ભારતના ટોપ 5 રોક ક્લાઇમ્બિંગ ડેસ્ટિનેશન, હાર્ડકોર એડવેંચરના પ્રેમી ચોક્કસ જાય
અમે અમારા ઘણા લેખો દ્વારા આપને અવગત કરાવી ચૂક્યા છીએ કે ભારતની ગણના હવે એ દેશોમાં થાય છે જે પોતાની વિવિધતા વિશેષતા અને સંસ્કૃતિ ઉપરાંત અત્રે આયોજિત થનારા એડવેંચર સ્પોર્ટસ્ દ્વારા પણ દેશ દુનિયાના પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. વાત જ્યારે ભારતમાં એડવેંચર સ્પોર્ટ્સની થતી હોય તો પેરાગ્લાઇડિંગથી લઇને સ્કાઇંગ અને ટ્રેકિંગથી લઇને માઉંટેન ક્લાઇમ્બિંગ સુધીની તમામ વસ્તુઓ ભારતમાં ઉપલબ્ધ છે જેની એક એડવેંચર પ્રેમીને તલાશ છે.
- ટ્રાવેલ ફોટોગ્રાફીના શોખીનો માટે મક્કા છે આપણું ભારત, જુઓ તસવીરો
- ધોળકા: સ્વયંભૂ પ્રગટ્યા હતા દાદા એટલે ગામનું નામ પડ્યું ગણેશપુરા
- જે ન ચડ્યો ગઢ ગિરનાર, એનો એળે ગયો અવતાર...
હંમેશા એ જોવામાં આવ્યું છે કે કેટલાંક વર્ષોથી ભારતમાં એડવેંચર સ્પોર્ટ્સ ઇંડસ્ટ્રીમાં ઝડપી ઊછાળો નોંધાયો છે. હવે તેના કારણો પર નજર નાખીએ તો માલૂમ પડશે કે ઇંટરનેટનું પણ ભારતમાં એડવેંચર સ્પોર્ટ્સને લોકપ્રિય બનાવવામાં એક મહત્વપૂર્ણ યોગદાન છે.
- અ'વાદની સીદી સૈયદની જાળી છે બેનમૂન સ્થાપત્યની નીશાની
- આ 10 ઐતિહાસિક સ્મારક જોઇને આપને ભારતીય હોવાનું ગૌરવ થશે
- આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...
આજ ક્રમમાં આજે અમારા આ લેખ દ્વારા અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ કે ભારતમાં આવેલા ટોપ 5 રોક ક્લાઇમ્બિંગ ડેસ્ટિનેશનથી. તો આવો અમે આપને લઇને જઇએ એ સ્થળો પર જ્યાં જઇને આપ રોક ક્લાઇંમ્બિગની મજા માણી શકશો.
રૉક ક્લાઇમ્બિંગ માટેના બેસ્ટ ડેસ્ટિનેશન જુઓ તસવીરોમાં...

શે રૉક
રૉક ક્લાઇમ્બિંગ અને પર્વતારોહણને હંમેશાથી જ લેહને આકર્ષિત કર્યા છે, જેના પગલે આજ લેહનું 'શે રૉક' રૉક ક્લાઇમ્બિંગ માટે એક આદર્શ સ્થળ છે. લેહ શહેર ઇંડસ નદીના કિનારે કરાકોરમ અને હિમાલયની શ્રેણીની વચ્ચે સ્થિત છે. આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા દેશભરના પ્રવાસીઓને બારે માસ પોતાની તરફ આકર્ષિત કરે છે. આપે પણ એક વાર તો ચોક્કસ અત્રે આવવું જોઇએ.

પર્વતી વેલી
વાત જ્યારે રૉક ક્લાઇમ્બિંગ અને પર્વતારોહણની થઇ રહી હોય તો અમે હિમાચલ પ્રદેશનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધુરી રહી જાય છે. આપને બતાવી દઇએ કે જો આપ હિમાચલ પ્રદેશના રોક ક્લાઇમ્બિંગ અને પર્વતારોહણ કરવા ઇચ્છતા હોવ તો આપ પર્વતી વેલીની યાત્રા ચોક્કસ કરો. અત્રે નોંધનીય છે કે એડવેંચર સ્પોર્ટ્સમાં રસ ધરાવનાર ઉપરાંત આ સ્થળ એ લોકો માટે પણ છે જે લોકો કુદરતને તેના સર્વોત્તમ રૂપમાં જોવા માંગતા હોય, અને જેમને ફોટોગ્રાફીનો શોખ હોય.

માલશેજ ઘાટ
માલશેજ ઘાટ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પશ્ચિમી ઘાટોની શ્રેણીમાં આવેલો એક પ્રસિદ્ધ ઘાટ છે. માલશેજ ઘાટ સમુદ્ર સપાટીથી લગભગ 700 મીટરની ઊંચાઇ પર સ્થિત એક શાનદાર પ્રવાસન સ્થળ અને હિલ સ્ટેશન છે, જે સ્વાસ્થ્ય વર્ધક અને સુખદ જળવાયુંથી પરિપૂર્ણ છે. આ સ્થાન પોતાની અગણિત સરોવર, પર્વતમાળા માટે પ્રસિદ્ધ છે અને આ પ્રકૃતિ પ્રેમિઓ, સુખની શોધ કરનારા, સાહસિકો અને ટ્રેકર્સની વચ્ચે પણ પ્રસિદ્ધ છે.

મધુગિરી
જો આપ કર્ણાટકમાં હોવ અને રૉક ક્લાઇમ્બિંગમાં રસ ધરાવતા હોવ તો આપ તુમકૂર સ્થિત મધુગિરીની યાત્રા ચોક્કસ કરો. આ સ્થાનરૉક ક્લાઇમ્બિંગ કરનારાઓ માટે કોઇ સ્વર્ગથી ઓછું નથી. આ ઊપરાંત અત્રે આવનાર પ્રવાસીઓ આ સ્થળ પર ટ્રેકિંગ રેપલિંગ સાયકલિંગ જેવી ઘણી અન્ય પ્રક્રિયાઓને પણ અંજામ આપી શકે છે. આ સ્થાનની ખાસ વાત એ છે કે આ અત્રે હાજર પહાડોની ગણતરી એશિયાના બીજા સૌથી મોટા મોનોલિથ રોકમાં થાય છે, માટે અત્રે કરવામાં આવેલી રૉક ક્લાઇમ્બિંગ ઘણા અર્થોમાં ખાસ બની રહેશે.

પૈથલમાલા
કેરલ સ્થિત મલપ્પુરમથી નજીક પૈથલમાલા એડવેંચરના શોખીન એ પ્રવાસીઓ માટે સ્વર્ગ છે જે પ્રકૃતિના સર્વોત્તમ રૂપની વચ્ચે રૉક ક્લાઇમ્બિંગ કરવા ઇચ્છે છે. સમુદ્ર સ્તરથી 1372 મીટરની ઊંચાઇ પર સ્થિત પૈથલમાલામાં ટ્રેકિંગ રૈપલિંગથી લઇને રૉક ક્લાઇમ્બિંગ સુધી દરેક વસ્તુઓ હાજર છે જેની એક રોમાંચના શોખીન વ્યક્તિને તલાશ છે. પશ્ચિમ ઘાટમાં આવેલા આ પર્વત શ્રેણીની ગણતરી દક્ષિણ ભારતની પ્રમુખ પર્વત શ્રેણીમાં થાય છે.












Click it and Unblock the Notifications
