For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ટિપ્સની મદદથી પહેલી વિદેશ યાત્રાને બનાવો મજેદાર

પહેલીવાર વિદેશ પ્રવાસને લઈને આપણે જેટલા એક્સાઈટ થઈએ છીએ, એટલી જ ગભરામણ પણ થાય છે. કેવી રીતે શું કરવાનું છે, લિમિટેડ બજેટ જેવા જાત ભાતના પ્રશ્નો હોય છે.

|
Google Oneindia Gujarati News

પહેલીવાર વિદેશ પ્રવાસને લઈને આપણે જેટલા એક્સાઈટ થઈએ છીએ, એટલી જ ગભરામણ પણ થાય છે. કેવી રીતે શું કરવાનું છે, લિમિટેડ બજેટ જેવા જાત ભાતના પ્રશ્નો હોય છે. પરંતુ જો તમે ટ્રાવેલિંગ દરમિયાન સારા ખરાબ તમામ અનુભવ માટે તૈયાર છો તો નવી ચીજવસ્તુ ટ્રાય કરવામાં અને એક્સપ્લોર કરવાથી ડરશો નહીં. પહેલી વખત વિદેશ જતા કેટલીક એવી બાબતોનો સામનો કરવો પડી શકે છે, જે તમે ક્યારેય નહીં અનુભવી હોય. તો પહેલી વિદેશ યાત્રામાં શું ધ્યાન રાખશો, અને કેવી રીતે બનાવશો ટ્રિપને યાદગાર. ચાલો જાણીએ.

આ પણ વાંચો: આ ટિપ્સ અને ટ્રિક્સથી કરો બજેટમાં પ્લેનની મુસાફરી

રહેવા માટે હોટેલના બદલે હોસ્ટેલ કરો પસંદ

રહેવા માટે હોટેલના બદલે હોસ્ટેલ કરો પસંદ

પહેલી વખત વિદેશ જતા સમયે એક બાબતે સજાગ રહેવું જરૂરી છે. આ બાબત છે બજેટ. એટલે બજેટ ઘટાડવા માટે હોટેલ કરતા હોસ્ટેલમાં રોકવાનું પસંદ કરો. એનાથી તમારું બજેટ તો બચશે જ સાથે જુદા જુદા દેશમાંથી આવેલા મુસાફરોને મળવાની તક પણ મશશે. આ કારણે તમને નવો એક્સપિરિયન્સ થશે જે કેટલીકવાર મુસાફરી માટે ફાયદાકારક સાબિત થાય છે. હોટલની લક્ઝરી માટે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે તમારો મોટા ભાગનો સમય ફરવામાં જ જવાનો છે. એટલું જ નહીં તમારી પાસે સામાન જેટલો ઓછો હશે, તેટલું જ સહેલાઈથ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શક્શો.

2-3 દિવસથી વધુ લાંબુ બુકિંગ ન કરાવો

2-3 દિવસથી વધુ લાંબુ બુકિંગ ન કરાવો

નવા સ્થળે શું ઓપ્શન્સ છે, તેની આપણને ખબર નથી હોતી. એટલે કેટલાક દિવસ રોકાયા બાદ તમને સારી જગ્યા અંગે જાણ થઈ શકે છે. ચેકઆઉટમાં મુશ્કેલી ન પડે તે માટે શરૂઆતમાં 2-3 દિવસનું જ બુકિંગ કરાવો. જે જગ્યાએ રોકાયા હો ત્યાંનું એડ્રેસ ખાસ નોંધી લો કે પછી પ્રિન્ટ કાઢી રાખો. જેઠી ફોનની બેટરી ન હોય તો પણ તમારી પાસે એડ્રેસની કૉપી રહે.

સાથે વધુ રોકડી રકમ ન રાખો

સાથે વધુ રોકડી રકમ ન રાખો

તમે ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડથી કેશ મેળવી શકો છો. જો તમારી પાસે આવું કાર્ડ નથી તો તમે પ્રિપેડ ટ્રાવેલ કાર્ડનો ઉપોયગ પણ કરી શકો છો. આ કાર્ડ એક્ટિવેટ થવામાં ફક્ત એક જ દિવસનો સમય લાગે છે. ઉપરાંત તમે જે સ્થળે ફરવા જાવ છો ત્યાંની કરન્સી સાથે રાખો, જે ઈમરજન્સીમાં તમારા ઉપયોગમાં આવી શકે છે.

એરપોર્ટ ટેક્સી સર્વિસના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો કરો ઉપયોગ

એરપોર્ટ ટેક્સી સર્વિસના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો કરો ઉપયોગ

કેટલીકવાર હોટેલ બુકિંગમાં જ એરપોર્ટ ટેક્સી સર્વિસ સામેલ હોય છે. પરંતુ તમે આ સર્વિસ ન લઈને ટ્રિપનું બજેટ ઘટાડી શકો છો. વિદેશમાં પ્રાઈવેટ ટેક્સી કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટની સર્વિસ સસ્તી અને સારી હોય છે. સાથે જ તેમાં બેઠેલા લોકલ લોકોની સાથે ઈન્ટરએક્શન કરવાની તક પણ મળે છે. જેનાથી તમને બીજા ફરવાના સ્થળોની પણ માહિતી મળી શકે છે.

એરપોર્ટ પરથી ન ખરીદો સીમ કાર્ડ

એરપોર્ટ પરથી ન ખરીદો સીમ કાર્ડ

વિદેશમાં જઈને સીમકાર્ડ ખરીદવું સૌથી મહત્વની વાત છે. જો કે એરપોર્ટ પરથી સીમકાર્ડ ખરીદવાના બદલે સુપરમાર્કેટ કે લોકલ માર્કેટમાંથી ખરીદવાનો ટ્રાય કરો. અહીં તમને સસ્તામાં સીમકાર્ડ મળી શક્શે. એરપોર્ટ પર તેની કિંમત વધુ હોય છે. આ માટે તમે આસપાસના લોકોની પણ મદદ લઈ શકો છો.

લોકલ રેસ્ટોરન્ટમાં લો ભોજનનો આનંદ

લોકલ રેસ્ટોરન્ટમાં લો ભોજનનો આનંદ

કોઈ પણ દેશના કલ્ચરને સમજવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે ત્યાંની ખાણીપીણી. એટલે જ્યાં પણ જાવ ત્યાંનું લોકલ ફૂડ ખાવાનો આગ્ર રાખો. મોટા મોટા રેસ્ટોરન્ટમાં તમે ઈચ્છશો તેવું ખાવા તો મળશે પરંતુ તેની કિંમત વધુ હોઈ શકે છે. એટલે નાની રેસ્ટોરન્ટ કે પછી લોકલ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરો. જેનાથી તમારું બજેટ પણ ઘટશે.

English summary
with these tricks you can enjoy your first foreign tour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X