદી ઉપરાંત અત્રે ઘણી ધારાઓ છે જે ફિશિંગની દ્રષ્ટિએ રાજ્યને મહત્વપૂર્મ બને છે. જો આપને અરૂણાચલ પ્રદેશમાં ફિશિંગ કરવી હોય તો આપ અત્રેના પ્રમુખ શહેર તેજૂ જઇ શકો છો, તેજૂમાં આવેલ ભોરોલી નદી ફિશિંગ માટે બેસ્ટ છે. આખા રાજ્યમાં આપને માછલી પકડવાના સાધનો ભાડેથી મળી જશે.

તમિલનાડુ

તમિલનાડુ

આજે તમિલનાડુમાં ઘણી નદિયો, ધારાઓ અને તળાવ છે જેના કારણે આખું રાજ્ય ફિશિંગ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે અને અત્રે આપ ફિશિંગ માટે ક્યાંય પણ જઇ શકો છો. આપને જણાવી દઇએ કે ફિશિંગના પગલે અત્રે પીરમુંડ, કલકુંડી પોર્તિમુંડ અને મેકોડની ગણતરી પ્રમુખ ધારાઓમાં થાય છે. જો આપ ટ્રાઉટ માછલીના શોખીન હોવ તો આપ અવલાંચે નદી તરફ જઇ શકો છો.

કર્ણાટક

કર્ણાટક

વાત જ્યારે ફિશિંગની થઇ રહી હોય ત્યારે કર્ણાટકનું વર્ણન ના કરીએ તો વાત અધૂરી રહી જાય છે. નોંધનીય છે કે કાવેરી નદી અને ઘણી સહાયક નદીઓના પગલે આજે ફિશિંગના પગલે કર્ણાટક એક મહત્વપૂર્ણ ફિશિંગ ડેસ્ટિનેશનના રૂપમાં પોતાની ઓળખ ઊભી કરી રહ્યું છે અને હર વર્ષે હજારો પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આપને જણાવી દઇએ કે ફિશિંગ માટે મૈસૂર અને કાવેરી ફિશિંગ કેમ્પ એક મહત્વપૂર્ણ ડેસ્ટિનેશન છે અને રાજ્યની નદિયોમાં મહાશેર માછલી વધારે હોવાના કારણે આપ સારો શિકાર પ્રાપ્ત કરી શકશો.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

ફિશિંગ માટે હિમાચલ પ્રદેશનું એક ખાસ મહત્વ રહ્યું છે. અત્રેનું કુલ્લૂ મનાલી વિસ્તાર ખાસ રીતે લર્જી ઘાટી એ સ્થાન છે જે તે લોકો માટે સ્વર્ગ છે જેમને ફિશિંગનો શોખ છે. જોકે એ સ્થાનમાં ઘણા પ્રમુખ પ્રાકૃતિક વહેણો અને બ્યાસ નદીનો સમાવેશ થાય છે, જે કારણે આપ અત્રે ફિશિંગનો અનોખો આનંદ ઉઠાવી શકો છો.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

શિવાલિકની સુંદરતા પર્વતમાળાથી ઘેરાયેલ ઉત્તરાખંડે હંમેશાથી પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. ગંગા યમુના ઉપરાંત ઘણી અન્ય નદીઓના ઉદગમ સ્થાનના રૂપમાં વિખ્યાત ઉત્તરાખંડે હંમેશા ટ્રાવેલ પ્રેમિયો ઉપરાંત ફિશિંગના શોખીન લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આજે અત્રે ઘણી પ્રાકૃતિક સરોવરો છે જે ફિશિંગને પ્રોત્સાહન આપે છે.

આપને સ્વર્ગ જેવી અનુભૂતી કરાવશે અમદાવાદનું આ સુંદરવન...

આપને સ્વર્ગ જેવી અનુભૂતી કરાવશે અમદાવાદનું આ સુંદરવન...

સુંદરવન... જુઓ તસવીરોમાં અમદાવાદના આ સુંદરવનને...સુંદરવન... જુઓ તસવીરોમાં અમદાવાદના આ સુંદરવનને...

English summary
Fishing is a great hobby. Here are a few best places for fishing in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X