For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોર નજીકના ધોધ જોઇને ખોવાઇ જશો પ્રકૃતિના ગોદમા

|
Google Oneindia Gujarati News

ભીડભાડ વાળા મોલ, સામાન્ય લોકોથી ખીચોખીચ રસ્તાઓ અને ગગનચુંબી ઇમારતો. આવો નજારો તમને જોવા મળશે, બેંગ્લોરમાં. બેંગ્લોરને તમે ભારતની નવી પેઢીનું શહેર પણ કહીં શકો છો. વિજયનગર સામ્રાજ્યના એક સેનાપતિ કેંપેગૌડાએ 1537માં એક બસ્તીનું નિર્માણ કર્યું હતું. આજે એ બસ્તી આધુનિક બેંગ્લોર છે.

બેંગ્લોર તમે આસપાસના શહેરોતી સહેલાયથી પહોંચી શકો છો. બેંગ્લોરની અંદર એક સ્થળથી બીજા સ્થળે જવા માટે તમે બસ, ઓટો, કેબ અથવા મેટ્રો ટ્રેનનો સહારો લઇ શકો છો. વાયુ વજ્રની બસો શહેરના એરપોર્ટને જોડે છે. બેંગ્લોર દેશના અન્ય ભાગો સાથે રસ્તા, રેલવે અને હવાઇ માર્ગથી જોડાયેલું છે.

બેંગ્લોર દક્ષિણ-પશ્ચિમ રેલવેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. શહેરમાં સિટી સેન્ટર, યશવંતપુર, કંટોન્મેન્ટ અને કેઆર પુરમ નામનું રેલવે સ્ટેશન પણ છે. શહેરથી 40 કિમી દૂર દેવનહલ્લી સ્થિત બેંગ્લોર ઇન્ટરનશેલ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટની સાથે સ્થાનિક ઉડાનો પણ મળે છે. જો તમે બેંગ્લોરમાં હોવ તો તેની આસપાસના 200 કિ.મીના અંતરમાં તમને અનેક ધોધ જોવા મળશે. જે જોને ચોક્કસ તમારું મન પ્રફૂલ્લિત થઇ જશે. તો ચાલો તસવીરો થકી જાણીએ બેંગ્લોરની આસપાસ આવેલા ધોધને.

પર્લ વેલી( 43 કિ.મી)

પર્લ વેલી( 43 કિ.મી)

પર્લ વેલી ધોધ બેંગ્લોરથી 43 કિ.મીના અંતરે આવેલું છે. આ ધોધ માઉન્ટેન રેન્જ્સ તરીકે જાણીતું છે અને ટ્રેકિંગ માટે એક આદર્શ સ્થળ છે. આ ઉપરાંત આ ધોધ એનેકલથી માત્ર 4 કિ.મી દૂર છે. આ ધોધની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઑગસ્ટથી નવેમ્બરનો છે.

ચુંચી ફોલ્સ(83 કિ.મી)

ચુંચી ફોલ્સ(83 કિ.મી)

ચુંચી ફોલ્સ, એર્કાવતી નદી નજીક આવેલો છે. જ્યારે તમે બેંગ્લોરથી કનકપુરા તરફ જાઓ ત્યારે રસ્તામાં સંગમા-મેકેડાતુનો રસ્તો આવે છે, ત્યાંથી તમે ચુંચી ફોલ્સ પહોંચી શકો છો.

મેકેડાતુ( 93 કિ.મી)

મેકેડાતુ( 93 કિ.મી)

મેકેડાતુ, કાવેરી નદી નજીક કનકપુરાનું મનોહર સ્થળ છે. બેંગ્લોર શહેરથી તમે કનકપુરાનો રસ્તો પકડો અને સંગમા પહોંચો.

શિવાનાસમુદ્ર(110 કિ.મી)

શિવાનાસમુદ્ર(110 કિ.મી)

જો પ્રકૃતિના સૌંદર્યની વચ્ચે તમારી રજા ગાળવા માંગો છો તો કર્ણાટકના શિવાનાસમુદ્ર જરૂરથી જુઓ. શિવાનાસમુદ્ર અથવા શિવ સમુદ્રમ, કર્ણાટકના મંડ્યા જિલ્લાનું લોકપ્રીય પિક્નિક સ્થળ છે. આ સ્થળ બેંગ્લોરથી 110 કિ.મી દૂર છે અને એક શ્રેષ્ઠ ધોધ છે.

હોગેનક્કલ(180 કિ.મી)

હોગેનક્કલ(180 કિ.મી)

હોગેનક્કલ ફોલ્સને ભારતનો નાયગ્રા ફોલ્સ પણ કહેવામાં આવે છે. આ સ્થળ બેંગ્લોર શહેરથી 180 કિ.મી દૂર છે અને આ ધોધ કાવેરી નદી પર આવેલો છે. આ સ્થળ કોરાકલ રાઇડ્સ અને ફિશિંગ માટે ઉત્તમ સ્થળ માનવામાં આવે છે.

English summary
If you reside in Bangalore and would love to make the most of a weekend, head to some of the best waterfalls around Bangalore. Here's a list of waterfalls that are less than 200 km away from the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X