Travel Tips : ઓછા બજેટમાં કરી રહ્યા છો ફરવા જવાનું પ્લાનિંગ, તો આ રહી યાદી
શિયાળાની મોસમમાં, ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગોવાની ટ્રિપ પર જવાનું એક અદ્ભુત વિચાર હોય શકે છે. મિત્રો, જીવનસાથી અથવા પરિવાર સાથે જાન્યુઆરીમાં ગોવાની મુલાકાત લો. ગોવા ફરવા માટે ઘણી અદ્ભુત જગ્યાઓ છે.
Travel Tips : વર્ષ 2023ના પહેલા મહિનામાં લોકો બહાર ફરવા જવાનું પસંદ કરે છે. આ મહિનામાં ઠંડીનું પ્રમાણ હોય છે. ઠંડીમાં લોકોને ફરવા જવાનું ગમે છે. જે કારણે લોકો જાન્યુઆરીમાં ફરવા જતા હોય છે. આવા સમયે ઘણા લોકો ફરવા જવાનું વિચારે તો છે, પણ બજેટને કારણે ફરવા જવાનું ટાળતા હોય છે. તો આવા સમયે આજે આપણે ખાસ ઓછા બજેટમાં ફરવા જઇ શકાય તેવા સ્થળો વિશે જાણીશું.

બજેટ મુજબ ખર્ચ થશે
પહેલા નક્કી કરો કે, તમારે આ સિઝનમાં કોઈ હિલ સ્ટેશન પર જવું છે કે, ગરમ જગ્યાએ જવું છે. તમારું બજેટ કેટલું છે અને બજેટ પ્રમાણે કઇ જગ્યાએ ખર્ચ થશે.
અહીં તમને જાન્યુઆરીમાં ફરવા માટેના સ્થળો વિશે જણાવવામાં આવી રહ્યું છે. જો તમે આ મહિને ફરવા જઈ રહ્યા છો, તો તમે જાતે જ નક્કી કરો કે, કઈ જગ્યાએ ફરવા જવું એ તમારા માટે મજેદાર પ્રવાસ રહેશે.

ગોવા
શિયાળાની મોસમમાં, ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગોવાની ટ્રિપ પર જવાનું એક અદ્ભુત વિચાર હોય શકે છે.
મિત્રો,જીવનસાથી અથવા પરિવાર સાથે જાન્યુઆરીમાં ગોવાની મુલાકાત લો. ગોવા ફરવા માટે ઘણી અદ્ભુત જગ્યાઓ છે. આ સાથે ઘણી વિવિધપ્રકારની પ્રવૃત્તિઓ પણ શામેલ થઈ શકે છે.
લોકો માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ વિદેશથી પણ ગોવાની મુલાકાતે આવે છે. અહીં તમે બીચપર જઈ શકો છો. આ સાથે તમે ગોવાની નાઈટલાઈફ અને પાર્ટીની મજા માણી શકો છો.

બિકાનેર
જાન્યુઆરીના શિયાળામાં રાજસ્થાનના શહેરોની મુલાકાત લઈ શકાય છે. રાજસ્થાનના બિકાનેરની મુલાકાત લેવાનું પણ વધુ સારું રહેશે. આપ્રસંગે બિકાનેરની ઈમારતોની સજાવટ કરવામાં આવે છે.
કરણ મહેલ, અનૂપ મહેલ, ફૂલ મહેલ બિકાનેરમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે.અહીં તમે ઐતિહાસિક ઈમારતોની સજાવટ વચ્ચે હરવાફરવાની મોજ પણ માણી શકો છો.

દાર્જિલિંગ
જો તમે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવા માંગતા હોવ અને મનાલી-શિમલા સિવાયના કોઈ હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગતા હોવ, તોતમે દાર્જિલિંગના પ્રવાસ પર જઈ શકો છો.
જાન્યુઆરીમાં ફરવા માટે દાર્જિલિંગ એક સારું સ્થળ છે. અહીંના ચાના બગીચા, સુંદર બૌદ્ધ મઠઅને ટોય ટ્રેન્સ ખૂબ પ્રખ્યાત છે.

ગુલમર્ગ
જો તમને બર્ફીલા સ્થળો અને ઠંડુ હવામાન ગમે છે, તો તમે જાન્યુઆરીમાં કાશ્મીરના ગુલમર્ગ શહેરમાં જઈ શકો છો. ફરવાના શોખીન લોકોએ એકવાર કાશ્મીરની મુલાકાત લેવી જ જોઈએ.
તમે ગુલમર્ગમાં સ્કીઇંગ, કેબલ કાર રાઇડ સહિતની ઘણી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. ગુલમર્ગમાં તમે અલ્પાથેર લેક, ખિલાનમાર્ગ, મહારાણી મંદિર, નિંગાલી નાલા, સેન્ટ મેરી ચર્ચની મુલાકાત લઈ શકો છો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
