• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતની આ દિલકશ ભૂમિનું કાયલ છે બૉલીવુડ

|

અરૂણાચલ પ્રદેશના સૌથી પશ્ચિમમાં સ્થિત તવાંગ જિલ્લો પોતાની રહસ્યમયી અને જાદૂઇ સુંદરતા માટે જાણીતું છે. સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત આ જિલ્લાની સરહદે ઉત્તરમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન અને પૂર્વમાં પશ્ચિમ કમેંગના સેલા પર્વત શ્રેણીને લાગેલી છે. એવુ માનવામાં આવે છે કે તવાંગ શબ્દની વ્યુત્પત્તિ તંવાગ ટાઉનશિપના પશ્ચિમ ભાગની સાથો-સાથ સ્થિત પર્વત શ્રેણી પર બનેલા તવાંગ મઠથી થઇ છે. ‘તા'નો અર્થ થાય છે- ઘોડો અને ‘વાંગ'નો અર્થ થાય છે- પસંદ કરેલું.

પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થળની પસંદગી મેરાગ લામા લોડ્રે ગ્યામત્સોના ઘોડાએ કરી હતી અને અહીં મઠનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી જ તવાંગ શબ્દની વ્યુત્પત્તિ થઇ. પ્રાકૃતિક સુંદરતાના મામલે તવાંગ ઘણું જ સમૃદ્ધ છે અને તેની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અહીં સુરજની પહેલી કરિણ સૌથી પહેલા બરફથી ઢંકાયેલા પર્વતો પર પડે છે અને આ નજારો જોવાલાયક હોય છે. તો સુરજનું અંતિમ કિરણ અહીંથી જ પસાર થાય છે. આખું આકાશ અણગિત તારાઓથી ભરાઇ જાય છે. તેમજ અહીંની સુંદરતાનું કાયલ બૉલીવુડ પણ છે, તો ચાલો તસવીરો થકી જાણીએ દિલકશ અને સુંદર ભૂમિ તવાંગને.

તવાંગઃ રહસ્યમય ભૂમિ

તવાંગઃ રહસ્યમય ભૂમિ

તવાંગમાં જોવા માટે મઠ, પર્વતોની ચટ્ટાણો અને ઝરણા સહિત અનેક વસ્તુઓ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી આવી છે. તવાંગના કેટલાક પ્રમુખ આકર્ષણમાં તવાંગ મઠ, સેલા પાસે અનેક જલપ્રતાપ છે, જેનાથી આ બૉલીવુડ ફિલ્મોની શૂંટિગ માટે પણ મનપસંદ સ્થળ બની જાય છે. અહીં અનેક ઝીલ, નદી અને ઉંચા-ઉંચા જલપ્રપાત છે. જ્યારે તેના પાણીમાં ભૂરા આકાશ અને બહારના પ્રતિબિંબ ઉભરે છે તો પ્રવાસી માટે આ નજારો ક્યારેય ભુલાય નહીં તેવો બની જાય છે. જો તમે ખરા અર્થમાં પ્રકૃતિ પ્રેમી છો તો અહીં છૂપાયેલું સ્વર્ણ બાહો ફેલાવીને તમારું સ્વાગત કરે છે.

લોકોઃ પ્રફુલ મોંપા

લોકોઃ પ્રફુલ મોંપા

તવાંગમાં મોંપા જનજાતિ વધારે છે. આજે આ નાના શહેરમાં મોંપાઓના 20 હજારથી વધારે ઘર છે. આ અહીંની આબાદીનો મુખ્ય ભાગ છે. આ આબાદીના બધા લોકો બૌદ્ધ ધર્મના અનુયાયી છે, જેમના ઘરોમાં તમને ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિઓ લાગેલી મળશે. અહીંના લોકો ઘણા જ મહેનતું છે અને આ લોકોએ આજે પોતાના હસ્ત શિલ્પને આખા વિશ્વમાં પ્રસિદ્ધ કરી દીધા છે. અહીંના લોકોને તમે મોટાભાગે ગરમ કપડાં પહેરેલા જોશો.

ઉત્સાહી મેળા અને તહેવાર

ઉત્સાહી મેળા અને તહેવાર

મેળા અને તહેવાર વગર આ સ્થળની કલ્પના જ કરી શકાય નહીં. મેળા અને તહેવાર અરૂણાચલ પ્રદેશના જનજાતીય લોકોનો એક મહત્વનો ભાગ છે. તવાંગના મોનપા જનજાતિ સાથે જ એવું છે. અરૂણાચલ પ્રદેશની બીજી જનજાતિઓની જેમ મોનપા સમુદાયના તહેવારો પણ મુખ્ય રીતે કૃષિ અને ધર્મ સાથે જોડાયેલા હોય છે. તવાંગમાં મોનપા દર વર્ષે અનેક તહેવારો મનાવે છે. તેમાનો એક છે લોસર. આ નવ વર્ષનો તહેવાર છે, જે હર્ષોલ્લાસની સાથે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં મનાવવા આવી છે. પરંતુ તહેવારોમાં તોરગ્યાથી મહત્વનું છે. આ વર્ષે લુનાર કેલેન્ડર અનુસાર 11માં મહીનાની 28મી તારીખે મનાવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ સામાન્ય રીતે જાન્યુઆરીમાં આવે છે.

પાંરપરિક નૃત્ય

પાંરપરિક નૃત્ય

આ લોકો સંગીત અને નૃત્ય પ્રત્યે વિશેષ રસ ધરાવે છે. આ લોકોનું માનવું છે કે સંગીત અને નૃત્યના માધ્યમથી તમે તમારી જાતને ભગવાન સાથે જોડી શકો છો. વાસંની છાલ લગાવેલા વાજા, પોનૂ તલવાર નુમા યંત્ર યોક્સી અને બાંસુરી અહીંના કેટલાક પ્રમુખ સંગીતના યંત્રો છે. અહીં લોસર મહોત્સવ દરમિયાન તમે યાક નૃત્ય અને અજી લમ્હો નૃત્યનો આનંદ પણ ઉઠાવી શકો છો. અહીં થનારા એક અન્ય નૃત્ય વાઘ અને મોર નૃત્ય શાંતિ અને ખુશીને દર્શાવે છે.

ઉર્જાવાન ખેલ

ઉર્જાવાન ખેલ

આજે તવાંગ અનેક ઉર્જાવાન અને પડકાર આપતા ખેલોનું પણ ઘર છે. મજોંગ અહીં રમવામાં આવતી એક મહત્વપૂર્ણ ગેમ છે, જે ચાર લોકો દ્વારા રમવામાં આવે છે. આ ગેમમાં ટાઇલનો ઉપયોગ થાય છે, તીરંદાજીને પણ અહીં વિશેષ મહત્વ આપવામાં આવે છે. પ્રાયઃ અહીં તીરંદાજી લોસર દરમિયાન જોવા મળે છે. પોનગોર. શો પણ પુરુષો દ્વારા રમવામાં આવતી પ્રમુખ ગેમ છે, જો તમે અહીં છો તો આ ખેલનો આનંદ લઇ શકો છો.

ઉત્કૃષ્ટ કલા અને શિલ્પ

ઉત્કૃષ્ટ કલા અને શિલ્પ

તવાંગને મોનપા લોકો શિલ્પકારિતામાં પણ ઘણું જ યોગદાન આપે છે. અહીંના બજારોમાં સુંદર પરંપરાગત શિલ્પને જોઇને તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો. આ શિલ્પ સરકારી શિલ્પ કેનદ્રમાં પણ ઉપલબ્ધ હોય છે. લાકડમાંથી બનેલી વસ્તુ, ગુંથેલા કાર્પેટ અને વાંસમાંથી બનેલા વાસણની સુંદરતા જોવા લાયક હોય છે. અહીંના લોકોને થનકા પેઇન્ટિંગ અને હાથથી બનેલા પેપર થકી પણ ઘણું નામ કમાવ્યું છે. લાકડામાંથી બનેલા શિલ્પકૃતિમાં લાકડાના મુખૌટા પણ પ્રમુખ છે. તેનો ઉપયોગ તોરગ્યા તહેવાર દરમિયાન તવાંગ મઠના પ્રાંગણમાં થનારા નૃત્ય દરમિયાન કરવામાં આવે છે. દોલોમ એક કલાત્મક રીતે ડિઝાઇન કરવામાં આવેલા વાસણ છે, જેમાં ઢાકણ લાકડાના બનેલા હોય છે. શેંગ ખ્લેમ એક લાકડાની ચમચી છે. તો ગ્રુક લાકડીનો એક કપ છે, જેનો ઉપયોગ ચા પીવા માટે કરવામાં આવે છે.

English summary
vibrant culture tawang
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more